________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૧૬૭
આપત્તિથી જરા પણ ભય પામતો નથી. આ પ્રમાણે સર્પની જેમ એક દૃષ્ટિવાળો (માત્ર એક લોભ દૃષ્ટિવાળો) મહામિથ્યાદષ્ટિ એવો તે ઘણા પાપકર્મના સમૂહને ભેગો કરતો ઘણા કાળને પસાર કરે છે. અહીં શ્લોકો આ પ્રમાણે છે–
કોઈક વખત ભાગ્યયોગથી તેણે ઉદ્યાનની અંદર જાણે મૂર્તિમાન ઉપશમ ન હોય એવા, જેમણે તત્ત્વોના અર્થને જાણ્યો છે એવા મુનિને જોયા. લોકના પ્રવાહથી= ગતાનુગતિકથી મુનિ પાસે જઈને તેણે મુનિ ભગવંતને વંદન કર્યું. મુનિએ પણ ધર્મલાભ આપવા વડે તેનું અભિનંદન કર્યું. ત્યાર પછી કરુણાના સાગર, નિષ્કારણ બંધુ એવા મુનિ ભગવંતે આ વૈદ્ય છે એ પ્રમાણે જાણીને તેને યોગ્ય ધર્મદેશના આપવાની શરૂઆત કરી, તે ધર્મદેશના આ પ્રમાણે આપી- હે ભદ્ર ! અસાધ્ય દુષ્ટ વ્યાધિની જેમ પાપકર્મથી વારંવાર ભયકંર મહાભવસમુદ્રમાં ભમતો ક્ષણમાત્ર પણ ક્યાંય પણ વિશ્રામને નહીં પામતો અનેક હજારો જન્મ, મરણ, ઉદ્વર્તન, પરાવર્તનને પામતો, લાખો વિવિધ દુસ્સહ મહાદુઃખોને સહન કરતો જીવ શાસ્ત્રમાં પ્રસિદ્ધ ભોજન વગેરે દશ દૃષ્ટાંતોથી દુર્લભ અને દેવોને પણ વહાલું, શ્રેષ્ઠદ્વીપ જેવું મનુષ્ય ભવ કોઈ પણ દિવ્ય પરિણતિના કારણે પ્રાપ્ત કરે છે. તે મનુષ્ય ભવમાં પણ મહાનિધાનોની જેમ આર્યક્ષેત્ર વગેરે દુર્લભ છે. કારણ કેमाणुस्स खित्त जाई कुलरूवारुग्ग आउअं बुद्धी । सवणुग्गह सद्धा संजमो अ लोगंमि दुल्लहाई ॥१॥ [उत्तरा नियुक्ति-१५८]
મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, સબુદ્ધિ, સિદ્ધાંતનું શ્રવણ, સિદ્ધાંતનો અવગ્રહ=સિદ્ધાંતની ધારણા, શ્રદ્ધા=રુચિ અને સંયમ=સઅનુષ્ઠાન આ બધું લોકમાં દુર્લભ છે.
આ પ્રમાણે ભયંકર દુકાળમાં ભૂખ્યા થયેલાને કોઈ પણ રીતે અતિ સ્નિગ્ધ=રસકસવાળું ભોજન પ્રાપ્ત થઈ જાય તો તે ભોજન કરવામાં પ્રમાદ કરે? ન જ કરે. તેમ સમગ્ર ધર્મસામગ્રીથી યુક્ત, અતિદુર્લભ મનુષ્ય ભવને મેળવીને અતિરમ્ય એવા ધર્મકાર્યમાં મૂઢાત્મા પ્રમાદ કરે ? અર્થાત્ કોઈ પ્રમાદ ન જ કરે. પહેલી વાત તો એ કે વૈદ્યપણું જીવનું પરમ અનાર્યપણું છે. કારણ કે, વૈદ્ય હંમેશા પણ પાપકાર્યમાં સજ્જ હોય છે, મહાસાપની જેમ દુષ્ટ હૃદયવાળો હોય છે. ત્રણ લોકને પણ પ્રતિકૂલ, મહાદુઃખનું મૂળ એવું લોકોનું મહાવ્યાધિથી પીડાપણું થાય એવું રાત-દિવસ ઇચ્છે છે. કોઈ મહાવ્યાધિથી પીડાયેલું છે એવી વાત સાંભળવામાં પણ અતિ ઉલ્લાસને પામે છે. ધનપતિ કે રાજા વગેરે મહાવ્યાધિથી પીડાય છે એવું સાંભળે તો વિશેષ ઉલ્લાસ પામે છે. કહ્યું છે કે