Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 290
________________ પાંચમો પ્રકાશ – વીર્યાચાર પુત્રીને જોઇને વૈરાગ્ય પામેલા ચક્રવર્તીએ બત્રીસ હજાર પુત્રોની સાથે દીક્ષા લીધી. અનંગસુંદરી મંત્રને જાણતી હોવા છતાં પણ દયાના કારણે અજગરને દૂર ન કર્યો. ત્યાર પછી ધર્મધ્યાનથી મરીને દેવલોકમાં દેવીપણું પ્રાપ્ત કરીને ત્યાંથી ચ્યવેલી દ્રોણમેઘ રાજાની પ્રિયંકરા નામની પત્નીને વિશે વિશલ્યા નામની પુત્રી થઇ. પુનર્વસુ વિદ્યાધર દીક્ષા લઇ તપથી નિયાણું કરી દેવ થઇને લક્ષ્મણ નામનો દશરથનો પુત્ર થયો. વિશલ્યા તો પૂર્વભવમાં કરેલા તપના મહિમાથી ગર્ભમાં રહેલી જ મહારોગથી દુ:ખી થયેલી પોતાની માતાના મહારોગને હરનારી થઇ. તેના સ્નાનના પાણીથી પણ ઘણા લોકો વ્રણસંરોહણ, શલ્ય અપહાર, વ્યાધિક્ષય આદિ પામ્યા અને સ્થાને સ્થાને અશિવની ઉપશાંતિ થઇ. તેણીના હાથના સ્પર્શથી રાવણે મૂકેલી, ધરણેન્દ્રે આપેલી અમોઘ વિજયા નામની શક્તિ તપના તેજને સહન નહીં કરતી લક્ષ્મણના હૃદયમાંથી નીકળી ગઇ. ત્યાર પછી લક્ષ્મણ તેણીને પરણ્યો. આ પ્રમાણે તપમાં વિશલ્યાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. ભાવના રૂપ વીર્યાચારમાં સ્કંદકાચાર્યના પાંચસો શિષ્ય વગેરે દૃષ્ટાંતો સ્પષ્ટ છે. પ્રતિક્રમણરૂપ વીર્યાચારમાં કથા આ પ્રમાણે છે— સજ્જનની કથા ૨૮૧ શ્રી અણહિલ્લપાટણમાં સઘળાય રાજાઓને જેણે સેવક કર્યા છે એવો ભીમદેવ નામનો રાજા રાજ્ય કરે છે. ત્યાં ચતુરતા આદિ ઘણાં ગુણોની જાણે કુળદેવી ન હોય એવી, અસાધારણ રૂપનું પાત્ર એવી બકુલદેવી નામની વેશ્યા રહે છે. કુલવથી પણ ચડિયાતી તેની મર્યાદા સાંભળીને તેના હૃદયની પરીક્ષા કરવા માટે રાજાએ પોતાના અનુચરો દ્વારા સવાલાખ મૂલ્યવાળી તલવાર ગ્રહણકમાં (=એટલે કે હવે મારે બીજા કોઇને ન સ્વીકારવો એ રીતે બહાનામાં) તેણીને અપાવી. અને રાજા સ્વયં ઉત્સુકતાથી તે જ રાત્રિમાં બહારના આવાસમાં માલવ રાજાના વિજયયાત્રા માટે પ્રસ્થાન કર્યું. અર્થાત્ માલવરાજાને જીતવા માટે પ્રસ્થાન કર્યું. ત્યાર પછી રાજાએ બે વર્ષ સુધી માલવદેશમાં લડાઇ કરતો રહ્યો. રાજાએ આપેલા બહાનાના કારણે સઘળાય પુરુષોની આસક્તિનો જેણીએ ત્યાગ કર્યો છે એવી નિર્મલશીલની લીલાનું જ પાલન કરતી બકુલદેવીએ તે બે વર્ષ પસાર કર્યા. ત્યાર પછી ત્રીજા વર્ષે પાટણ આવેલા લોકોની પરંપરાથી અતિશય વિસ્મય પમાડે તેવા તેણીના પવિત્ર ચરિત્રને સારી રીતે સાંભળીને તેના ગુણથી રંજિત થયું છે મન જેનું એવા રાજાએ બકુલદેવીને પોતાના અંતઃપુરમાં સ્થાપન કરી. બકુલદેવી રાજ્યની સઘળી ય ચિંતા કરે છે. ત્યાં શ્રી જિનધર્મના મર્મને જાણનારો, શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિવિહારનો ઉદ્ધાર 18

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310