Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 284
________________ પાંચમો પ્રકાશ - વીર્યાચાર ૨૭૫ • જો કે જે જ્યારે મોક્ષમાં જશે તે ત્યારે જ મોક્ષમાં જશે જ આવો એકાંત સ્વીકારવામાં આવે તો ગોશાળાના મતને માનવાનો પ્રસંગ આવે છે. જેને જે જ્યારે થવાનું છે તેને તે ત્યારે થાય જ છે આવા પ્રકારના નિયતિવાદને ગોશાળો માને છે અને તેમ માનવું તે તો સ્પષ્ટ જ મિથ્યાત્વ છે. કારણ કે જગતમાં કારણરૂપે રહેલા કાલ વગેરે કારણો જિનશાસનમાં પ્રત્યેક કારણરૂપે સ્વીકારાયા નથી. પંરતુ પાંચે પણ સમુદિત જ કારણ રૂપે સ્વીકારાયા છે. જેથી પરપરિકલ્પિત કુમત રૂપી ઘુવડના સમૂહને મૂંગા કરવામાં નિપુણ વચનના સમૂહરૂપ કિરણનો પ્રસર છે જેમનો એવા શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિએ કહ્યું છે કે, कालो १ सहाव २ निअई ३, पुव्वकयं ४ पुरिस ५ कारणेगंता । મિચ્છત્ત તે વેવ ૩, સમાસ સુંતિ સમ્મત્ત ૨ [સંમતિપ્રવ7-૨૦] કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (કર્મ) અને પુરુષાર્થ આ પાંચ કારણો એકલા (=અલગ અલગ) માનવામાં મિથ્યાત્વ છે. તે જ પાંચ કારણોને સમુદિત માનવામાં સમ્યક્ત્વ છે. આથી ભવસ્થિતિને નિયતાનિયત જ માનવી જોઈએ. અને આ પ્રમાણે માનવામાં દુર્બર વિરોધગ્રંથ રૂપી હાથીનો અવરોધ થતો નથી. કારણ કે, જેમ એક જ વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવતા આ ત્રણેય પણ વિરોધ વિના વર્તે છે તેમ એક પણ ભવસ્થિતિનું કથંચિત્ નિત્યત્વ અને કથંચિત્ અનિત્યત્વ છે જ. અહીં આ રહસ્ય છે– પુણ્ય આદિનો ઉપક્રમ કરવાથી જીવ પહેલા પણ મોક્ષ ઉપર આરૂઢ થાય છે અને શ્રી જિનાજ્ઞાનો લોપ કરવો આદિ મહાપાપથી અધિક પણ સંસારમાં ભિમે છે તેની અપેક્ષાએ ભવસ્થિતિ અનિયત છે. આ વાત આગમમાં નથી એમ ન કહેવું. કારણ કે મહાનિશીથ આદિમાં સંભળાય છે કે એક ભવ બાકી રહ્યો છે એવી ભવસ્થિતિવાળા સાવદ્યાચાર્ય વગેરેને પણ ઉત્સુત્ર ભાષણ આદિથી અધિકભવસ્થિતિ કરવી આદિ થયું. અને જે કોઈક પ્રતિનિયત જ સમયે મોક્ષમાં જવા યોગ્ય પુણ્ય કરવા સમર્થ છે પણ અન્ય સમયે મોક્ષમાં જવા યોગ્ય પુણ્ય કરવા સમર્થ નથી તેની અપેક્ષાએ 'તો ભવસ્થિતિ નિયત છે અને જે પૂછાયેલા કેવલજ્ઞાની નિયત ભવસ્થિતિને કહે છે તેની સાથે વ્યભિચારનો સંચાર ફોરવવા યોગ્ય નથી. કારણ કે કેવળજ્ઞાની કેવળજ્ઞાનના મહિમાથી આ આ પ્રમાણે પુણ્ય આદિનો ઉપક્રમ કરશે અને આ આ પ્રમાણે પુણ્ય આદિનો ઉપક્રમ નહીં કરે ઇત્યાદિ જીવના ઉપક્રમ આદિના સ્વરૂપને જાણીને જ બોલે છે. જાણ્યા વિના બોલતા નથી. વળી બીજું– ભવસ્થિતિને એકાંતે નિયત સ્વીકારવામાં આવે તો જીવોને તે તે દુષ્કર ધર્મકૃત્યને કરવાનું અને પ્રાણાતિપાત આદિ પાપ વ્યાપારનો ત્યાગ કરવાનું નિષ્ફળ

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310