Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 288
________________ પાંચમો પ્રકાશ - વીર્યાચાર ૨૭૯ જેમ કે પર્વ દિવસે કરેલા ઉપવાસના પારણાના દિવસે ધનદેવ દેવ પૂજા કરીને જેટલામાં ભોજન કરવા માટે બેસે છે તેટલામાં ઘરે આવેલા સાધુ ભગવંતને જુએ છે. તેથી સ્વયં ઊભો થઈ વિધિપૂર્વક નિર્દોષ એષણીય આહાર વહોરાવીને સાધુ ભગવંતને વંદન કરીને જેટલામાં ભોજન કરવા માટે બેસે છે તેટલામાં ફરી કોઈક સાધુ ભગવંત આવ્યા. તેથી આનંદિત થયેલા તેણે તે જ પ્રમાણે આહાર વહોરાવ્યું. આ પ્રમાણે ક્રમે કરી સો સાધુ ભગવંત આવ્યા. ત્યાં સુધી વધતી શ્રદ્ધાથી સ્વયં જ સર્વે સાધુ ભગવંતને વિધિપૂર્વક વહોરાવ્યું. તેથી દિવસ પૂરો થવાથી તે દિવસે પણ તે ઉપવાસી રહ્યો. હવે રાત્રિએ પોતાને ધન્ય માનવાથી તે દાનની વારંવાર અનુમોદના કરતા ધનદેવને દેવે સાક્ષાત્ થઈને ઇન્દ્ર કરેલી પ્રશંસા વગેરે જણાવીને સર્વ ઈષ્ટ કાર્યને સાધનારા, સર્વ ઉપદ્રવને વારનારા ચિંતામણિ નામના મણિને આપીને તે દેવ પોતાના સ્થાને ગયો. ત્યાર પછી ધનદેવ પોતાના નિયમનું પાલન કરીને અશ્રુત દેવલોકમાં દેવપણાનો અનુભવ કરીને પૂર્વ વિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તીપણું પામીને ચારિત્ર ગ્રહણ કરીને સિદ્ધિને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે દાનમાં ધનદેવનું દષ્ટાંત પૂર્ણ થયું. શીલનું પાલન કરવા રૂપ વીર્યાચારમાં અભયારાણીએ કરેલા વિવિધ ઉપસર્ગોમાં પણ અલ્પ પણ ક્ષોભ નહીં પામેલા શ્રેષ્ઠી સુદર્શનનું દૃષ્ટાંત છે. તપ રૂપ વર્માચારમાં બે દષ્ટાંતો છે. પહેલું દાંત આ પ્રમાણે છે નંદનઋષિનું દષ્ટાંત "શ્રી વીર ભગવંતનો જીવ પચીસમા ભવમાં છત્રાપ્રાપુરીમાં પચીસ લાખ વર્ષ આયુષ્યવાળો નંદન રાજા હતો. ચોવીસ લાખ વર્ષ પસાર થયા પછી પોટ્ટિલાચાર્યની પાસે તપસ્યા ( ચારિત્ર)નો સ્વીકાર કરીને માવજીવ સુધી માસક્ષમણ કરવું એવો અભિગ્રહ કર્યો. એક લાખ વર્ષમાં માસક્ષમણની સંખ્યા આ પ્રમાણે થઈ– इक्कारसलक्खाइं, असीइसहस्सा य छ सय पणयाला । मासक्खमणा नंदण-भवम्मि वीरस्स पंचदिणा ॥१॥ વીર ભગવંતના નંદનઋષિના ભવમાં અગિયાર લાખ એંસી હજાર છસો પિસ્તાલીસ માસક્ષમણ થયા અને ઉપર પાંચ દિવસ વધ્યા. એક લાખને ત્રણસોને છાસઠથી ગુણતા ત્રણ ક્રોડ અને છાંસઠ લાખ દિવસો થયા. તેને પારણા સહિત તપના દિવસોથી (માસક્ષમણના ૩૦ + ૧ પારણાનો) = એકત્રીસથી ભાંગતા યથોક્ત સંખ્યા મળી રહે છે.

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310