Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 283
________________ આચારપ્રદીપ આશ્રયી કેટલાકોને ક૨વામાં હોય, કેટલાકોને કરાવવામાં હોય, કેટલાકોને અનુમોદનામાં હોય અને કેટલાકોને સાન્નિધ્ય આપવામાં હોય. આ પ્રમાણે એક સંયોગી ચાર ભેદો થયા. આ પ્રમાણે કરણ-ક૨ાવણ આદિ દ્વિસંયોગી છ ભેદો, ત્રિસંયોગી ચાર ભેદો અને ચાર સંયોગી એક ભેદ થાય છે. આ પંદરે પણ ભેદો પૂર્વે કહેલા સાત ભેદોથી ગુણતા એકસોને પાંચ થાય છે. અને આ એકસો પાંચ ભેદો કેટલાકને દાનને આશ્રયી હોય છે, કેટલાકને શીલને આશ્રયી હોય છે, કેટલાકને બાર પ્રકારના તપને આશ્રયી, જીવદયાને આશ્રયી, સત્યવાદને આશ્રયી, અદત્તના ત્યાગને આશ્રયી, નિઃસંગતાને આશ્રયી, નિસ્પૃહાને આશ્રયી, કષાયજયને આશ્રયી, ઇન્દ્રિયજયને આશ્રયી, ચિત્તજયને આશ્રયી, પાંચ સમિતિને આશ્રયી, ત્રણ ગુપ્તિને આશ્રયી, સામાયિકને આશ્રયી, પૌષધને આશ્રયી, વંદનને આશ્રયી, પ્રતિક્રમણને આશ્રયી, પડિલેહણને આશ્રયી, પઠનને આશ્રયી, ગુણનને આશ્રયી, વાંચનને આશ્રયી, પૃચ્છનને આશ્રયી, સૂત્રાર્થના ચિંતનને આશ્રયી, સૂત્રાર્થના શ્રવણને આશ્રયી, અનિત્ય આદિ બાર ભાવનાઓને આશ્રયી, પ્રભાવનાને આશ્રયી, તીર્થયાત્રાને આશ્રયી, તીર્થસેવાને આશ્રયી, ચૈત્ય આદિ કાર્યને આશ્રયી, દેવને આશ્રયી, ગુરુને આશ્રયી, સાધર્મિક ભક્તિને આશ્રયી હોય, પુણ્યના ઉપદેશ આદિને પણ આશ્રયી હોય છે એમ જાણવું અને કેટલાકને દાન-શીલ આદિ બે સંયોગી, ત્રણ સંયોગી, ચાર સંયોગી આદિ ભાંગાને પણ આશ્રયી હોય છે. અને આ પ્રમાણે વીર્યાચારના ભેદો વિદ્વાનો વડે પણ જણાવવા દુઃશક્ય છે. ૨૭૪ ૫રમાર્થ તો આ પ્રમાણે છે– જેનું જ્યાં દાન આદિ ધર્મકૃત્યમાં સામર્થ્ય છે તેણે સર્વશક્તિથી ત્યાં પ્રયત્ન કરવો જોઇએ. આ પ્રમાણે વીર્યાચાર સાચો કરાયેલો થાય છે. પ્રશ્ન– બકરીના ગળાના સ્તન જેવા સારી રીતે પ્રયોજાયેલા એવા પણ આ વીર્યાચારથી શું પ્રયોજન છે ? કારણ કે ભવ્યજીવોની ભવસ્થિતિ નિયત છે તેથી જ્યારે જે મોક્ષમાં જવાનો હશે ત્યારે તે વીર્યાચારના પ્રયોગ વિના પણ મોક્ષમાં જશે જ. ઉત્તર– તે જે ભવસ્થિતિનું નિયતપણું કારણ રૂપે જણાવ્યું તે બરાબર નથી. કારણ કે તે હેતુ અસિદ્ધ હેતુથી યુક્ત છે. કારણ કે ભવ્ય જીવોની ભવસ્થિતિ એકાંતે નિયત નથી, એકાંતે અનિયત પણ નથી, પરંતુ નિયતાનિયત છે. પ્રશ્ન- એ કેવી રીતે ? ઉત્તર- પુણ્ય-પાપ આદિ સામગ્રીથી ભવસ્થિતિ ઘટે છે અને વધે છે, અર્થાત્ પુણ્યસામગ્રીથી ભવસ્થિતિ ઘટે છે અને પાપસામગ્રીથી ભવસ્થિતિ વધે છે તેથી ભવસ્થિતિ અનિયત છે. અને જે જ્યારે મોક્ષમાં જનારો છે તે ત્યારે મોક્ષમાં જશે આ પ્રમાણેની ભવસ્થિતિ નિયત પણ છે.

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310