________________
અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૧
* सम्बन्धादिविमर्शः ॐ तादर्थ्येन तच्छब्दत्वोपपत्तेः, 'आयुर्वे घृतमि' त्यादिवत् । तस्माद् विद्यायां मुख्यया वृत्त्योपनिषच्छब्दो वर्तते ग्रन्थे तु भक्त्येति व्यक्तमुक्तं शङ्कराचार्येण काठकोपनिषद्भाष्ये । अध्यात्मगोचरगूढचरमरहस्यार्थः प्रकृते अभिधेयः प्रकृतग्रन्थश्च तदभिधायक इति अध्यात्मोपनिषदिति नाम यथार्थम् । एतावता प्रकृतग्रन्थाध्यात्मोपनिषदोरभिधेयाभिधायकभावसम्बन्धो विभाव्य-विभावकसंसर्गो वा विद्योतितः । अयन्तु तर्कानुसारिणं प्रति । श्रद्धानुसारिणं प्रति तु गुरुपर्वपरम्परारूपसंबन्धोऽवसेयः । अर्थी समर्थो विद्वान् अधिकारीति सामर्थ्यगम्यम् । अधिकारिणः श्रोतुः साक्षात् प्रयोजनमध्यात्मोपनिषदुपलब्धिः ग्रन्थकृतश्च शिष्याद्युपकारः, परम्परया तु मुक्तिरेवोभयोः प्रयोजनम् । इत्थञ्चाभिधेय-सम्बन्धाधिकारि-प्रयोजनलक्षणानुबन्धचतुष्टयप्रतिपादनमवगन्तव्यम् , अनुबध्नन्ति = प्रवर्तयन्ति ग्रन्थार्थे श्रोतॄन् इति अनुबन्धा इति व्याख्यानुसारेण तेषां चतुर्णामनुबन्धत्वमनाविलमिति विभावनीयम् । स्वकर्तृत्वाशयजन्याहङ्कारप्रतिक्षेपाय ‘वयं विदधामहे' इत्यनुक्त्वा ‘अस्माभिः विधीयते' इत्युक्तम् । 'आत्मनि गुरौ चैकवचनं न प्रयुञ्जित' इति वचनात् बहुवचननिर्देशोऽकारि । अस्माभिः = महोपाध्याययशोविजयगणिवरैः विक्रमार्काष्टादशशतककालीनः । (= ઉપનિષદ શબ્દનો અર્થ) સંભવે છે. ગ્રન્થ પણ અવિદ્યાના નાશ માટે જ હોવાથી કાર્ય-કારણભાવના ઉપચારથી ગ્રન્થને પણ ઉપનિષદ્ કહી શકાય. આયુષ્યનું કારણ હોવાથી “ઘી આયુષ્ય છે' આવો વ્યવહાર થાય છે તેમ આ વાત સમજવી. ટૂંકમાં, મુખ્ય વૃત્તિથી ઉપનિષદ્ શબ્દ વિદ્યામાં પ્રવૃત્ત થાય છે અને ગૌણ વૃત્તિથી ઉપનિષદ્ શબ્દ ગ્રન્થમાં પ્રવૃત્ત થાય છે. <–પ્રસ્તુતમાં અધ્યાત્મવિષયક ગુપ્ત ચરમ રહસ્યાર્થ અભિધેય છે અને આ ગ્રંથ તેનો અભિધાયક છે. માટે અધ્યાત્મોપનિષદ્ એવું આ ગ્રંથનું નામ યથાર્થ = અર્થાનુસારી = ગાગનિષ્પન્ન છે. આનાથી પ્રસ્તુત ગ્રંથ અને તેના વિષયભૂત અધ્યાત્મના નિચોડ વચ્ચે અભિધેય - અભિધાયકભાવ રૂપ સંબધ = વાચ્ય-વાચકભાવ સંબંધ સૂચિત થાય છે. અથવા અધ્યાત્મઉપનિષદ્ તાવિક રીતે વિભાવન કરવા યોગ્ય છે અને આ ગ્રન્થ તેમાં સહાયક-સાધન હોવાથી તે બન્ને વચ્ચે વિભાવ્ય-વિભાવકભાવ સંબંધ પણ કહી શકાય. આ સંબંધ તર્કનુસારી શ્રોતાને અનુલક્ષીને સમજવો. શ્રદ્ધાનુસારી અધ્યતા પ્રત્યે તો ગુરૂપર્વ પરંપરારૂપ સંબંધ જાણવો. પ્રસ્તુત ગ્રંથનો અધિકારી તે વ્યકિત છે કે જે અધ્યાત્મના રહસ્યાર્થનો અર્થી હોય, તે મેળવવા સમર્થ હોય, તેમ જ આ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય એવી વિદ્વત્તા તેનામાં હોય. આવા અધિકારી શ્રોતાનું સાક્ષાત પ્રયોજન છે અધ્યાત્મના ગૂઢાર્થની ઉપલબ્ધિ = જાણકારી અને પ્રાપ્તિ. તથા શિષ્ય વગેરે ઉપર ઉપકાર કરવો તે ગ્રંથકારનું સાક્ષાત્ પ્રયોજન છે. ગ્રંથકાર અને શ્રોતા બન્નેનું પરંપરાએ પ્રયોજન પરમ પદની પ્રાપ્તિ = મુક્તિ છે. આ રીતે અભિધેય, સંબધ, અધિકારી અને પ્રયોજન સ્વરૂપ ચાર અનુબંધોનું સ્વરૂપ જાણવું. ગ્રંથના અર્થમાં શ્રોતાને જકડી રાખે તે અનુબંધ કહેવાય. આ વ્યાખ્યા મુજબ અભિધેય વગેરે ચારે ય અનુબંધ સ્વરૂપે સિદ્ધ થાય છે.
વીતરાગના પ્રભાવથી ગ્રંથ રચના ઝE આ ગ્રંથ વિશે પોતાના કર્તવભાવથી ઉત્પન્ન થનાર અહંકારને દૂર કરવા માટે “અમે રચીએ છીએ' એવો કર્તરિ પ્રયોગ કરવાને બદલે “અમારા વડે રચાય છે' એવો કર્મણિ પ્રયોગ ગ્રંથકારશ્રીએ કરેલ છે, જે તેઓમાં રહેલ નમ્રતાનું સૂચક છે. અધ્યાત્મના રહસ્યાર્થીને પચાવનારમાં અહંકાર ન હોય તે સ્વાભાવિક છે. “પોતાને વિશે અને ગુરૂને વિશે એકવચનનો પ્રયોગ ન કરવો'. આવા શિષ્ટ વચનને અનુસરીને ગ્રંથકારશ્રીએ પોતાનો બહુવચન ગર્ભિત નિર્દેશ કરેલો છે, નહિ કે અભિમાનથી. કર્મણિ પ્રયોગથી એ પણ ધ્વનિત થાય છે કે આ