________________
ચોથો પ્રકાશ – તપાચાર
વેયાવચ્ચ અતિવિશિષ્ટ ફળવાળું છે. જેથી કહ્યું છે કે
वेयावच्चं निअयं, करेह उत्तमगुणे धरंताणं । सव्वं किर पडिवाई, वेयावच्चं अपडिवाई ॥ १ ॥
૨૬૩
ઉત્તમગુણોને ધારણ કરનારાઓની વેયાવચ્ચ કરવાનો નિયમ કરો. કારણ કે સઘળું ય પ્રતિપાતી છે. જ્યારે વેયાવચ્ચ અપ્રતિપાતી છે.
पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुअं अगुणणाए ।
नहु वेआवच्चज्जिअं सुहोदयं नासए कम्मं ॥ २ ॥
| g
ચારિત્રથી પડી ગયો હોય અથવા તો મરણ પામ્યો હોય તેનું ચારિત્ર નાશ પામે છે અને પરાવર્તન ન કરવાથી શ્વેત નાશ પામે છે. પરંતુ વેયાવચ્ચથી અર્જન કરેલું શુભ ઉદયવાળું કર્મ ક્યારેય નાશ પામતું નથી.
અહીં પૂર્વના જન્મમાં પાંચસો સાધુઓને નિત્ય અન્ન, પાન આપવું, વિશ્રામણા કરવી એવો અભિગ્રહ કરનારા ભરત અને બાહુબલી તથા સઘળા ય ગ્લાન સાધુની વેયાવચ્ચ કરવાનો અભિગ્રહ કરનારા વસુદેવનો જીવ નંદિષેણઋષિ દૃષ્ટાંતો છે. આ પ્રમાણે વેયાવચ્ચ પૂર્ણ થયું.
(૪) સ્વાધ્યાય
વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથાના ભેદથી સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે. તેમાં સૂત્રનું ભણવું અને ભણાવવું તે વાચના. સૂત્ર કે અર્થમાં પડેલા સંદેહને દૂર ક૨વા માટે અથવા સૂત્ર-અર્થને દૃઢ કરવા માટે બીજાની આગળ પૂછવું તે પૃચ્છના. પૂર્વે ભણેલા સૂત્ર વગેરે ભૂલાઇ ન જાય તે માટે ઉચ્ચારની વિશુદ્ધિ પૂર્વક ગણવું તે પરાવર્તના. સૂત્ર અને અર્થનો વચનથી નહીં પણ મનથી અભ્યાસ કરવો તે અનુપ્રેક્ષા. ધર્મના ઉપદેશને અને સૂત્રાર્થની વ્યાખ્યાને સાંભળવી અથવા કહેવી તે ધર્મકથા. આ પાંચે ય પ્રકારનો સ્વાધ્યાય મહાનિર્જરાનું કારણ છે. જેથી મહાનિશીથ વગેરેમાં કહ્યું છે કે, बारसविहंमिवि तवे, सब्भितरबाहिरे कुसलदिट्ठे ।
નવિ અસ્થિ નવિ ઞ હોદ્દી, સન્ટ્રાયસમં તવોમાંં ॥↑ [ પ′વસ્તુ-૬૨]
તીર્થંકર ભગવંત વડે જોવાયેલા=બતાવાયેલા બાહ્ય અને અત્યંતર એમ બારે ય પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન તપ છે પણ નહીં અને થશે પણ નહીં.