________________
૨૭૮
આચારપ્રદીપ
જેનો રસ નાશ નથી પામતો.
આ પ્રમાણે વિચારીને વધતી શ્રદ્ધાવાળા, કાર્યને જાણનારા=અવસરને જાણનારા ધનદેવે તત્કાલ જ સાધુને નિમંત્રણ કરીને સઘળો ય સાથવો વહોરાવ્યો. ત્યાર પછી તે સર્વથા પશ્ચાત્તાપથી રહિત પ્રત્યેક સમયે તે દાનની અતિશય અનુમોદના કરતો મધ્યાહ્ન સમયે પાટલીપુત્ર નગરમાં શ્રેષ્ઠી જિનદત્તના ઘરે પહોંચ્યો અને તે રાત્રિએ જિનદત્ત શ્રેષ્ઠીને સ્વપ્રમાં ગોત્રદેવીએ આદેશ કર્યો છે કે જે તારા મિત્રનો પુત્ર ચંપા નગરીમાંથી આજે અહીં આવીને જિનમંદિરને ગિરવે મૂકીને તારી પાસે ધન માગશે, પરંતુ તારે કહેવું કે, જો તું મુનિદાનના પુણ્યને આપે તો હું તને કોટિ ધન પણ આપું. ત્યાર પછી શ્રેષ્ઠીએ ધનદેવને આદરપૂર્વક ભોજન કરાવીને પૂછ્યું. તેણે પણ પોતાનો આશય કહ્યો. તેથી શ્રેષ્ઠીએ કોટિ ધનથી મુનિદાનના પુણ્યને માગ્યું ત્યારે વિસ્મય પામેલા તેણે વિચાર્યું કે નક્કી જિનમંદિર કરતા પણ આ દાનનું પુણ્ય મોટું છે કે જેથી આ માગે છે. તેથી હું તે પુણ્ય નહીં આપું. કોટિધનથી પણ મારે શું પ્રયોજન છે? આ પ્રમાણે વિચારીને ધનદેવ ધન પ્રાપ્ત કર્યા વિના જ પાછો ફરીને પોતાના નગરની નજીકમાં આવ્યો. થાકેલો તે વૃક્ષની છાયામાં સૂતો. સ્વપ્રમાં વનદેવતાએ કહ્યું કે, અહીંથી જે ગ્રહણ કરીશ તે ઘણાં મૂલ્યવાળું થશે.
જાગેલા એવા તેણે વિચાર્યું કે આ સ્વપ્ર ચિંતાના કારણે આવેલું છે છતાં પણ કંઈક ગ્રહણ કરીને ઘરે જાઉં. જેથી પત્ની કંઈ પણ નહીં જોઈને જલદી અવૃતિને ન કરે. આ પ્રમાણે વિચારીને પાંચ કાંકરા ઉત્તરીયવસ્ત્રના છેડામાં ગ્રહણ કરીને ઘરે ગયો. પત્નીએ
સ્નાન કરાવ્યું. પછી થાકેલો તે શયામાં સૂઈ ગયો. ત્યાર પછી પત્નીએ વિચાર્યું કે આ કિંઈક લાવ્યો હોય તો કંઈક વિશેષ ભોજન સામગ્રીને કરું. ત્યાર પછી કપડાના છેડાને જોતી તેણીએ પોતાના તેજથી સૂર્યના તેજને ઝાખું કરનારા પાંચ રત્નો જોયા. આનંદિત થયેલી તેણીએ પોતાના પતિને જગાડ્યો અને રત્નના મૂલ્યને પૂછ્યું. વિસ્મય પામેલા તેણે સવા લાખ મૂલ્યવાળા પાંચે ય રત્નો જોયા. અને વિચાર્યું કે, નક્કી નિયાણું કર્યા વિના મુનિને આપેલા દાનથી ઉત્પન્ન થયેલા સુકૃત રૂપી કલ્પવૃક્ષનું આ સુંદર કુસુમ ઉદ્દગમ છે. તેનું ફળ તો સ્વર્ગ અને અપવર્ગ =મોક્ષ)ની પ્રાપ્તિ છે એમ વિદ્વાનોએ પ્રરૂપ્યું છે. ત્યાર પછી એક રત્નને વેંચીને અતિ સારી વિશેષ ભોજન આદિ ઘરની સમગ્ર સામગ્રી તૈયાર કરાવી. ત્યાર પછી ક્રમે કરી વિસ્તાર પામતી અમાપ સમૃદ્ધિવાળા તેણે ઘરે આવેલા સાધુ ભગવંતોને સ્વયં જ ઘી વગેરે વિશુદ્ધ આહારને વહોરાવવાનું કર્યું.
કોઈક વખતે ઇન્દ્ર તેની પ્રશંસા કરે છતે કોઇક દેવે તેની આ પ્રમાણે પરીક્ષા કરી,