________________
અધ્યાત્મોપનિષ~કરણ
* प्रास्ताविकम् 8
છે કે આત્માની પરિણતિ બાહ્યક્રયા સાથે બહુ જ સંકળાયેલી છે. ઉદાહ૨ણથી આવે વાત સમજવી સહેલી પડશે.
ગુરૂના સેવાકાર્યમાં કે માતાપિતાના સેવાકાર્યમાં કોઈ શિષ્ય કે પુત્ર આંખમિંચામણા કરે તો રોવાકાર્યની કયિક ક્રિયા તેણે ન કરી : પણ વાત એટલેથી અટકતી નથી. તેના મનમાં હરામ હાડકાપણાંની સ્વાર્થની દુવૃત્તિ પેદા થઈ, ગુરૂજનપૂજાની શુભ પરેસ્કૃતિ ગાયબ થઈ, ઉપકા૨ની સામે જાતની સુખશીલતાને વધુ વજન આપવા જતા આંતરેક કૃતજ્ઞભાવ ઓસરી ગયો. આ બધી મલિન આત્મપરિણતિ પેદા થવામાં બહા૨ની શારીરિક સુખશીલતાની પ્રવૃત્તિ સંકળાયેલી છે. જો બાહ્ય સેવાધર્મ બજાવે તો કૃતજ્ઞતા, પરાર્થવૃત્તિ, ગુરૂજન પૂજાની આંતરિક શુભ પરિણતિઓ પાંગ૨શે અને ઉત્તરોતર વિશુદ્ધ થતી જશે. તેથી શરીરની ક્રિયા સાથે આત્મપર્ણાતિ સંકળાયેલી છે. તે વાત સિદ્ધ થાય છે. વ્યાયામ વગેરે શારીરિક કરારતથી શરીરને લાભ થાય. સાથે આત્મામાં દેહાધ્યાસની પરિણતિ શું ન પાંગરે ? અને તપ કરીને કાયાને કસવાની પ્રવૃત્તિ દ્વારા દેહમમત્વમોચન રૂપ શુભત૨ આત્મપરિણતિ પેદા ન થાય ? 'બાહ્ય ક્રિયા આત્મા પર કોઈ અસર ઉપજાવી ન શકે એવી વાતો ક૨ના૨ા ક્રિયાઅપલોપીઓ પોતાના વિચારોને પુસ્તકારૂઢ કઈ ગણતરી કરતા હશે ? તેના વાંચનથી ક્રિયાવાદીને બોધ થાય એ આશયથી જ ને ! આવી જાવ ત્યારે ! વાંચનની બાહ્ય ક્રિયા આત્મામાં બોધ ઉત્પન્ન કરી શકે છે તે વાતનો સ્વીકારે તેમને પણ ક૨વો જ પડે છે.
અપ્રાપ્ત ભાવોને પમાડવા માટે અને પ્રાપ્તના રક્ષણ માટે ક્રિયા (વ્યવહા૨) જરૂરી છે. આ જ વાત પ્રસ્તુત અધિકા૨ના ૧૨મા શ્લોકમાં કરી છે. ત્યાર પછીના શ્લોકોમાં ક્રિયાઅપલાપી એવા જ્ઞાનવાદીઓને ફટકારતા પ્રકા૨શ્રીએ મર્મક ઉપમા આપી છે. 'ક્રિયા વગર માત્ર જ્ઞાનથી મોક્ષની વાતો ક૨ના૨ાઓ મોંમાં કોળિયા મૂકવાની ક્રિયા વગર તૃપ્તિને (ભાવને) પામવાની અભિલાષા રાખે છે.' જે કયારેય ફળે નહિ. જ્ઞાનયોગની ઉચ્ચકક્ષાની વાતોના ઐદત્પર્ય સુધી પહોંચ્યા વગર જ કોઈ તેની એકાન્ત પકડમાં ન ફસાય એવો કોઈ હેતુ જ જાણે જ્ઞાનયોગ પછી ત૨ત ક્રિયાયોગની પ્રરૂપણા પાછળ કામ કરી રહ્યો હોય તેમ લાગે છે.
* સામ્યયોગ શુદ્ધિ અધિકાર - દુ:ખનું મૂળ મમત્વભાવ છે. વ૨તુવ્યક્તિના નાશ કે વિયોગથી જ મન દુ:ખી થતું નથી. કિન્તુ, મમત્વભાવ જેની પર વ્યાપ્ત થયો હોય તેવી જ વ૨તુ/ વ્યંતના નાશથી દુ:ખ છે. જો કાચનું વાસણ તુટવાથી દુ:ખ થતું હોય તો શહેર આખામાં