Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 285
________________ ૨૭૬ આચારપ્રદીપ જ થશે અને આ તો લોકમાં પ્રસિદ્ધ પણ નથી અને શાસ્ત્રસિદ્ધ પણ નથી. તેથી સિદ્ધ થયું કે ભવ્ય જીવોની ભવસ્થિતિ નિયતાનિયત છે અને ભવસ્થિતિ નિયતાનિયત છે એમ સિદ્ધ થતાં સર્વત્ર ધર્મ અનુષ્ઠાનોમાં પોતાની શક્તિને નહીં છૂપાવવા રૂ૫ વર્યાચારની સફળતા સિદ્ધ થઈ. આગમમાં કહ્યું છે કેतित्थयरो चउनाणी, सुरमहिओ सिज्यिव्वयधुवम्मि । મામૂહિવનવિરિત્રો, સવ્વસ્થામાં જમરૂં શા [કાવારીકુ નિ–૧૭૮] તીર્થકર ચાર જ્ઞાનના ધણી છે, દેવથી પૂજાયેલા છે, તે જ ભવમાં અવશ્ય સિદ્ધ થવાના છે છતાં પણ પોતાના શારીરિક અને માનસિક વીર્યને છૂપાવ્યા વિના સર્વસામર્થ્યથી ઉદ્યમ કરે છે. इअ जइ ते विहु नित्थिण्णपायसंसारसायरावि जिणा । મુળાનંતિ તો સેસથા વો રૂથ વામોટો ? છે. જેઓ સંસારસાગરથી પ્રાયઃ નિસ્તીર્ણ થયા છે એ જિનેશ્વરો પણ જો આ પ્રમાણે ઉદ્યમ કરે છે તો બાકીના જીવોને વળી અહીં વ્યામોહ શું ? અર્થાત્ બાકીના જીવોએ વ્યામોહ ન કરવો જોઈએ પણ ઉદ્યમ કરવો જોઈએ. વીર્યાચારમાં દાંત પ્રાયઃ સ્પષ્ટ જ છે. છતાં પણ દિગ્માત્ર બતાવાય છે. તેમાં દાનને આશ્રયી વર્માચારમાં આ પ્રમાણે દૃષ્ટાંત છે - ધનદેવું દાંતા પાટલીપુત્ર નગરમાં શ્રી જિનધર્મમાં અનુરાગી મનવાળા સાગરદત્ત શ્રેષ્ઠીએ ન્યાયથી પ્રાપ્ત કરેલા પોતાના ધનથી સમ્યગૃષ્ટિઓના ચિત્તને અને નેત્રને ઘણી શીતળતા (શાંતિ) આપી છે એવા ઘણા જિનમંદિરો કરાવ્યા. તેનો ધનદેવ નામનો પુત્ર છે. ધનદેવના પિતા મરણ પામે છતે રજત, સુવર્ણ અને રત્ન આદિ તે તે વસ્તુઓથી ભરેલા પાંચસો વહાણો સમુદ્રમાં ડૂબવાથી અને બાકીનું પણ બધું ધન વિકટ ધાડ પડવી, ચોરો વડે લૂંટી લેવું, અગ્નિમાં બળી જવું આદિ ઉપદ્રવો થવાથી નાશ પામવાથી દિવસના અંતે સૂર્યની જેમ તે કેટલાક દિવસોમાં નિધન થયો. કારણ કે, इन्दिरा मन्दिरेऽन्यस्य कथं स्थैर्य विधास्यति ? या स्वसद्मनि पद्येऽपि, सन्ध्यावधि विजृम्भते ॥ १ ॥ જે લક્ષ્મી પોતાનું ઘર એવાં કમલમાં પણ સભ્યા સુધી જ વિલાસ કરે છે તે લક્ષ્મી ૧. દૃષ્ટ એટલે સર્વલોકમાં પ્રસિદ્ધ. ઈષ્ટ એટલે શાસ્ત્રસિદ્ધ.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310