Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 291
________________ ૨૮૨ આચારપ્રદીપ કરાવનારો શ્રીશ્રીમાલજ્ઞાતિનો સજ્જન નામનો દંડનાયક છે. અને તે ઘણા કામમાં વ્યગ્ર હોવા છતાં પણ ક્યારે પણ દેવની પૂજા કર્યા વિના ભોજન કરતો નથી અને બે વખત પ્રતિક્રમણ કરવાના નિયમનો ભંગ કરતો નથી. કોઈક વખત મ્લેચ્છના સૈન્ય ચડાઈ કરે છતે બકુલદેવીએ દંડનાયક સજ્જનની સાથે અઢાર હાથી, ચોવીસ હજાર ઘોડા, બત્રીસ હજાર પદાતિ આટલું સૈન્ય ગ્રહણ કરીને બ્લેચ્છ સન્મુખ પ્રસ્થાન કર્યું. બનાસ નદીના કિનારે વૈરીનું સૈન્ય નજીક આવે છતે સવારે યુદ્ધનો નિર્ણય થયે છતે શસ્ત્રની દેખભાળ રાખવામાં દેવીએ મહાઉત્સાહવાળા વીરોને બખરો અર્પણ કર્યા. અઢાર હાથીને કવચ ધારણ કરાવ્યા. ઘોડાઓને કવચ ધારણ કરાવ્યા અને આ બાજુ દેવીએ સજજનનો સેનાપતિપદે અભિષેક કર્યો. રાત્રિના છેલ્લા પહોરમાં હાથી ઉપર આરૂઢ થયેલા, ચારે દિશામાં તૈયાર થયેલા વીરપુરુષોથી વિંટળાયેલા સજજને વિચાર્યું કે, વ્યાકૂળતાના કારણે મારી સવારની પ્રતિક્રમણની વેલા ક્યાંક પસાર ન થઈ જાય. કારણ કે, आयुषः क्षण एकोऽपि, रत्नकोट्या न लभ्यते । સ રાતે ઉત્ત, પ્રમાદ્દિવાસી : ? | ૨ | આયુષ્યની એક પણ ક્ષણ કોટિરનથી પણ મેળવી શકાતી નથી. તો પછી માણસો પ્રમાદરૂપ રજથી તે ક્ષણ શા માટે હારી જાય છે? તેથી હાથીના સ્કંધ ઉપર સ્થાપનાચાર્યને મૂકીને (=સ્થાપીને) તેણે વિધિપૂર્વક પ્રતિક્રમણ કર્યું. સામાયિક પારે છતે સ્થાપનાચાર્યનું ઉત્થાપન કરીને પોતાને દંશ જેટલા ઘા લાગ્યા હોવા છતાં પણ સજ્જન દંડનાયકે સ્વયં પ્લેચ્છ સૈન્યને ત્રાસ પમાડ્યો. ત્યાર પછી બકુલરાણી સ્વયં આવીને દુકુલના ટુકડાથી સર્વ અંગનું પ્રમાર્જન કરીને સર્જન દંડનાયકને ગુપ્ત ભોંયરામાં લઇ ગઇ. પડખે ઊભેલાઓએ કહ્યું: હે દેવિ ! દંડનાયકની કોઈ પણ અપૂર્વ વાર્તા છે કે જેણે પાછલી રાત્રીએ “ઈન્ડિયા....” ઇત્યાદિ કહ્યું. અને સવારે તો કોઈ પણ ન કરી શકે તેવું યુદ્ધ કર્યું. દેવીએ પૂછયું હે દંડનાયક ! આ શું છે ? તેણે કહ્યું: હે દેવિ ! રાત્રિએ મેં મારું કાર્ય કર્યું અને સવારે તો રાજાનું કાર્ય કર્યું. આ પ્રમાણે પ્લેચ્છોને જીતીને દેવી ઉત્સવપૂર્વક પાટણમાં આવી. સજ્જન સાજો થયો. શ્રી ભીમદેવ રાજાએ મહામહેરબાનીના દાનથી સજ્જનનું સન્માન કર્યું. આ પ્રમાણે સામાયિક, પૌષધ, પ્રતિલેખના, સ્વાધ્યાય, જીવદયા આદિને આશ્રયીને યથાયોગ્ય દષ્ટાંતો જાણવા.

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310