________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિંદુસારનો પૌત્ર અને અશોકશ્રીનો આંધળો પુત્ર કાગણી માગે છે. આ પ્રમાણે ગાયું. તેથી ગૌરવપૂર્વક રાજાએ કહ્યું કે, તું કોણ છે ? તેણે કહ્યું: તમારી આરાધનામાં એકાગ્રચિત્તવાળો પ્રાણથી પણ પ્રેમપાત્ર એવી બે આંખો પણ જેને ગુમાવી છે એવો હું કુણાલ નામનો તમારો પુત્ર છું.
૯૧
ત્યાર પછી રોમાંચથી કંચુકિત શરીરવાળા, ખુશ થયેલા, રાજાઓમાં વિશિષ્ટ એવા રાજાએ સ્નેહપૂર્વક આલિંગન કરીને હું તારા ઉપર ખુશ થયો છું. એ પ્રમાણે કહ્યું. એટલે તેણે કહ્યું કે હું કાગણી માગું છું, બીજું કંઈ માગતો નથી. રાજાએ કહ્યું કે, હે વત્સ ! હે સ્વચ્છમતે! અતિશયતુચ્છ એવું આટલું કેમ માગ્યું ? ત્યારે મંત્રીઓએ કહ્યું કે, હે રાજન્ ! રાજપુત્રો કાગણી શબ્દથી રાજ્ય કહે છે. અર્થાત્ રાજ્યના અર્થમાં કાગણી શબ્દનો પ્રયોગ છે. ત્યાર પછી રાજાએ તેને કહ્યું કે, હે તાત ! હે બુદ્ધિના ભંડાર ! તારે રાજ્ય લક્ષ્મીથી શું કામ છે ? અથવા તો આંધળો હોવાના કારણે વિવિધ ઘણા વ્યવહારવાળા રાજ્યનો કેવી રીતે નિર્વાહ કરીશ ?. અથવા તો તું યોગ્ય કેવી રીતે છે ? કુમારે પણ કહ્યું છે કે, હે તાતપાદ ! આપની કૃપાથી આપનો પવિત્ર લક્ષણપાત્ર પૌત્ર થયો છે તે માટે હું રાજ્ય માગું છું. પણ મારા માટે રાજ્ય માગતો નથી. તેથી અતિશય આનંદિત થયેલા રાજાએ પોતાના પુત્રને પ્રેમપૂર્વક કહ્યું કે, આનંદનું સ્થાન, નિર્મળ આત્મા એવો પુત્ર ક્યારે થયો ? કુમારે કહ્યુંઃ સંપ્રતિ = હમણાં જ. તેથી પરમપ્રીતિની વૃદ્ધિથી વિવશ બનેલા રાજાએ સંપ્રતિ પુત્ર થયો એ પ્રમાણે વારંવાર ઘોષણા કરી. દશ દિવસ પછી મોટા મહોત્સવપૂર્વક તેને લવડાવીને ઘણા આનંદથી આક્રાંત થયેલા રાજાએ ‘સંપ્રતિ' એવું જ નામ સ્થાપન કરીને રાજ્ય ઉપર બેસાડ્યો. ત્રણ ખંડના માલિક, પરમ શ્રાવક સંપ્રતિ રાજાએ શ્રી સુહસ્તિસૂરિના આદેશથી શ્રી જિનશાસનના સામ્રાજ્યને સર્વપ્રકારે એક છત્રી કર્યું. આ પ્રમાણે વ્યંજન અધિક લખવામાં કથાનક પૂર્ણ થયું.
અર્થને અન્યથા કરવામાં વિશેષથી પૂર્વે કહેલા દોષો થાય છે. અહીં આ દૃષ્ટાંત છે
વસુરાજાની કથા
શુક્તિમતિ નામની નગરીમાં પરમ શ્રાવક એવા ક્ષીરકદંબક નામના ઉપાધ્યાય શ્રી મુનિસુવ્રત સ્વામીના વંશમાં ઉત્પન્ન થયેલા અભિચંદ્ર રાજાના સત્યવાદી તરીકે પ્રસિદ્ધ થયેલા વસુ નામના પુત્રને, પર્વતક નામના પોતાના પુત્રને અને નારદને ભણાવે છે. એક વખત પાઠથી થાકેલા તે ઉપાધ્યાય રાત્રીના સમયે મહેલની ઉપર અગાશીમાં સૂતા હતા ત્યારે આકાશમાં જતા એવા બે ચારણ શ્રમણો પરસ્પર આ પ્રમાણે બોલ્યાઃ આમાંથી એક સ્વર્ગગામી છે અને બે નરકગામી છે. તે સાંભળીને ઉપાધ્યાયે ખેદથી વિચાર્યું કે, ધિક્કાર છે કે હું ઉપાધ્યાય હોતે છતે બે શિષ્યો નરકે જશે. તેથી આ ત્રણમાંથી કોણ સ્વર્ગમાં જશે અને કોણ