Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 289
________________ ૨૮૦ આચારપ્રદીપ પ્રશ્ન– વર્ષમાં ત્રણસો છાંસઠ દિવસો કેવી રીતે આવે ? વર્ષમાં તો ત્રણસોને સાઇઠ દિવસનો જ વ્યવહાર છે. ઉત્તર- અધિકમાસના દિવસો ઉમેરવાથી ત્રણસો છાંસઠ દિવસો થાય છે. અધિક બે માસથી યુક્ત પાંચ વર્ષરૂપ યુગમાં “ સી ડિમાસી” એવું વચન હોવાથી ત્રીસ દિવસ રૂપ ઋતુમાસ એકસઠ થાય છે. તેથી એકસઠમા મહિનાના ત્રીસ દિવસનું વિભાજન કરીને પાંચ વર્ષમાં નાખવામાં આવે છે. તેથી એક વર્ષમાં ત્રણસો છાંસઠ દિવસ કહેલા છે તે સંગત જ છે. (૩૦ દિવસ રૂ૫ મહિનો. આવા બાર મહિનાનો વર્ષ ગણતા પાંચ વર્ષમાં ૬૦ મહિના થયા. એક મહિનો વધ્યો તેના પાંચ ભાગ કરતા એક ભાગમાં ૬ દિવસ થયા. તે ૧૨ મહિના (-૩૬૦ દિવસ)માં ઉમેરતા ૩૬૬ દિવસ થયા.) લૌકિક રીતથી પણ પાંચ વર્ષે અધિક બે માસ થવા છતાં પણ દર વર્ષે જ અહોરાત્ર (=દિવસરાત) ઓછા થવાથી એક મહિનાની હાનિ થવાથી એક જ મહિનો વધે છે. તેથી તે એક મહિનાના ત્રીસ દિવસના વિભાગ કરીને પાંચ વર્ષમાં નાખતાં વર્ષમાં ત્રણસોને છાસઠ દિવસ સંગત થાય છે એમ વૃદ્ધો કહે છે. અહીં તપરૂપ વીર્યાચારમાં બીજુ દષ્ટાંત આ પ્રમાણે છે વિશલ્યાનું દષ્ટાંત પુંડરીક નામની વિજયમાં ચક્રધ્વજપુરમાં ત્રિભુવનાનંદ ચક્રવર્તીની શીલ આદિ ગુણવાળી અનંગસુંદરી નામની પુત્રી હતી. સુપ્રતિષ્ઠપુરના રાજા પુનર્વસુ વિદ્યાધરે તેણીનું અપહરણ કર્યું. તેથી ચક્રવર્તીની આજ્ઞાથી વિદ્યાધરોએ જઇને યુદ્ધ કર્યું. તેમાં તેનું વિમાન ભાંગ્યું. તેથી મહા અટવીમાં પડેલી અનંગસુંદરી વિલાપ કરે છે, જેમ કે હા તાત ! પરાક્રમથી શત્રુને જીતી લીધા છે એવા આપ સકલ લોકનું પાલન કરો છો તો આ જંગલમાં પડેલી મારી દયા કેમ નથી કરતા? હા જનનિ! અતિભારી એવા પ્રકારના ઉદરના દુઃખને સહન કરીને ભયથી વિઠ્ઠલ થયેલી અને દુર્મનવાળી મને તું કેમ યાદ નથી કરતી? ઇત્યાદિ. ત્યાર પછી ભૂખ અને તરસથી પીડાયેલી પોતાના કર્મને નિંદતી તે કર્મના ક્ષય માટે અટ્ટમ, ચાર ઉપવાસ આદિ તપને કરતી પારણાના દિવસે ફક્ત અચિત્ત ફળ આદિને ખાય છે. આ પ્રમાણે ત્રણ હજાર વર્ષ સુધી દુસ્તપને કરીને દઢ વૈરાગ્યથી અંતે ચારે પ્રકારના આહારનું પચ્ચકખાણ કર્યું. ત્યાર પછી સો હાથની અંદર રહેવું એવો અભિગ્રહ કર્યો. છઠ્ઠા દિવસે મેરુ પર્વત ઉપરથી પાછા ફરતા વિદ્યાધરે તેણીને જોઈ અને ઓળખીને પોતાના ઘરે જવા માટે બોલાવાઈ. મારી ચિંતા કરવાથી શું? એ પ્રમાણે તેણીએ નિષેધ કર્યો. વિદ્યાધરે ચક્રવર્તીની આગળ તેનો વૃત્તાંત જણાવ્યો. ચક્રવર્તી તેની સાથે ત્યાં આવ્યો. અજગરથી પ્રસાતી પોતાની

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310