Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 274
________________ ચોથો પ્રકાશ – તપાચાર ગયો છે અને જે ઘર દુષ્ટ વ્યંતરથી અધિષ્ઠિત છે એવા તે શૂન્ય ઘરમાં ‘અનુજ્ઞાળહ નસ્તુદો' એ પ્રમાણે કહીને રાત્રિમાં રહ્યો. પ્રતિક્રમણ (=ઇરિયાવહી) કરીને આ પ્રમાણે સ્વાધ્યાયનું પરાવર્તન કરે છે– રે ઝીવ ! સુહતુદેવું, નિમિત્તમિત્તે પો નિકાળ ત્તિ । सकयफलं भुंजंतो कीस मुहा कुप्पसि परस्स ? ॥ १ ॥ ૨૬૫ રે જીવ ! જીવોના સુખ, દુ:ખમાં બીજો તો નિમિત્ત માત્ર છે. સ્વયં કરેલા કર્મના ફળને ભોગવતો તું બીજા ઉપર ફોગટ ગુસ્સો કેમ કરે છે ? मोहविमूढा जीवा, अत्थे घरे अ मुच्छिआ धणिअं । जिणवयणमयाणंता, भमंति संसारकंतारे ॥ २ ॥ મોહથી મૂઢ થયેલા જીવો અર્થમાં અને ઘ૨માં અત્યંત મૂચ્છિત થયેલા, જિનવચનને નહીં જાણતા સંસારરૂપી જંગલમાં ભમે છે. धिद्धी अहो अणज्जो, मोहो जमिमेण मोहिआ जीवा । न गणंति पुत्तमित्ते, पहरता निक्किवनिसंसा ॥३॥ અનાર્ય એવા મોહને ધિક્કાર થાઓ કે જેનાથી મોહ પમાડાયેલા જીવો કૃપા વિનાના નિર્દય પ્રહાર કરતાં પુત્ર-મિત્રને પણ ગણકારતા નથી. ઇત્યાદિ તેના સ્વાધ્યાયને સાંભળીને શાંત થયેલો તે ઘરનો અધિષ્ઠાયક વ્યંતરદેવ પ્રત્યક્ષ થયો ‘તું કોણ છે ?' એમ શ્યૂનશ્રેષ્ઠી વડે પૂછાયેલા તેણે કહ્યું કે, હું આ ઘરનો સ્વામી છું. પૂર્વભવમાં મારા બે પુત્રો હતા. તેમાંથી અત્યંત પ્રિયપુત્રને ઘરનો સાર આપીને મોટા પુત્રને કંઇક આપીને તેને અલગ કર્યો. તેથી ગુસ્સે થયેલા મોટા પુત્રે મને મારી નાંખ્યો, અને નાનો પુત્ર રાજકુલમાં બેડીએ બંધાયો. મોટા પુત્રે સ્વયં ઘરને ગ્રહણ કરી લીધું. નાનો પુત્ર ત્યાં જેલમાં જ મરી ગયો. હું વ્યંતર થયો. વિભંગજ્ઞાનથી જાણીને મોટા પુત્રને કુટુંબ સહિત મારી નાખ્યો. બીજો પણ જે કોઇ અહીં રહે છે તેને મારી નાખું છું. હમણા હું તારા વડે પ્રતિબોધ કરાયો છું. તું મારો ગુરુ છે. ઇત્યાદિ કહીને દશ લાખ સુવર્ણનિધિ તેને આપ્યો. ત્યાર પછી શ્રેષ્ઠી શ્રાવકધર્મને આરાધીને ક્રમે કરી દીક્ષા ગ્રહણ કરીને સિદ્ધ થયા. આ પ્રમાણે પરાવર્તનમાં સ્પેનશ્રેષ્ઠીનું કથાનક પૂર્ણ થયું. કાયોત્સર્ગ આદિમાં અને અસ્વાધ્યાયિક(=અકાળ, વસતિ અશુદ્ધ) આદિમાં પરાવર્તનનો અયોગ હોય ત્યારે અનુપ્રેક્ષાથી જ શ્રુતની સ્મૃતિ વગેરે થાય છે. પરાવર્તન કરતા સ્મૃતિ અધિક ફળવાળી છે. અભ્યાસ થઇ ગયો હોવાના કારણે મન શૂન્ય હોય તો

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310