Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 278
________________ ચોથો.પ્રકાશ - સમાચાર ૨૬૯ અહીં તે તે સમયે ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન જેમને એવા મરુદેવા, ભરત ચક્રવર્તી, આદિત્યયશ વગેરે આઠ રાજર્ષિ, પૃથ્વીચંદ્ર, પ્રસન્નચંદ્ર, ઇલાપુત્ર વગેરે સઘળા ય દષ્ટાંતો પ્રસિદ્ધ છે. આ પ્રમાણે ધ્યાન પૂર્ણ થયું. (૬) કાયોત્સર્ગ લટકતી બે ભુજા રાખીને કાયાની અપેક્ષા રાખ્યા વિના રહેવું તે કાયોત્સર્ગ. અને તે ઊભા રહેલાઓને કે સૂતેલાઓને (=લાંબા થઈને ભૂમિ ઉપર રહેલાઓને) યથાશક્તિ હોય છે. તેમાં છબસ્થ તીર્થકરો અને જિનકલ્પિક વગેરે બેસવું વગેરે કરતા ન હોવાથી તેમને ઊભા ઊભા જ કાયોત્સર્ગ હોય છે. જયારે પણ જિનકલ્પિક બેસે છે ત્યારે પણ તે ઉત્કટિક આસને જ બેસે છે અને જ્યારે રાત્રિના ત્રીજા પહોરમાં સૂવે છે ત્યારે પણ તે જ અવસ્થામાં સૂવે છે. સ્થવિર કલ્પિકોને તો યથાશક્તિ કાયોત્સર્ગ હોય છે. કાયોત્સર્ગમાં ઓગણીસ દોષો ત્યાગ કરવા યોગ્ય છે. કાયોત્સર્ગ નિર્યુક્તિમાં તે આ પ્રમાણે કહ્યા છેघोडग १ लया य २ खंभे कुड्डे३ माले अ४ सबरि५ वहु ६ निअले ७। लंबुत्तर ८ थण ९ उद्धी १०संजइ ११खलिणे अ१२ वायस १३ कविढे १४ ॥१॥ सीसुक्कंपि अ१५ मूई १६ अंगुलिभमुहा य १७ वारुणी १८ पेहा १९ ।[ आव०नि०-१५६०] ઘોટક, લતા, સ્તંભકુચ, માળા, શબરી, વધુ, નિગડ, લંબુન્નર, સ્તન, ઊદ્ધી, સંયતી, ખલિણ, વાયસ, કપિત્થ, શીર્ષકંપ, મૂક, અંગુલિભૂ, વારુણી, વાનર. (૧) ઘોટક- ઘોડાની જેમ એક પગ સંકોચીને=વાંકો વાળીને ઊભા રહેવું તે ઘોટક - દોષ. (૨) લતા- પવનથી કંપતી લતાની જેમ શરીરને કંપાવવું=હલાવવું તે લતાદોષ. (૩) ખંભમુક્ય થાંભલો, દિવાલ વગેરેનો ટેકો લઈને ઊભા રહેવું તે સ્તંભકુડચ દોષ. (૪) માલ- ઉપર માળીયાને માથું ટેકવી ઊભા રહેવું તે માલદોષ. (૫) શબરી– નગ્નશબરી (=ભીલડી)ની જેમ ગુહ્યસ્થાનમાં બે હાથ સ્થાપન કરીને ઊભા રહેવું તે શબરીદોષ. (૬) વધૂ- ફૂલવધૂની જેમ માથું નમાવીને ઊભા રહેવું તે વધૂદોષ. (૭) નિગડ- બેડીથી બંધાયેલાની જેમ બે પગ પહોળા કરીને અથવા તો બે પગને ભેગા કરીને ઊભા રહેવું તે નિગડદોષ.

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310