________________
8 अध्यात्मव्याख्या
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
ज्ञानादिगुण-तत्स्वामिषु यथायथं विधि - यतना-भक्ति- बहुमानसम्पादनप्रवणत्वे एव पञ्चाचारचारिमा सम्भवति, सत्यां शक्तौ विध्याद्यन्यतरोपेक्षणे तदसम्भव एव । यदपि अध्यात्मसारे गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिना: ॥ (२/२) - इत्युक्तं तत्रापि ‘गतमोहाधिकाराणां’ इत्यनेनाऽन्तरात्मनिर्देशोऽवगन्तव्य: । गतमोहाधिकारत्वञ्च "क्षुद्रो 'लाभरतिनो ' मत्सरी” भयवान्^ `शठः । अज्ञो भवाभिनन्दी स्यात् निष्फलारम्भसङ्गतः ।।' (यो. दृ. ७६/यो. बि. ८७) इति योगदृष्टिसमुच्चय- योगबिन्दुप्रमुखग्रन्थप्रदर्शितानां " मूढा लोभपरा: ' क्रूरा' *भीरवोऽसूयका: “ ६शठाः । भवाभिनन्दिनः सन्ति निष्फलारम्भकारिणः ॥' (८ / १९) इति च योगसारप्राभृते अमितगतिप्रोપ્રાપ્ત કરેલ સાધક સંપૂર્ણ વિકસિત ગુણ અવસ્થા સ્વરૂપ પરમાત્મદશાને કેન્દ્રસ્થાનમાં રાખીને સુંદર પંચાચારનું પાલન કરે તે અધ્યાત્મ છે.)
८
પંચાચારનું સૌંદર્ય માણો
જ્ઞાનહિ । જ્ઞાનાદિ ગુણો અને તેના સ્વામીને વિશે યથાયોગ્ય વિધિ, યતના, ભક્તિ અને બહુમાનનું સંપાદન કરવામાં તત્પરતા હોય તો જ પંચાચારનું સૌંદર્ય હોય. શક્તિ હોવા છતાં વિધિ વગેરેમાંથી કોઈની પણ ઉપેક્ષા કરવામાં આવે તો પંચાચારનું સૌંદર્ય ન જ જળવાય. સ્વાધ્યાય સમયે વંદન કરીને વાચના લેવી, અકાળે ન ભણવું વગેરે જ્ઞાનાચારની વિધિ છે. ગુરૂના આસનને પગ ન લાગી જાય, પુસ્તક નીચે ન પડી જાય વગેરે જયણા જાણવી. જ્ઞાનીનો વિનય, વૈયાવચ્ચ વગેરે ભક્તિ જાણવી. જ્ઞાની પ્રત્યે પૂજ્યભાવ, આદરભાવ રાખવો તે બહુમાન જાણવું. વિધિ વગેરે ચારેય જ્ઞાનાચારની જેમ દર્શનાચાર વગેરેમાં પણ સુજ્ઞ વાચકવર્ગે સ્વયં વિચારી લેવા. ભણવાની માત્ર વિધિ અને જયણા જાળવે, પણ જ્ઞાનીની ભક્તિ, પ્રીતિમાં બેદરકાર હોય તો જ્ઞાનાચારનું જે સૌંદર્ય ખીલવું જોઈએ તે ન ખીલે. તેથી અધ્યાત્મમાં તેટલા અંશે ત્રુટિ આવે. ગુલાબના ફૂલનું સૌંદર્ય અને કેશુડાના ફૂલનું સૌંદર્ય - આ બે વચ્ચે જે તફાવત છે તેવા પ્રકારનો તફાવત વિધિ વગેરે ચારેથી યુક્ત જ્ઞાનાચાર વગેરે અને ભક્તિ, બહુમાનથી રહિત પરંતુ વિધિ અને જયણાથી યુક્ત એવા જ્ઞાનાચાર વગેરેના સૌંદર્ય વચ્ચે લાગે છે. દા.ત. ગૌતમસ્વામીએ ત્રિપદી સાંભળતી વખતે વિધિ, જયણાનું જેવું પાલન કરેલ તેવું વિધિ, જયણાનું પાલન ત્રિપદી સાંભળતી વખતે સામાન્ય જીવો કરે તો પણ ગૌતમ સ્વામી જેવો દ્વાદશાંગીનો ક્ષયોપશમ સામાન્ય જીવને થવો અશક્ય જ છે, કેમ કે ગૌતમસ્વામી પાસે પરમાત્મા પ્રત્યે જે આંતરિક બહુમાન અને ભક્તિભાવનો ઉછાળો હતો તે સામાન્ય જીવમાં સંભવિત નથી. વિધિ અને જયણા મુખ્યતયા કાયાના સ્તરે છે. જ્યારે બહુમાન અને ભક્તિભાવ કાયા અને આત્મા ઉભયના સ્તરે છે. તેથી આચારના મુખ્ય ભાવપ્રાણને લાવવાનું, ટકાવવાનું અને વધારવાનું ચાલક પરિબળ ભક્તિ અને બહુમાન છે. અને તે જ પરિબળ વિધિ અને જયણાને ખેંચી લાવે છે. પરંતુ ભક્તિ, બહુમાનના ઓઠા નીચે જે સાધક વિધિ, જયણાની શક્તિ હોવા છતાં તેનું પાલન કરતો નથી તેના પંચાચારમાં તાત્ત્વિક સૌંદર્ય નથી આવતું, તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.
# મોહનું આધિપત્ય જાય પછી જ અધ્યાત્મ
यद्० ।
અધ્યાત્મસાર ગ્રંથમાં શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મનું લક્ષણ બતાવતા જે કહ્યું
છે કે —> જે આત્માઓ ઉપરથી મોહનો અધિકાર ચાલી ગયેલો છે તેવા સાધકોની આત્માને ઉદ્દેશીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને જિનેશ્વર ભગવંતો અધ્યાત્મ કહે છે. <← ત્યાં પણ ‘મોહનો અધિકાર ગયેલો છે' તેવું કહેવા ધારા અંતરાત્માનો જ અધિકારી તરીકે ઉલ્લેખ જાણવો. યોગષ્ટિ-સમુચ્ચય, યોગબિંદુ, અધ્યાત્મસાર