________________
૩૫
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
છે કે— સૂર્યોદય પહેલા, મધ્યાહ્ન, સૂર્ય આથમતા અને અર્ધરાત્ર. આ ચારમાં સ્વાધ્યાય ન કરે, તથા નિશીથ સૂત્રમાં પાંચમાં ઉદ્દેશામાં પણ વસતિને આશ્રયી કહ્યું છે કે— જે પ્રાકૃતિકવાળી (= સ્વાધ્યાય સમયે જ વસતિનું છાણ વગેરેથી લેપન કરવામાં આવતું હોય તેવી) વસતિમાં પ્રવેશ કરે અને પ્રવેશ કરનારની અનુમોદના કરે... અહીં ભાષ્ય આ પ્રમાણે છે—
ગર્જના. ૬-યુપક=શુક્લપક્ષમાં બીજ, ત્રીજ અને ચોથ-એ ત્રણ દિવસ સુધી ચંદ્ર સંધ્યાગત હોવાથી સંધ્યા સ્પષ્ટ ન દેખાય તેને યુપક કહેવાય છે. આ ત્રણ દિવસ સંધ્યાની સમાપ્તિ ન સમજાય માટે કાળવેળાનો નિર્ણય ન કરી શકાય તેથી પ્રાદોષિકકાળ કે સૂત્રપોરિસી ન થાય. ૬-યક્ષાદીપ્ત=એક દિશામાં આંતરે આંતરે વિજળીના સરખો પ્રકાશ દેખાય તે. ઉપર્યુક્ત ગાન્ધર્વનગર વગેરે જ્યારે થાય, ત્યારે એક પ્રહર અને જ્યારે ગર્જિત થાય, ત્યારે બે પ્રહર સુધી અસ્વાધ્યાય થાય. ગાન્ધર્વનગર તો દેવકૃત જ હોય, શેષ દિગ્દાહ વગેરે દેવકૃત હોય કે સ્વાભાવિક પણ હોય. તેમાં જો તે સ્વાભાવિક હોય, તો અસ્વાધ્યાય નથી, તો પણ ‘દેવકૃત નથી-સ્વાભાવિક છે' એવો નિર્ણય કરવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હોવાથી સ્વાધ્યાય નહિ કરવો.
આ ઉપરાંત પણ ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ભ્રાત, ગુંજિત, ચતુઃસંધ્યા, મહાપડવા, મહામહ વગેરે ઉપદ્રવોને સદૈવ અસ્વાધ્યાય તરીકે કહેલા છે. તેમાં—
ચન્દ્રગ્રહણનો અસ્વાધ્યાય ઉત્કૃષ્ટ બાર અને જધન્ય આઠ પ્રહરનો છે. તે આ પ્રમાણે- ઉગતાં જ જો ચન્દ્રગ્રહણ થાય, તો તે રાત્રિના ચાર અને બીજા દિવસના ચાર મળી આઠ પ્રહર સુધી. જો પ્રાતઃ કાળે ગ્રહણ થાય અને ગ્રહણ સહિત આથમે, તો તે પછીનો દિવસ, રાત્રિ તથા બીજા દિવસની સાંજ સુધીના બાર પ્રહર સુધી. અથવા જો ઉત્પાતથી સમગ્ર રાત્રિ ગ્રહણ રહે અને સગ્રહણ આથમે, તો તે રાત્રિ અને બીજો દિવસ તથા રાત્રિ મળી બાર પ્રહર. અથવા વાદળથી જ્યારે ચન્દ્ર ન દેખાય, ત્યારે ગ્રહણ ક્યારે થયું, ક્યારે છૂટ્યું ? તે નહિ જાણવાથી તે સમગ્ર રાત્રિ, બીજો દિવસ અને બીજી રાત્રિ મળી બાર પ્રહર. જો ગ્રહણ સ્પષ્ટ દેખાય, તો જ્યારથી ગ્રહણ થાય, ત્યારથી બીજા દિવસનો ચન્દ્ર ઉગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણવો. આ સિદ્ધાન્તનો મત કહ્યો. બીજા આચાર્યોના મતે તો આચરણા એવી છે કે- જો રાત્રે ચન્દ્રગ્રહણ થાય અને રાત્રે મૂકાય, તો સવારે સૂર્યોદય થતાં સુધી અસ્વાધ્યાય. (જો ગ્રહણ સહિત આથમે, તો જ્યારથી ગ્રહણ થાય, ત્યારથી બીજા અહોરાત્ર સુધી અસ્વાધ્યાય જાણવો.) સૂર્યગ્રહણનો અસ્વાધ્યાય જઘન્યથી બાર (આઠ) અને ઉત્કૃષ્ટથી સોળ પ્રહર. તે આ પ્રમાણે છે-જો ગ્રહણ સહિત સૂર્ય આથમે, તો તે રાત્રિ અને બીજો અહોરાત્ર મળી બાર પ્રહર, જો ઉગતો સૂર્યગ્રહણ થાય અને ઉત્પાતને વશ આખો દિવસ ગ્રહણ રહે તથા ગ્રહણ સહિત આથમે, તો તે દિવસ, રાત્રિ અને બીજો અહોરાત્ર મળી સોળ પ્રહર. આચરણાથી તો અન્ય આચાર્યોના મતે જો સૂર્યગ્રહણ દિવસે થાય અને તે મૂકાયા પછી આથમે, તો દિવસે ગ્રહણ થાય ત્યારથી બીજા સૂર્યોદય સુધી અસ્વાધ્યાય પાળવો. નિતિવાદળસહિત કે વાદળરહિત આકાશમાં વ્યન્તરદેવે કરેલો મહા ગર્જનાતુલ્ય અવાજ થાય, તે તેનો અસ્વાધ્યાય આઠ પ્રહર સુધી પાળવો. ગુંજિત= ગર્જનાનો જ વિકાર થતાં ગુંજા૨વ કરતો મહાધ્વનિ (અવાજ) થાય તે, તેનો પણ અસ્વાધ્યાય આઠ પ્રહર સુધી પાળવો. ચાર મહાપડવા=અષાઢ, આસો, કાર્તિક અને ચૈત્ર માસની પૂર્ણિમા તથા પ્રતિપદા-એ ચાર લૌકિક મહા મહોત્સવના દિવસો છે. જો કે મહોત્સવ ચતુર્દશીના મધ્યાહ્નથી પૂર્ણિમા સુધી હોય છે, તો પણ પ્રતિપદાના દિવસે પણ ચાલુ રહેતો હોવાથી, એ મહોત્સવોમાં પ્રતિપદા સુધી ઘણી હિંસા થતી હોવાથી એ દિવસોમાં સ્વાધ્યાય નહિ કરવો, બીજી પ્રવૃત્તિ કરવાનો નિષેધ નથી. આ ઈન્દ્રમહોત્સવો જે દેશ-ગામ-નગરમાં જેટલાં દિવસો ચાલે, તેટલાં