________________
* प्रास्ताविकम् 8
પાંચમો શ્લોક મને ખૂબ જ ખૂબ ગમ્યો. ટુંકા શબ્દોમાં શું મજાની વાત કરી છે ગ્રન્થકારે!
જ્ઞાન સાથે તાદામ્ય = મોક્ષ : ડ્રોય સાથે તાદામ્ય = સંસા૨. આગળ જતા ગ્રન્થકા૨શ્રી જ્ઞાન અને સુખના ભેદ, અભેદ અને ભેદભેદની વાત નય-નયાન્ત૨થી જણાવે છે.
પ્રસ્તુત અધિકા૨ના ૧૨મા શ્લોકમાં સુખ અને દુ:ખનું ટુંકું પણ ટંકશાળી લક્ષણ જણાવ્યું છે. જેટલી પ૨વશતા, પરાપેક્ષા તેટલું દુ:ખ, જેટલી આત્મવશતા, સ્વાધીનતા, તેટલું સુખ. પંચસૂત્રની “વિવવા માટે અને પયાની “સાવે ૩૩, નિરમો તરરૂ ની પંક્તિનું જ પ્રતિબિંબ (અપેક્ષા અનાનંદ = દુ:ખમાં ફલિત થાય છે. અપેક્ષાવાળો ડુબે છે, નિરપેક્ષ તરી જાય છે, પડે છે.) આખા અધિકા૨ની ઘણી પંક્તિઓ, ઘણા પદાથો સતત મનન ક૨વા જેવા છે.
સમગ્ર અંધકારમાં શુદ્ધાત્મ૨સ્વરૂપ, આલંબન-નિરાલંબન યોગ, આત્માની ચા૨ દશા, જ્ઞાનીની મહાનતા, નિર્લેપતા. વિષયો પ૨ ઉચ્ચ પ્રકાશ પથરાયો છે. આ અંધકા૨ના વાંચનથી આત્માના નૈયિક સ્વરૂપની ઓળખ થાય છે. શાસ્ત્રમાં બે જાતની પંકિતઓ જોવા મળે છે :
(૧) "હું પાપી છું, અધમ છું, વિષય-કષાયની ક્લિષ્ટ પરિણતિઓથી ગ્રસ્ત છું." (૨) "હું શુદ્ધ છું, બુદ્ધ છું, નિરંજન-નિરાકાર છું. વીતરાગતા મારું પોતીકું સ્વરૂપ
બન્ને ઓળખ સાચી છે. પહેલી વ્યવહા૨નયથી છે. બીજી નિશ્ચયનયથી.
# ક્રિયાયોગશુદ્ધિ અધિકાર # ક્રિયાને છોડી દઈને કેટલાક જ્ઞાનયોગમાં આગળ વધવાની વાતો કરતા હોય છે. પણ જ્ઞાનયોગમાં કયાંય ક્રિયાવિકલદશા હોઈ શકે નહીં. જ્ઞાન અને ક્રિયા ઉભયનો સમન્વય થવો જોઈએ. તે વાતનું આડકતરૂં સૂચન આ અંધકા૨ના પ્રથમ શ્લોકમાંથી જ મળે છે. જ્ઞાનયોગી પ્રારંભમાં જે તપ, નિયમ, સંયમ, ૨સ્વાધ્યાય, આવયકાદ સાધનોને ગ્રહણ કરે છે, તે બધા સાધનો આગળ જતા રિદ્ધિ જ્ઞાનયોગીના જાણે કે સ્વભાવથી લક્ષણ બની જાય છે.
અહીં પ્રશ્ન થાય કે ધર્મક્રિયા તો શરીર કરે છે અને શરીરની ક્રિયાથી શરીરને લાભ થાય : જેમ કે વ્યાયામ-કસૂરતથી શરીર પુષ્ટ બને પણ તેનાથી આત્માને લાભ કઈ રીતે થાય ? કારણ કે આત્માની ઉન્નતિ કે અવનતિ તો આત્માની પરિણતિને (એટલે ભાવને) જે આભારી છે. તો ક્રિયાની જરૂર શા માટે છે ? જરૂર એટલા માટે