Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 282
________________ પાંચમો પ્રકાશ - વીર્યાચાર → વીર્ય એટલે સામર્થ્ય. તેને આચરવું=સર્વશક્તિથી સર્વધર્મકૃત્યમાં સામર્થ્યને છુપાવ્યા વિના પ્રવર્તવું તે વીર્યાચાર. શ્રી દશવૈકાલિકનિર્યુક્તિ વગેરેમાં કહ્યું છે કે– >> अणिगूहिअबलविरिओ, परक्कमइ जो जहुत्तमाउत्तो । નુંનફ ગ નહાથામ, નાયવ્યો વીરિયાયારો / ફ્ ॥ [શ‰ન૮૭ ] પોતાના બળ અને વીર્યને ગોપવ્યા વિના તીર્થંકરે જે પ્રમાણે કહ્યું છે તેમ સાવધાન થઇને જે પરાક્રમ કરે તે વીર્યાચાર જાણવો. વિશેષાર્થ જે ગ્રહણકાલે અનન્ય ચિત્તવાળો પોતાના બાહ્ય અને અત્યંતર સામર્થ્યને છૂપાવ્યા વિના યથોક્ત છત્રીસ પ્રકારના આચારને આશ્રયી પરાક્રમ કરે છે અને ત્યાર પછી પોતાના સામર્થ્ય પ્રમાણે યથોક્ત આચારમાં જ પોતાને જોડે છે તે આચાર અને આચારવાળાનો કચિત અભેદથી વીર્યાચાર જાણવો. અને તે વીર્યાચાર મન, વચન અને કાયાના વિષયના ભેદથી ત્રણ પ્રકારનો છે અને મન, વચન અને કાયાના સામર્થ્યને છૂપાવવા રૂપ તેના અતિચારો પણ ત્રણ જ પ્રતિક્રમણ કરાય છે. શ્રાવકના એકસોને ચોવીસ અતિચારોને સંકલન કરનારી ગાથામાં કહ્યું છે કે— पण संलेहण ५ पनरस, कम्मा १५ नाणाइ अट्ठ पत्तेअं २४ । बारस तव १२ विरिअतिगं ३, पण सम्म ५ वयाई ६० अइआरा १२४ ॥१॥ સંલેખનાના પાંચ, કર્માદાનના પંદ૨, જ્ઞાન-દર્શન-ચારિત્ર દરેકના આઠ આઠ, તપના બાર, વીર્યના ત્રણ, સમ્યક્ત્વના પાંચ (બાર વ્રત દરેકના પાંચ પાંચ એમ) વ્રતોના સાઇઠ. આમ એકસો ચોવીસ અતિચારો છે. આગમમાં તો પૂર્વે કહેલા જ્ઞાનાદિ (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ) ચાર આચારના છત્રીસ ભેદમાં સર્વશક્તિથી પ્રવર્તવારૂપ વીર્યાચાર પણ છત્રીસ ભેદવાળો કહ્યો છે અને ગ્રંથની શરૂઆતમાં પણ તે જ પ્રમાણે બતાવવામાં આવ્યો છે. કોઇકને માનસિક વીર્યાચાર હોય, કોઇકને વાચિક વીર્યાચાર હોય, કોઇકને કાયિક વીર્યાચાર હોય, વળી કોઈકને વાચિક-માનસિક વીર્યાચાર હોય, કોઈકને વાચિકકાયિક વીર્યાચાર હોય તો કોઇકને કાયિક-માનસિક વીર્યાચાર હોય તો વળી કોઇકને માનસિક-વાચિક-કાયિક વીર્યાચાર હોય. વળી આ વીર્યાચારના સાત ભેદો ધર્મકૃત્યને

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310