________________
આચારપ્રદીપ
(૧૦) ઉપમા સત્ય– (મોટું તળાવ જોઇને) આ તળાવ સમુદ્ર જેવું છે એમ કહેવું તે ઉપમા સત્ય.
અસત્ય ભાષા પણ દશ પ્રકારની છે.
कोहे माणे माया, लोभे पिज्जे तहेव दोसे अ ।
હાસ મણ્ અલ્રાન્ડ્ઝ, વષાત્ નિસ્સિ નસમા ॥૨॥ [શવૈન-૨૭]
૨૦૪
ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, હાસ્ય, ભય, આખ્યાત અને દસમી ઉપઘાતથી નીકળેલી એમ અસત્ય ભાષા દસ પ્રકારની છે.
(૧)ક્રોધ નિઃસૃતા– જેમ કે ક્રોધથી અભિભૂત થયેલો પિતા પુત્રને કહે કે તું મારો પુત્ર નથી. અથવા તો ક્રોધથી અભિભૂત થયેલો જેટલા કાળ સુધી બોલે તે બધું જ આશય કલુષ હોવાના કારણે અસત્ય છે.
(૨)માન નિઃસૃતા– માનથી ધમધમતો કોઇક અલ્પ ધનવાળો પણ કોઇક વડે પૂછાયેલો કહે કે, હું મહાધનવાન છું.
(૩)માયા નિઃસૃતા– ઇન્દ્રજાલિક વગેરે કહે કે, જુઓ આ ગોળો નાશ પામી ગયો=અદૃશ્ય થઇ ગયો.
(૪)લોભ નિઃસૃતા– વણિક વગેરે ફૂટક્રય વગેરે કહે. (જેમ કે,-ખોટા તોલા, માપાને સાચા કહે.)
(૫)પ્રેમ નિઃસૃતા– અતિ રાગના કારણે હું તારો દાસ છું ઇત્યાદિ બોલવું. (૬)દ્વેષ નિઃસૃતા– માત્સર્યથી ગુણવાળાને પણ આ નિર્ગુણ છે ઇત્યાદિ બોલવું. (૭)હાસ્ય નિઃસૃતા– મશ્કરી કરનારાઓ કોઇકની કંઈક વસ્તુ ગ્રહણ કરીને કોઇ પૂછે તો મેં જોઇ નથી ઇત્યાદિ મશ્કરીથી કહે.
(૮)ભય નિઃસૃતા– ચોર વગેરેથી ગ્રહણ કરાયેલા તે તે રીતે અઘટતું બોલે. (૯)આખ્યાયિકા નિઃસૃતા– કથા વગેરે કહેતા હોય ત્યારે એમાં રસ પડે તે માટે
ખોટો પ્રલાપ કરે.
ન
(૧૦) ઉપઘાત નિઃસૃતા– ચોર ન હોય છતાં પણ ચોર છે ઇત્યાદિ કહેવું. સત્યામૃષા ભાષા પણ દશ પ્રકારની છે. જેમ કે—