________________
ત્રિીજો પ્રકાશ-ચારિત્રાચાર
૨૨૫
છે. આથી સર્વ પણ પ્રવચન આ સમિતિઓ અને ગુક્તિઓમાં સમાયેલું છે. પાંચ સમિતિ અને ત્રણ ગુમિ ઉપર માત્ર બહુમાનનો યોગ પણ જીવોને અસાધારણ ફળના લાભ માટે થાય છે. તો પછી પુણ્યસાર કુમારની જેમ સારી રીતે આરાધાયેલા ઉપયોગની તો શું વાત કરવી ? પુણ્યસાર કુમારનું કથાનક આ પ્રમાણે છે
પુણ્યસાર કુમારનું કથાનક અહીં આ પૃથ્વી ઉપર શ્રાવકોથી યુક્ત એવી પ્રસિદ્ધ શ્રાવસ્તી નામની નગરી છે, કે જેની આગળ સ્વર્ગનગરી પણ મોટી નથી. જયાં મેરુ પર્વતના શિખર જેવા ઊંચા, નગરરૂપી લક્ષ્મીના શણગારનું કારણ, સણો જેમાં રહેલા છે એવા જિનમંદિરો હારોની જેમ શોભી રહ્યા છે. જ્યાં પૂર્વે અજોડ લક્ષ્મીનો વિલાસ કરનારી, સ્કૂરાયમાન ન્યાય માર્ગને અનુસરનારી, અપૂર્વ સંપત્તિને ધારણ કરતી, બંને રીતે પ્રજા (એક અર્થમાં પ્રજા એટલે નગરના લોકો અને બીજા અર્થમાં પ્રજા એટલે સંતતિ) શોભતી હતી. જ્યાં હજારો શત્રુઓને હજારો વખત ત્રાસ પમાડતો જાણે બીજો ઈન્દ્ર ન હોય એવો સહસ્રવીર્ય નામનો રાજા હતો. જેની વિજયયાત્રાઓમાં વિચિત્ર પ્રકારના આશ્ચર્યકારી વાજિંત્રોના માત્રાતીત ઘોર અવાજોથી પહેલા તો શત્રુ સમૂહના હૃદયો ફૂટ્યા અને ત્યાર પછી કાનો ફૂટ્યા. ઐરાવણ હાથીને જેમ હજાર હાથણીઓ હોય, સૂર્યને જેમ હજાર કિરણો હોય તેમ તે રાજાને બુદ્ધિના હજારો ગુણોથી શોભતી હજાર રાણીઓ હતી. ક્રમે કરીને તે સર્વે રાણીઓને સર્વથી અદ્દભૂત શરીરની શોભાવાળા જાણે પિતાના પ્રતિબિંબો ન હોય એવા હજારો પુત્રો હતા. તે રાજાને હજારો બુદ્ધિનો ભંડાર, હજારો મંત્રીઓમાં અગ્રેસર સહસ્ત્રબુદ્ધિ નામનો મંત્રી હતો. તે મંત્રીને ચતુર એવા ચાર પુત્રો ઉપર સૌભાગ્યની સંપદાથી આશ્ચર્યને કરનારી સાત પુત્રીઓ હતી. ઘણી પુત્રીઓ હોય તો લોકમાં માનને યોગ્ય થતી નથી, અર્થાત્ માનનીય બનતી નથી. જ્યારે તે પુત્રીઓ તો આ મંત્રીને માનનીય થઈ. કારણ કે ઘણું હોય પણ જો વિશિષ્ટતાવાળું હોય તો પૂજ્ય બને છે. હવે મંત્રીશ્વરની આઠમી પુત્રી કુરૂપવાળી હોવાના કારણે કચ્છને પામી અને કુરૂપના કારણે સામાન્ય એવી તે માન્ય ન થઈ. કોઈક દિવસે કાળી અને કુરૂપવાળી દાસીની પુત્રીની જેમ પૃથ્વી ઉપર આળોટતી તે પુત્રીને જોઈને સામુદ્રિકમાં (=હાથ વગેરેની રેખા ઉપરથી સ્ત્રી-પુરુષોના શુભાશુભ લક્ષણને જાણનારાઓમાં) અગ્રણી એવા કોઈ કે કહ્યું કે, આ પહેલા અમાન્ય થશે ત્યાર પછી માન્ય થશે. રાજાની રાણી થશે, રાજાધિરાજની માતા થશે એમાં સંશય નથી. ખરેખર ! કુલીન એવી આ નક્કી કોઈક મોટાની પુત્રી છે. લક્ષણ જોવાથી હું સારી રીતે