Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 251
________________ ૨૪૨ આચારપ્રદીપ આ પ્રમાણે વિશાળ સામ્રાજ્ય હોતે છતે પણ તેનું ઇર્યા આદિમાં ઉપયોગપણે કોને આશ્ચર્ય કરનારું ન થયું? અથવા તો સાવધાન આત્માને શું ન થાય? અર્થાત્ સાવધાન માણસને સઘળું ય શક્ય છે, કંઈ અશક્ય નથી. યથા રીના તથા પ્રજ્ઞા જેવો રાજા હોય પ્રાય: સર્વે પ્રજા પણ તેવી જ થાય છે. આથી લોકમાં પણ ઇર્યા વગેરેમાં ઉપયોગ પણાનું એક છત્ર સામ્રાજ્ય થયું. નિશ્ચિત બુદ્ધિવાળા તેણે ધર્મજાગરિકામાં ક્યારેક વિચાર્યું કે, સમિતિ, ગુપ્તિની આરાધના સંયમ વિના સારી રીતે થઈ શકતી નથી. વળી બીજું– प्रान्तः कस्यापि नो ग्राह्यः, प्रायसः स्यात् स नीरसः । ___ तद्राज्यादिरसं त्यक्त्वा, शमी शान्तरसं श्रये ॥ २९१ ॥ કોઈ પણ વસ્તુનો છેડો ગ્રહણ ન કરવો જોઈએ. ઘણું કરીને છેડો નીરસ હોય છે. તેથી રાજય વગેરેના રસને છોડીને સમતાવાળો હું શાંતરસનો આશ્રય કરું. રૂક્ષહિલા પ્રશ્નો, સેવિતા ઃ જે રક્ષા રસ: શાસ્તુ સુતારાં, સર: ચાત્ પુર: પુર: ૨૨૨ સેવાયેલા બીજા રસો શેરડીની જેમ અંતે વિરસ થાય. પરંતુ શાંતરસ તો આગળ આગળ સુતરાં સરસ થાય. આ પ્રમાણે વિચારીને રાજ્ય ઉપર પુત્રને સ્થાપન કરીને આર્ય એવા તેણે આઠ રાણીઓની સાથે વિધિપૂર્વક દીક્ષા લીધી. ક્રમે કરી તે ચૌદ પૂર્વ ભણ્યા. વિશેષ કરીને આઠ પ્રવચનમાતાની અતિશય આરાધના કરી. અવ્યગ્રપણે તેમાં જ એકાગ્રતાથી તે કોઈક દિવસે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયા અને કર્મોની શ્રેણિનો નાશ કર્યો. ત્યારે જ કેવલજ્ઞાનની પ્રાપ્તિથી દેવો વડે કરાયેલી મહાઋદ્ધિનો ભાગી થયો. અષ્ટપ્રવચનમાતાની આરાધનાના ઉપદેશથી પ્રતિબોધને યોગ્ય જીવોને પ્રતિબોધ કરી કરીને ક્રમે કરી એકલા અતુલ સુખના આસ્વાદને પ્રાપ્ત કર્યું. અર્થાત્ મોક્ષ પામ્યા. આ પ્રમાણે માત્ર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની આરાધનાના દષ્ટાંતથી છે ભવિકો ! જો તમને મોક્ષની કામના છે તો તેમાં (=અષ્ટપ્રવચનમાતામાં) પ્રયત્ન કરો. આ પ્રમાણે તપાગચ્છીય પૂ.આ.શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય પૂ.આ.શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિ વિરચિત આચારપ્રદીપમાં ચારિત્રાચાર નામનો ત્રીજો પ્રકાશ પૂર્ણ થયો.

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310