________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૨૧૭
वित्थिपणे दूरमोगाढे, नासन्ने बिलवज्जिए । તતપાળવીયહિષ્ણુ, કન્નાડ઼ળિ વોŘિ ॥ ૨ ॥ [ ઓયનિન્ગ॰રૂ૨૪]
૧. અનાપાત-અસંલોક, ૨. અનુપઘાતી, ૩. સમ, ૪. અશુષિર, ૫. અચિરકાલકૃત, ૬. વિસ્તીર્ણ, ૭. દૂરાવગાઢ, ૮. અનાસન્ન, ૯. બિલવર્જિત અને ૧૦. ત્રસ-પ્રાણબીજ રહિત સ્થંડિલ ભૂમિમાં લઘુનીતિ, વડીનીતિ, શ્લેષ્મ વગેરેનું વિસર્જન કરે.
વિશેષાર્થ– (૧) અનાપાત-અસંલોક— આપાત એટલે આવવું. સંલોક એટલે જોવું. જેમાં બીજાઓ આવતા ન હોય અને જોતા ન હોય તેવી ભૂમિ અનાપાત-અસંલોક છે. (૨) અનુપઘાતી— માર-પીટ આદિથી જ્યાં શાસનનો ઉડ્ડાહ વગેરે ન થતો હોય. (૩) સમ– ખાડા-ટેકરા વગે૨ે વિષમતાથી રહિત. (૪) અશુષિર– જે ભૂમિ ઘાસ વગેરેથી ઢંકાયેલી ન હોય. જો ઘાસ વગેરેથી ઢંકાયેલી હોય તો તેમાં રહેલા વીંછી વગેરે કરડે અથવા કીડી વગેરે મૂત્રથી તણાય-બે. (૫) અચિરકાલકૃત– અગ્નિ વગેરેથી અચિત્ત કરાયેલી બે મહિનાની ઋતુ સુધી અચિત્ત રહે. બીજી ઋતુ શરૂ થાય એટલે તે ભૂમિ મિશ્ર થાય. જ્યાં ચોમાસામાં ગામ વસેલું હોય તે પ્રદેશ બાર વર્ષ સુધી સ્થંડિલ રહે છે. અર્થાત્ અચિત્ત રહે છે. (૬) વિસ્તીર્ણ— વિસ્તીર્ણ એટલે પહોળી. જઘન્યથી પણ ચારે બાજુ એક એક હાથ પહોળી હોય. (૭) દૂરાવગાઢ– અગ્નિ વગેરેના તાપથી નીચે ઊંડે જઘન્યથી પણ ચાર અંશુલ સુધી અચિત્ત થયેલી હોય. (૮) અનાસન્ન– આસન્ન એટલે નજીક. અનાસન્ન એટલે દૂર. આસન્ન બે પ્રકારે દ્રવ્યાસન્ન અને ભાવાસન્ન. મહેલ વગેરેની નજીકમાં ન ત્યાગે-ન પરઠવે તે દ્રવ્ય અનાસન્ન. લઘુ-વડી નીતિનો અતિવેગ થઇ જાય તો નજીકમાં જ પરઠવે તે ભાવાસન્ન. (૯) બિલવર્જિત– દર વગેરેથી રહિત. (૧૦) ત્રસ-પ્રાણ-બીજ રહિત— ત્રસ-સ્થાવર જીવોથી રહિત. આ પ્રમાણે વિધિપૂર્વક પરિષ્ઠાપના કરવામાં પારિષ્ઠાપનિકા સમિતિ થાય છે.
હવે ગુપ્તિઓનો પ્રસ્તાવ છે.
14
મનોગુપ્તિ સંબંધી ચારિત્રાચાર
મનોગુપ્તિ— મનઃ સત્ય વગેરે ભેદથી ચાર પ્રકારનું છે. જેથી પ્રજ્ઞાપનાની વૃત્તિમાં કહ્યું છે કે– (૧) સદ્ભૂત વસ્તુનું ચિંતન કરવામાં તત્પર મન તે સત્યમન. (૨) તેનાથી વિપરીત અસદ્ભૂત વસ્તુનું ચિંતન કરવામાં તત્પર મન તે અસત્યમન. (૩) ધવ વગેરે વૃક્ષોથી મિશ્ર ઘણા અશોકવૃક્ષવાળા વનને આ અશોકનું જ વન છે એમ ચિંતન કરવામાં તત્પર મન તે સત્યામૃષા મન છે. વ્યવહારથી આ પ્રમાણે કહેવાય છે પણ પરમાર્થથી તો આ અસત્ય જ છે. કારણ કે જે પ્રમાણે ચિંતવે છે તે પ્રમાણે અર્થ ત્યાં નથી. (૪) હે ચૈત્ર ! ઘટ લાવ ઇત્યાદિ ચિંતન કરનારનું મન અસત્યામૃષા મન. આ પણ વ્યવહારથી જ છે.