Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 275
________________ આચારપ્રદીપ પણ મુખથી પરાવર્તન થઇ શકે છે. જ્યારે સ્મૃતિ તો મનની સાવધાનીમાં=મનની એકાગ્રતામાં જ થઇ શકે છે. મંત્રની આરાધના આદિમાં સ્મૃતિથી જ વિશેષ સિદ્ધિ થાય છે. જેથી કહ્યું છે કે— ૨૬૬ संकुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । મૌનનાન્માનસ: શ્રેષ્ઠો, નાપઃ શ્વાથ્યઃ પર: વઃ ॥ ૧ ॥ લોકોથી સંકુલ જગ્યા કરતા એકાંતમાં જાપ કરવો સારો. સશબ્દ જાપ કરતા મૌન જાપ કરવો સારો. મૌન જાપ કરતા માનસિક જાપ કરવો શ્રેષ્ઠ છે. પછી પછીનો જાપ પ્રશંસનીય છે. સંલેખના, અનશન આંદિથી જેમનું શરીર ક્ષીણ થઇ ગયું છે અને એથી પરાવર્તન . આદિમાં અસમર્થ એવાઓને પણ પ્રતિક્રમણ આદિ નિત્ય કરવા યોગ્ય અનુષ્ઠાનો અનુપ્રેક્ષાથી જ થાય છે. તેથી જ(=અનુપ્રેક્ષાથી જ) તેઓને ઘાતિકર્મોનો ક્ષય થવાથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને ત્યાર પછી સિદ્ધિ થાય છે. જે પ્રમાણે બે મહિનાનું અનશન કરનારા પાંડવ વગેરે મહાઋષિઓને શુક્લધ્યાનના બીજા ભેદમાં પણ ક્ષીણમોહગુણસ્થાનકની અંતિમ ક્ષણ સુધી પૂર્વગતશ્રુતનું આલંબન હતું એમ આગમમાં કહ્યું છે, તેથી અનુપ્રેક્ષા શુક્લધ્યાનના બીજાં ભેદ સુધી પણ સંભવે છે. અને ત્યાર પછી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ધર્મકથાથી કૃષ્ણ, શ્રેણિક વગેરેને સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિ થઇ. અને મેઘકુમાર, થાવચ્ચાપુત્ર આદિને ધર્મકથાથી ચારિત્રનો પણ સ્વીકાર થયો. આ પ્રમાણે સ્વાધ્યાય પૂર્ણ થયો. (૫) ધ્યાન ધ્યાન એટલે માત્રઅંતર્મુહૂર્ત કાલ સુધી મનની એકાગ્રતા. કહ્યું છે કે, अंतोमुहुत्तमित्तं, चित्तावत्थाणमेगवत्थुमी । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥ १ ॥ [ ध्यानशतकम् - ३] એક વસ્તુમાં માત્ર અંતમુહૂર્ત સુધી ચિત્તનું અવસ્થાન તે છદ્મસ્થોનું ધ્યાન છે. યોગનો નિરોધ કરવો તે જિનોનું ધ્યાન છે. તે ધ્યાન બે પ્રકારનું છે. શુભ અને અશુભ. અશુભ ધ્યાન આર્ત્ત અને રૌદ્રના

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310