________________
૨૦૯
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
અનુગ્રહ બુદ્ધિથી બોલનારા વક્તાને તો એકાંતે ધર્મ થાય જ છે.
આ પ્રમાણે રાગ, દ્વેષ, મોહ, મત્સર, અહંકાર, કલહ, હાસ્ય આદિને ઉત્તેજિત કરનારું પણ વચન ન બોલવું જોઇએ. કારણ કે,
विकहं विणोअभासं, अंतरभासं अवक्कभासं च ।
जं जस्स अणिट्ठमपुच्छिओ अ भासं न भासिज्जा ॥१॥ [ उपदेशमाला - ४८५ ] સાધુએ (સ્ત્રીકથા આદિ) વિકથા, વિનોદ વચન (=હાસ્યવચન) અંતરભાષા (=બે જણ વાત કરતા હોય તેમાં વચ્ચે બોલવું), અવાક્યભાષા (નહીં બોલવા લાયક જકાર, મકાર ભાષા), જે વચન જેને અનિષ્ટ હોય તેવું વચન ન બોલવું જોઈએ અને પૂછવામાં ન આવ્યું હોય તો ન બોલવું જોઈએ.
એષણાસમિતિ સંબંધી ચારિત્રાચાર
પિંડવિશુદ્ધિ આદિ ગ્રંથોમાં કહેલા બેંતાલીસ ભિક્ષાના દોષોથી અને પાંચ ગ્રાસ એષણાના દોષોથી અદૂષિત અને તેથી જ નવકોટિ વિશુદ્ધ જે અન્ન, પાન આદિ આહાર, ઔધિક અને ઔપગ્રહિક રૂપ બે પ્રકારની ઉપધિ અને વસતિને મુનિ ગ્રહણ કરે છે તે એષણા સમિતિ છે. જેથી ૫૨મઋષિનું વચન છે કે, गवसणा य गहणे, परिभोगेसणा य जा । आहारोवहिसिज्जाए, एए तिन्निवि सोहए ॥ १ ॥ उग्गमुप्पायणं पढमे, बिइए सोहिज्ज एसणं । પરિમોનમિ ચડી, વિસોહિમ્ન નયં નડું ॥ ૨ ॥
આ બંને ગાથાનો સંક્ષેપથી અર્થ આ પ્રમાણે છે– એષણા ત્રણ પ્રકારની છે. ગવેષણામાં એષણા, ગ્રહણમાં એષણા અને પરિભોગમાં એષણા. આહાર, ઉપધિ અને શય્યા=વસતિ સંબંધિ ઉપર બતાવેલી ત્રણેય એષણા શોધે. તેમાં યતના કરતો સાધુ પહેલી ગવેષણા એષણામાં ઉદ્ગમના આધાકર્મ વગેરે અને ઉત્પાદનના ધાત્રી વગેરે દોષોને શોધે. બીજી ગ્રહણ એષણામાં શંકિત આદિ દોષોને શોધે. ત્રીજી પરિભોગ એષણામાં સંયોજનાના ચાર દોષોને શોધે. અંગાર અને ધૂમ એ બંને મોહનીય કર્મની અંતર્ગત હોવાથી એક દોષ તરીકે વિવક્ષા કરી છે.
નવકોટિની વિશુદ્ધિ આ પ્રમાણે છે—
पिंडेसणा उ सव्वा संखेवेणोअरइ नवसु कोडीसु ।
न हणइ न पयइ न किणइ, कारावणअणुमईहिं नव ॥ १ ॥ [ दशवै०नि०गा० २४० ]