________________
* पूर्वसेवास्वरूपोपदर्शनम् । અધ્યાત્મોપનિષપ્રકરણ अहवा जं नेगगमोऽणेगपहो णेगमो तेणं ॥२१८७|| सो कमविसुद्धभेओ लोगपसिद्धिवसओऽणुगंतव्यो' (२१८८)। नैगमनयमतेन गुरुदेवादिपूजनादिरूपपूर्वसेवादिकमप्यध्यात्मम् । पूर्वसेवास्वरूपञ्च योगबिन्दौ
→ पूर्वसेवा तु तन्त्रज्ञैर्गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्यद्वेषश्वेह प्रकीर्त्तिता ॥१०९।। <– इत्युक्तम् । सदाचारस्तु लोकापवादभीरुत्व-दीनाभ्युद्धरणादर-कृतज्ञता-सुदाक्षिण्यादिरूप: योगबिन्दपदर्शित (१२६-१३०) एकोनविंशतिविधो विज्ञेयः । यथा मगधदेशप्रसिद्धकाष्ठघटित-धान्यमानविशेषलक्षणप्रस्थकार्थं वनगमन-दारुच्छेदन-तक्षणोत्किरण-लेखन-प्रस्थकपर्यायाविर्भावेषु यथोत्तरशुद्धा नैगमभेदाः प्रवर्तन्ते तथा पूर्वसेवा-शास्त्रलेखनादियोगबीजोपादान-सद्योगावञ्चकादीच्छायोगेच्छादियम-प्रीत्यादिसदनुष्ठान-पञ्चाचारसौन्दर्याविर्भावेषु यथायथं यथोत्तरशुद्धानां नैगमभेदानामध्यात्माभ्युपगमोऽनाविल एवेति विभावनीयम् । વ્યાખ્યા મુજબ લોક અથવા દેશ = નિગમ એમ જાણવું. તેથી લોકપ્રસિદ્ધ અર્થને સ્વીકારનાર તૈગમ નય જાણવો. સામાન્ય-વિશેષ ઉભય સ્વરૂપે અર્થને સ્વીકારવાથી લોકપ્રસિદ્ધિનો નિર્વાહ થઈ શકે છે. અથવા લોકપ્રસિદ્ધ અર્થ સ્વરૂપ જીવ વગેરે અનેક તત્ત્વસંબંધી બોધથી ઉત્પન્ન થનાર છે તેમાં કુશળ તે નૈગમ નય જાણવો. અથવા પદાર્થ સંબંધી અનેક પ્રકારના મંતવ્યોમાં તત્પર એવો નૈગમ નય જાણવો. આવો નૈગમ નય અશુદ્ધ, મિશ્ર અને શુદ્ધ એમ ત્રણ પ્રકારે જાણવો. દા.ત. ગાયને ઉદ્દેશીને આ શું છે ? એવા પ્રશ્નના જવાબમાં “આ સત વસ્તુ છે” એવો જે શબ્દપ્રયોગ તે અશુદ્ધ નૈગમ નય જાણવો. અને “આ પશુ છે' આવો જવાબ મિથ (વિશુદ્ધ, અવિશુદ્ધ) નગમ નય જાણવો. અને “આ ગીરની, દૂધાળી, લાલ ગાય છે' આ જવાબ શુદ્ધ (સર્વ વિશુદ્ધ) નૈગમ નય કહેવાય. વિશેષાવશ્યકભાગની પંકિત દ્વારા આવો અર્થ ફલિત થાય છે.
છે નેગમનયથી અધ્યાત્મનો પરિચય ( નૈ. નૈગમ નયના મતે ગુરૂદેવાદિપૂજન વગેરે સ્વરૂપ પૂર્વસેવા વગેરે પણ અધ્યાત્મ છે. યોગબિંદુ ગ્રંથમાં પૂર્વસેવાનું સ્વરૂપ આ મુજબ જણાવ્યું છે. ગુરૂદેવાદિપૂજન, સદાચાર, તપ અને મોક્ષનો અષ, પ્રસ્તુતમાં શાસ્ત્રમર્મજ્ઞો વડે પૂર્વસેવા કહેવાય છે.' સદાચાર તો લોકનિંદાભીરતા, ગરીબોના ઉદ્ધારમાં આદર, કૃતજ્ઞતા, દાક્ષિણ્ય વગેરે ૧૯ પ્રકારે યોગબિંદુમાં જણાવેલ છે. - લાકડાનું બનેલું, મગધ દેશમાં પ્રસિદ્ધ અનાજ માપવાનું એક સાધન પ્રસ્થક કહેવાય છે. તે બનાવવા લાકડું લેવા માટે કોઈ સુથાર જંગલમાં જતો હોય તે સમયે તેને જો પૂછવામાં આવે કે “તમે શું કરો છો?' તેના જવાબમાં તે કહે છે કે “પ્રસ્થક લેવા માટે જાઉં છું.' જો કે તે પ્રસ્થાયોગ્ય લાકડું લેવા જાય છે. છતાં જવાબ આપે છે કે હું પ્રસ્થક લેવા જાઉં છું.' અહીં જંગલમાં રહેલ લાકડું પ્રસ્થક સ્વરૂપ નથી, છતાં ભવિષ્યકાલીન પ્રસ્થક પર્યાયનો આરોપ કરીને તે ઉપરોક્ત જવાબ આપે છે. લાકડામાં પ્રસ્થકનો ઉપચાર કરવો તે નૈગમ નયનો અભિપ્રાય છે. તે જ રીતે પ્રસ્થક બનાવવા માટે લાકડું કાપવું, છોલવું, લાકડામાં વચ્ચે ખાડો પાડવો, તેને સરખું કરવું, બહારનો આકાર વ્યવસ્થિત આપવો, તેમાં ધાન ભરવું વગેરે દરેક અવસ્થામાં તૈગમ નય તેને પ્રસ્થક તરીકે સ્વીકારે છે. ઉપરોકત અલગ અલગ અવસ્થામાં પ્રસ્થક પર્યાયનો સ્વીકાર કરનારા તૈગમ નયના વિશેષ ભેદો ઉત્તરોત્તર શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ છે - એમ શાસ્ત્રમાં જણાવેલ છે. તે જ રીતે પ્રસ્તુતમાં પૂર્વસેવા, શાસ્ત્રલેખન આદિ યોગબીજનું ગ્રહણ, સદ્યગાવંચક વગેરે યોગ, ઈચ્છાયોગ વગેરે યોગ, ઈચ્છાયમ વગેરે યમ, પ્રીતિ અનુષ્ઠાન વગેરે અનુષ્ઠાન, પંચાચાર પાલનનો આવિર્ભાવ.... આ બધી અલગ અલગ અવસ્થાઓમાં અધ્યાત્મનો સ્વીકાર કરનાર નૈગમ નયના પ્રકારો યથાયોગ્ય રીતે ઉત્તરોત્તર વિશદ્ધ છે. અને આ બધી અવસ્થાઓમાં અધ્યાત્મનો સ્વીકાર નૈગમ નય કરે છે