Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 286
________________ ૨૭૭ પાંચમો પ્રકાશ - વીર્યાચાર બીજાના મંદિરમાં (બીજાના ઘરે) કેવી રીતે સ્થિરતા કરશે ? वार्द्धमाधवयोः सौधे, प्रीतिप्रेमाङ्कधारिणोः । या न स्थिता किमन्येषां, स्थास्यति व्ययकारिणाम् ? ॥२॥ લક્ષ્મીનો પિતા સમુદ્ર લક્ષ્મીને પ્રીતિથી પોતાના ખોળામાં ધારણ કરે છે અને લક્ષ્મીનો પતિ વિષ્ણુ લક્ષ્મીને પ્રેમથી પોતાના ખોળામાં ધારણ કરે છે. આવા પિતાપતિના ઘરમાં પણ જે સ્થિર ન થઈ તો વ્યય કરનારા એવા બીજાના ઘરમાં શું તે સ્થિરતા કરશે ? તેથી લજજાના કારણે ત્યાં રહેવા માટે અસમર્થ ધનદેવ ચંપાનગરીમાં જઇને કંઈક વેપાર કરે છે, પરંતુ ક્યાંય પણ જરા જેટલા ફળને મેળવતો નથી. તેથી અતિ ઉવિગ્ન થયેલા, ધનાર્જનની ચિંતામાં ડૂબેલા તેણે પત્નીને પૂછ્યું કે, ઘરમાં કંઈ ભાથુ છે? તેણીએ કહ્યું. થોડો સાથવો છે. તેણે વિચાર્યું આટલા ભાથાથી પાટલીપુત્ર નગરમાં જઈને પિતાએ કરાવેલા એક જિનમંદિરને પિતાના મિત્ર શ્રેષ્ઠી જિનદત્તની પાસે ગિરવે મૂકીને દીનાર આદિ ગ્રહણ કર્યું અને ધનાર્જન કર્યું. આ પ્રમાણે વિચારીને ધનદેવ સાથવાને પોતાના વસ્ત્રના છેડે બાંધીને પાટલીપુત્ર નગર તરફ ચાલ્યો. પ્રથમ દિવસે આવતી કાલે આ સાથવાનું ભોજન કરીને નગરમાં પ્રવેશ કરીશ એ પ્રમાણે વિચારીને ઉપવાસ કરીને જ રહ્યો. બીજા દિવસે પત્રપુટમાં સાથવાને ભીનું કરી જેટલામાં ખાવાની શરૂઆત કરે છે તેટલામાં તેના ભાગ્યથી આકર્ષાયેલા કોઈક વિકૃષ્ટ તપસ્વી માસક્ષમણના પારણાના દિવસે તે જ પ્રદેશમાં આવ્યા. તેથી ધનદેવે વિચાર્યું કે નિષ્પષ્ય એવા પણ મારો પૂર્વનો કરેલો કોઈ પણ આ અપૂર્વ પુણ્યપ્રયોગ છે કે જેથી આ નિકુંજમાં પણ મૂર્તિમાન તપઃ તેજના પુંજ એવા આ શ્રેષ્ઠ મુનિનો યોગ થયો. તેથી આ તપસ્વીને આ ભાથુ આપું અને સુપાત્રદાનના નિસ્તુલ ફળને ગ્રહણ કરું. કારણ કે, प्रदत्तस्य प्रभुक्तस्य, दृश्यते महदन्तरम् । दत्तं श्रेयांसि संसूते, विष्ठा भवति भक्षितम् ॥१॥ આપેલાનું અને ખાધેલાનું મોટું અંતર દેખાય છે. આપેલું કલ્યાણોને જન્મ આપે છે અર્થાત્ કલ્યાણો કરે છે. જ્યારે ખાધેલું વિઝા થાય છે. एष एवामृताहारो, यः सत्पात्रे नियोज्यते । रसो न हीयते यस्य, कल्पकोटिशतैरपि ॥ २ ॥ - જે સત્પાત્રમાં આપવામાં આવે એ જ અમૃત આહાર છે. અબજો કલ્પ સુધી પણ

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310