________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૬૧ ખર્ચી નાખ્યું છે. હવે અર્ધો લાખ (=પચાસ હજાર) દ્રવ્ય આપ ગ્રહણ કરો એ પ્રમાણે શેઠે કહ્યું એટલે ગુરુએ તે દ્રવ્યથી જિનમંદિર આદિ કરાવ્યું. તેથી દ્વેષથી બ્રાહ્મણો મરવા પડેલી એક ગાયને જિનમંદિરના ગભારામાં લઈ ગયા અને તે ગાય ગભારામાં મરી ગઈ. ત્યારે મઠની અંદર આસન ઉપર રહેલા ગુરુએ પોતાના શરીરની રક્ષા કરવા માટે મુનિઓને ત્યાં મૂકીને કુંભકથી ધ્યાન ધરીને પરકાયપ્રવેશ કરવાની વિદ્યાથી તે ગાયના શરીરમાં પ્રવેશ કરીને તે ગાયનો બ્રાહ્મણોના મંદિરના ગભારામાં પ્રવેશ કરાવ્યો. (પછી તે ગાયના શરીરમાંથી નીકળી પોતાના શરીરમાં પ્રવેશ કર્યો એટલે ગાય ત્યાં મરી ગઈ, આ વાત જાણીને) બ્રાહ્મણો સૂરિના પગે પડ્યા. ત્યારે સૂરિએ કહ્યું કે, મારા ગચ્છમાં જે નવો આચાર્ય થાય તેને સોનાની જનોઈ આપીને શિવ મંદિરમાં બ્રાહ્મણોએ ઉત્સાહપૂર્વક તેનો અભિષેક કરવો. આ પ્રમાણેના સૂરિના વચનનો બ્રાહ્મણોએ સ્વીકાર કરે છતે સૂરિએ શિવ મંદિરમાંથી પણ તે ગાયને બહાર કાઢી. આયુષ્યના અંતે એક ખંડવાળું (=અખંડ) મારું કપાલ લઈને તે યોગી જિનશાસન ઉપર ઉપદ્રવ કરશે. આથી (જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે) નિર્જીવ એવું મારું કપાલ ભાંગી જ નાખવું. એ પ્રમાણે વિશ્વાસુને કહીને તે સૂરિ ભગવંત સ્વર્ગમાં સિધાવ્યા. વિશ્વાસુએ પણ તે પ્રમાણે કર્યું. અર્થાત્ કપાલને ભાંગી નાખ્યું. તે યોગી કપટથી શોક કરતો ત્યાં આવ્યો. અને કપાલને ભાંગેલું જોઇને હાથ ઘસીને કહ્યું કે, આ એક ખંડવાળું (=અખંડ) કપાલ વિક્રમાદિત્ય રાજાને અને મને વિદ્યાસિદ્ધિનું કારણ બનત પણ તે પ્રાપ્ત ન થયું. પછી તેણે આકાશમાર્ગથી મલય વગેરે સ્થાનમાંથી લાવેલા સુખડ, અગરુ વગેરે દ્રવ્યથી ગુરુના દેહને અગ્નિદાહ આપ્યો. આ પ્રમાણે શ્રી જીવદેવ સૂરિનો પ્રબંધ પૂર્ણ થયો.
કંટેશ્વરીને વશ કરનારા શ્રી હેમચંદ્રાચાર્યનું વિદ્યાવાનપણું પ્રસિદ્ધ છે.
સિદ્ધો– જેમણે પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી છે તે સિદ્ધો છે. અને તે વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, બુદ્ધિસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ આદિ ભેદોથી અનેક પ્રકારના છે. તેમાં જે સ્ત્રી દેવતાથી અધિષ્ઠિત હોય અથવા જેની સાધના કરવી પડતી હોય તે વિદ્યા કહેવાય છે. અને જે પુરુષ દેવતાથી અધિષ્ઠિત હોય અથવા જેની સાધના કરવી ન પડે તે મંત્ર કહેવાય. અહીં વિદ્યાસિદ્ધ અને મંત્રસિદ્ધ અલ્પ ભેટવાળા હોવાથી તેનો વિદ્યાવાનમાં સમાવેશ કરેલો છે. જેથી દર્શનસપ્તતિકામાં કહ્યું છે કે,
તેમાં થાંભલાને આકર્ષણ કરવું વગેરે મંત્ર સિદ્ધ છે. જેમ કે કોઈક નગરમાં સુરૂપવાળી સાધ્વીને રાજાએ ધારણ કરી. શ્રી સંઘે રાજાને ઘણો સમજાવ્યો છતાં પણ રાજાએ સાધ્વીજીને ન છોડી. તેથી મંત્રસિદ્ધ રાજાના આંગણામાં રહેલા થાંભલાઓને મંત્રીને આકાશમાં લીધા. અને તે થાંભલાઓ ખડખડ કરે છે તેની સાથે રાજાના મહેલના થાંભલાઓ પણ કંપવા