Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 281
________________ ૨૭૨ આચારપ્રદીપ કાયોત્સર્ગ કહેલો છે અને તેનું ફળ તો આ લોક અને પરલોકમાં પણ પ્રસિદ્ધ છે. તેમાં આ લોકમાં તત્કાલ ઇચ્છિતની સિદ્ધિ વગેરે ફળ છે. સંભળાય છે કે– વનવાસમાં સ્નાન માટે દિવ્ય સરોવરમાં ક્રમે કરી પ્રવેશેલા પાંચે ય પણ પાંડવોને તે સરોવરના અધિષ્ઠાયક દેવે ગુસ્સાથી પાણીની અંદર ખેંચીને પોતાના સ્થાનમાં બંદી કર્યા. તેની ખબર પ્રાપ્ત કરવા માટે કુંતી અને દ્રૌપદીએ આખી રાત્રી કાઉસ્સગ્ન કર્યો. સવારે તે સરોવરની ઉપરથી જતાં સૌધર્મેન્દ્ર પોતાનું વિમાન સ્કૂલના પામવાથી તેના સ્વરૂપને જાણીને તેઓને છોડાવવા વગેરે કાર્ય કર્યું. સુદર્શનશેઠને અભયારાણીએ કલંક આપે છતે તેની પત્ની મનોરમાએ કાયોત્સર્ગ કર્યો. ઉપવાસથી પોતાનો ભાઈ શ્રીયક મરે છતે પશ્ચાત્તાપથી યક્ષાસાધ્વીએ ભોજનનો ત્યાગ કર્યો. ત્યારે શ્રી સંઘે કાયોત્સર્ગ કર્યો. જિનકલ્પમાં રહેલા સાધુની આંખમાં પડેલા તુણને કાઢતી વખતે કપાળમાં તિલકનું પ્રતિબિંબ થવાથી કલંકની પ્રાપ્તિ થતાં સુભદ્રા વગેરે વડે કાયોત્સર્ગ કરાય છતે દેવતાના સાન્નિધ્યથી તે કાર્યની સિદ્ધિ, શાસનપ્રભાવના આદિ થયું. પરલોકમાં તો ઉગ્રપાપવાળા પણ દઢપ્રહારી, ચિલાતિપુત્ર વગેરેને તે જ ભવમાં સિદ્ધિ આદિ ફળની પ્રાપ્ત થઈ. આ પ્રમાણે છ પ્રકારનો અભ્યતર તપ પૂર્ણ થયો. અભ્યતર કર્મને તપાવતો હોવાથી અથવા તો અત્યંતર અને અંતર્મુખ એવા ભગવંતોથી જણાતો હોવાથી આ તપ અભ્યતર તપ છે એમ જાણવું. આ પ્રમાણે બાર પ્રકારના તપાચારમાં સારી રીતે પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે તપાગચ્છીય પૂ.આ.શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય પૂ.આ.શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિ વિરચિત આચારપ્રદીપમાં તપાચાર નામનો ચોથો પ્રકાશ પૂર્ણ થયો.

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310