________________
અધ્યાત્મોપનિષત્કકરણ ૧/૧
* व्यक्त्यपेक्षया पदस्य बलाधिकता विशेषणता-विशेष्यतोभयसमावेशकृतेऽवच्छेदकभेदयाश्चेति शङ्कनीयम्, प्रातिस्विकवीतरागव्यक्त्यपेक्षयाऽऽर्हन्त्यप्रतिपादकस्य वीतरागपदस्य नोआगमतः सर्वभाववीतरागानुगतस्य बलाधिकत्वात् शाश्वतिकत्वेन अभ्यर्हितत्वात्, त्रैकालिकसर्वव्यक्तिसङ्ग्राहकत्वाच्च; धर्मापेक्षया धर्मस्थानकस्येव, गुणापेक्षया गुणस्थानकस्येव वा । एतेन पापापेक्षया पापस्थानकस्य बलाधिकत्वमाविष्कृतम् ।
'अध्यात्मोपनिषन्नामा ग्रन्थोऽस्माभिः विधीयते' इत्यनेन स्वप्रतिज्ञाऽऽवेदिता । सा च विवक्षितविष - यबोधाऽर्थिनामभिमतविषयश्रवणं प्रत्यवधानफलिका । अध्येतुरनवधाने एतद्ग्रन्थोक्तपदार्थाद्यनवगमेन श्रोतुश्च साक्षात् प्रयोजनत्वेनाभिमताया अध्यात्मोपनिषदो लाभो न स्यात् । विचक्षणस्यापि श्रोतुः पदार्थाद्यवबोधे चित्तस्थैर्यस्यावश्यकता एतद्ग्रन्थोपदर्शिताध्यात्म-शास्त्रयोगशुद्धयादिपदार्थपरिणमने च चित्तशुद्धेरावश्यकतेति ધ્યેયમ્ | તેવું કરવાથી વીતરાગ એવા એક શબ્દને વિશેષાણવાચક અને વિશેષ્યવાચક માનવા માટે વિવક્ષાભેદની (અવચ્છેદકભેદની) કલ્પના કરવાની જરૂર રહેતી નથી.
ફક વ્યકિત કરતાં પદ મહાન ક સમાઘાન :- આવી દલીલ વાહિયાત છે, કારણ કે મહાવીર કે ઋષભદેવ વગેરે શબ્દ વ્યકિતના પ્રતિપાદક છે. જ્યારે વીતરાગ શબ્દ પ્રસ્તુતમાં અરિહંત પદનું પ્રતિપાદક છે કે જેનો અર્થ આગમની અપેક્ષાએ સર્વે ભાવ અરિહંતોમાં અનુગત છે. પ્રાતિસ્વિક અરિહંત વ્યક્તિની અપેક્ષાએ વીતરાગ પદ = અરિહંત પદ બળવાન છે, તેમ જ શાશ્વત હોવાથી વધારે પૂજ્ય છે, તથા ત્રણે ય કાળના સર્વ અરિહંત વ્યક્તિઓનું સંગ્રાહક છે. (અહીં પદનો અર્થ શબ્દ ન કરવો પરંતુ હોદો કરવો.) વૈયકિતક ધર્મની અપેતાએ ધર્મસ્થાનક બળવાન છે. વિવક્ષિત ગુણની અપેક્ષાએ ગુણસ્થાનક બળવાન છે. અરિહંત વ્યક્તિ શાશ્વત નથી પરંતુ અરિહંત પદ શાશ્વત છે. ધમ શાશ્વત નથી પરંતુ ધર્મસ્થાન શાશ્વત છે. (પંચ પરમેષ્ઠીના દરેક પદો શાશ્વત છે પણ તે પદ પર આરૂઢ થનાર એક નિયત વ્યક્તિ ત્યાં ત્રણેય કાળમાં હાજર હોતી નથી. માટે જ સિદ્ધચક્ર યંત્રની પૂજા કર્યા પછી પણ તીર્થકરની પૂજા થઈ શકે, કારણ કે સિદ્ધચક્રમાં સાધુ તરીકે કોઈ વ્યકિતની પૂજા નથી. પરંતુ સાધુ પદની પૂજા છે. માટે મહાવીર વગેરે વ્યક્તિ કરતાં અરિહંત વગેરે પદ મહાન છે-એવું સિદ્ધ થાય છે. તેથી મહાવીર વગેરેને વ્યક્તિગત નમસ્કાર કરવા કરતાં વીતરાગ પદને = અરિહંત પદને = આઈજ્યને નમસ્કાર કરવો ગ્રંથકારને ઈટ હોય તેવું લાગે છે.) આનાથી સૂચિત થાય છે કે પાપની અપેક્ષાએ પાપસ્થાનક બળવાન છે. સમકિતીના જીવનમાં પ્રવૃત્તિરૂપે પાપ હોય પણ પાપાનક ન હોય. પાપસ્થાનક એટલે જેનાથી નવા નવા બીનજરૂરી પાપો કરવાનું મન થાય, જે થતાં એવા પાપોમાં આનંદ-રૂચિ લાવે, ભૂતકાળમાં થયેલા પાપોની પ્રશંસા કરાવે, પાપના અનુબંધ પડાવે. ટૂંકમાં, પાપ એટલે કાંટો અને પાપસ્થાનક એટલે બાવળિયાનું ઝાડ.
ફe અધ્યાત્મ માટે સ્થિરતા અને શુદ્ધિ બન્ને આવશ્યક 88 અધ્યાત્મોપનિષદ્ નામનો ગ્રંથ અમારા વડે રચાય છે' આવું કહેવા દ્વારા ગ્રંથકારે પોતાની પ્રતિજ્ઞા જણાવેલ છે. પ્રતિજ્ઞાનું ફળ છે વિવેક્ષિત વિષયના બોધના અર્થી એવા શ્રોતાઓને વિવક્ષિત વિષયના શ્રવાણ પ્રત્યે એકાગ્ર ચિત્ત કરવા. ભણનાર જો સાવધાન ન હોય તો પ્રસ્તુત ગ્રંથમાં જણાવેલ પદાર્થનો બોધ ન થવાથી શ્રોતાને સાક્ષાત પ્રયોજન રૂપે અભિમત એવા અધ્યાત્મોપનિષદનો લાભ ન થાય. હોંશિયાર એવા પણ શ્રોતાને પદાર્થ, વાયાર્થ, મહાવાયાર્થ અને ઐદંપર્ધાર્થની જાણકારી માટે ચિત્તની સ્થિરતા જરૂરી છે. પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવેલ