Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 273
________________ ૨૬૪ આચારપ્રદીપ मणवयणकायगुत्तो, नाणावरणं च खवइ अणुसमयं । સન્નાર્ વકૃતો, ને જીને ખારૂ વેરનું ॥ ૨ ॥ [ મહાનિશીથ-૩/૬૦૮] મન-વચન-કાયાથી ગુપ્ત સ્વાધ્યાયમાં વર્તતો સાધુ પ્રત્યેક સમયે જ્ઞાનાવરણ કર્મને ખપાવે છે અને ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે. इगदुतिमासक्खवणं, संवच्छरमवि अ अणसिओ हुज्जा । સાાયજ્ઞાળત્તિઓ, ગોવાસiપિ ન તમિTMા ॥ રૂ ૫[ મહાનિશીથ-૩/૬૨૨] એક, બે, ત્રણ માસક્ષમણ કરે કે સંવત્સર સુધી પણ અનશન કરનારો હોય પણ જો સ્વાધ્યાય અને ધ્યાનથી રહિત હોય તો એક ઉપવાસના પણ ફળને પ્રાપ્ત ન કરે. उग्गमउप्पायणएसणाहिं सुदुंछ निच्च भुंजंतो । जइतिविणात्तो अणुसमयं भविज्ज सज्झाए ॥ ४ ॥ [ महानिशीथ - ३ / ६१२] ता तं गोयम ! एगग्गमाणसं नेव उवमिउं सक्का । સંવચ્છાવળેળ વિ, ખેળ તદ્દેિ નિમ્નાનંતા । બ્॥ [ મહાનિશીથ-૩૮૬૧૨] નિત્ય ઉદ્દ્ગમ, ઉત્પાદના અને એષણાથી શુદ્ધ આહારને વાપરતો સાધુ જો મનવચન-કાયાથી ઉપયોગવાળો પ્રત્યેક સમય સ્વાધ્યાયમાં (રમતો) હોય તો હે ગૌતમ ! એકાગ્રમનવાળા તેની સંવત્સરક્ષપકની સાથે પણ ઉપમા કરવી શક્ય નથી. કારણ કે સ્વાધ્યાયમાં અનંત નિર્જરા થાય છે. અહીં સુવિહિત આચારમાં શિથિલ થયેલા શ્રી જગચંદ્રસૂરિને સિંદ્ધાંતની વાચનામાં સુવિહિત ક્રિયાનું આચરણ કરવું અને યાવજ્જીવ આયંબિલ આદિ દુઃખે કરીં શકાય એવા તપ કરવા ઇત્યાદિ પ્રતિબોધ થયો. ચિલાતીપુત્રને મુનિ પાસે તત્ત્વની પૃચ્છાથી ‘ઉપશમવિવેગ-સંવર' એ ત્રણ પદથી પ્રતિબોધ થયો. અથવા તો સુવિહિત શ્રાવક વડે– ‘વોસસયમૂલગાતં’ એ ગાથાનો અર્થ પૂછવાથી સેંકડો શિથિલ આચારના અર્થી એવા શ્રી સોમપ્રભસૂરિને સારી રીતે બોધ થયો. અતિમુક્તક મુલ્લક સાધુને ‘મટ્ટી’ એટલા માત્ર પદનું પરાવર્તન કરવાથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઇ. અથવા— શ્યૂનશ્રેષ્ઠીની કથા કાંતિપુરી નગરીમાં તત્ત્વોને જાણ્યા છે એવા શ્વેનશ્રેષ્ઠીએ પત્ની વારતી હોવા . છતાં બીજી કોઇ રીતે ઝઘડો શાંત નહીં થાય એમ જાણીને ઝઘડો કરતા પોતાના ત્રણ પુત્રોને પોતાનું ધન અને ભવન આપી દીધું. અને સ્વયં જેના ઘરનો સ્વામી શ્રેષ્ઠી મરી

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310