________________
प्रास्ताविकम्
રોજના હજારો કાચના વાસણો તુટે છે. તેથી બધાને દુ:ખ થવું જોઈએ. પણ દુ:ખ ત્યારે જ થાય છે, જ્યારે પોતાના રસોડામાં કંઇક તુટે. કા૨ણ એટલું જ કે પોતાની વસ્તુ ૫૨ મમત્વ છે.
૧૮
પોતાના ખાલી પડયા ૨હેલા બંગલામાં આગ લાગતા નિવૃત્ત જીવન ગાળી રહેલા શેઠને મનમાં થશે 'હાય' ! પણ ત્યાં જ કો'ક કહે કે ‘શેઠ ! ચિંતા ન કરો, આ બંગલો તો તમારા દિકરાએ ફલાણાને વેચી દીધો છે.' તરત જ શેઠના મનમાં ટાઢક વળશે 'હાશ !' ત્યાં અચાનક દીક૨ા પાસેથી જાણવા મળે કે બંગલાને વેચવાની માત્ર વાત જ થયેલી. હજી બાનાખત લીધું નહોતું, તો ફરી પાછી ‘હાય’ની લ્હાય ! આ 'હાય' અને 'હાશ' ના બે અંતિમો વચ્ચે ઝોલા તે જ ખાતો રહે, જે મમત્વગ્રસ્ત છે. સમતાના સાધક એવા કો'ક નમ ૨ાર્જોર્ષ તો પોતાની મિથલાનગરી ભડકે બળવા છતાં કહેશે કે મિહિન્દ્રા કન્ઝ્યુમાળીપ 7 મે કાર્ ઝિંપળ મિથિલા બળે તેમાં મારૂં કાંઇ બળતું નથી.' જેને ઘ૨ ઉપ૨ મમત્વ છે તેવી વ્યક્ત દિવાલનો રંગ ઉખડી જતાં ય ઉગ્ર થશે અને સમતાના સાધક એવા કો'ક ખંધક મુનિ પોતાની જીવતા ખાલ ઉખેડવા આવેલા મારાઓને પણ કહી શકશે કે ‘કહો તિમ રહીયે ભાયા !' યોગશાસ્ત્રના ૪થા પ્રકાશના આંત૨ શ્લોકમાં કલિકાલ સર્વજ્ઞએ મમતાળુ અને સમતાળુ વચ્ચેની ભેદરેખા માર્મિક રીતે સમજાવી છે:
-
ध्यायन्ननित्यतां नित्यं, मृतं पुत्रं न शोचति । नित्यताऽऽग्रहमूढस्तु कुड्यभङ्गेऽपि रोदिति ||
આ ૨ીતે દુ:ખની જડ જો મમત્વમાં હોય તો સુખની જડ સમત્વમાં છે- એવું સીધું જ ફલિત થાય છે.
મોક્ષનગ૨ ત૨ફ ગંત ક૨ી ૨હેલા ૨થનું નામ છે 'સમતા'. જ્ઞાન અને ક્રિયારૂપી બે અશ્વો આ સ્થને જોડેલા છે. જ્ઞાન અને ક્રિયા દ્વા૨ા મમત્વનાશ થાય છે અને તે થકી સમતા પ્રગટે છે.
પ્રસ્તુત અધિકા૨ના બીજા શ્લોકમાં આવી જ કંઈક વાત કરી છે. પોતાના ગુણાભ્યાસમાં અત્યંત જાગ્રત હોય, પ૨કીય પ્રવૃત્તિમાં જે ગાંધીજીના ત્રણ વાંદરાનું અનુસ૨ણ ક૨તો હોય (અર્થાત્ બહેરો, અંધ અને મુંગો બની જતો હોય) અને સતત ચિદાનંદ પદમાં જેનો ઉપયોગ રમમાણ હોય તેવો સાધક લોકોત્ત૨ કોટિના સામ્યને પામે છે.
સમતાને આત્મસાત્ કરવા માટે જ તો સામયિક છે. સમતા વિનાની અને મમત્વને પ્રસરાવતી સામયિકને ગ્રન્થકારે માયિક (માયાવાળું) કહ્યું છે. વાસ્તવમાં આત્મગત