Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 255
________________ આચારપ્રદીપ આ પ્રમાણે નિયત પ્રદેશમાં અન્યની અપેક્ષા વિના સ્વયં જ પડખું ફેરવવું વગેરે કરતા ચેષ્ટાવાળા સાધુ ભગવંતનું પ્રાણનો નાશ થાય ત્યાં સુધી રહેવું તે ઈંગિની અનશન છે. જે ગચ્છની અંદર રહેનારા હોય, કોમળ સંથારાનો આશ્રય કર્યો હોય, શરીર અને ઉપકરણ ઉપરની મમતાનો ત્યાગ કર્યો હોય, ત્રણ પ્રકારના અથવા તો ચાર પ્રકારના આહારનું પચ્ચક્ખાણ કર્યું હોય, સ્વયં જ નવકારનું ઉચ્ચારણ કરતા હોય અથવા નજીકમાં રહેલા સાધુ ભગવંત નમસ્કાર સંભળાવતા હોય, ઉદ્વર્તન - પરિવર્તન વગેરે કરતા હોય (એ રીતે) સમાધિપૂર્વક કાળ કરે તેને ભક્તપ્રત્યાખ્યાન અનશન હોય છે. ૨૪૬ અને આ ભક્તપ્રત્યાખ્યાન નામનું અનશન નિયમા સપરિકર્મવાળું હોવાથી સાધ્વીઓને પણ સાધારણ છે. અર્થાત્ સાધ્વીઓ પણ આ અનશન કરી શકે છે. કહ્યું છેકે, सव्वावि अ अज्जाओ, सव्वेवि अ पढमसंघयणवज्जा । सव्वेऽवि देसविरया, पच्चक्खाणेण उमरंति ॥ १ ॥ [ व्यवहारसूत्र.उ.१००गा०५२७] સઘળી ય સાધ્વીઓ, પ્રથમ સંઘયણને છોડીને બાકીના સઘળા ય સંઘયણવાળા અને સર્વે પણ દેશવિરતિધર શ્રાવકો ભક્ત પ્રત્યાખ્યાન પચ્ચક્ખાણથી મરે છે. પાદપોપગમન, ઇંગિની અને ભક્ત પ્રત્યાખ્યાન આ ત્રણે પણ અનશન નિર્વ્યાઘાત હોતે છતે સંલેખનાપૂર્વક ન કરે તો આર્તધ્યાનનો સંભવ હોવાથી સંલેખનાપૂર્વક જ કરે છે. કહ્યું છે કે, देहम्मि असंलिहिए, सहसा धाऊहिं खिज्जमाणीहिं । जाय अट्टज्झाणं, सरीरिणो चरमकालम्मि ॥ १ ॥ [ पञ्चवस्तु गा० १५७७ ] શરીરની સંલેખના કર્યા વિના (પાદપોપગમન આદિ સ્વીકારવામાં આવે તો) અંતિમ સમયે એકાએક ધાતુનો ક્ષોભ થવાના કારણે જીવોને આર્તધ્યાન થાય છે. વ્યાધિ, વિદ્યુતપાત, ગિરિપાત, દિવાલ પડવી, સર્પદંશ આદિ રૂપ વ્યાઘાત હોતે છતે સંલેખના વિના પણ સ્વીકારે. નિર્વ્યાઘાત અને વ્યાઘાત આ બંને પ્રકારનું અનશન સંપૂર્ણ કર્મક્ષયનું કારણ છે. કારણ કે, देहदुर्गमुदग्राणि, तावत्कर्माणि देहिनाम् । नोज्झन्ति यावदन्नाम्बु- प्रवेशोऽत्र निरर्गलः ॥ १॥ શરીરરૂપી કિલ્લામાં રહેલા જીવોના કર્મો ત્યાં સુધી જ ઉગ્રતાને ધારણ કરીને

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310