________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૧૯૩
આ પ્રમાણે સંચરતો તે રથ જેના જેના ઘરની આગળથી નીકળે છે, તે તે ઘરમાં રહેનારા લોકા સમૃદ્ધિ અનુસારે વધામણી કરવી, વિસ્તારપૂર્વક જિનપૂજા કરવી, શક્તિ અનુસાર સમગ્ર સંઘનું બહુમાન કરવું, માગનારા લોકોને મનમાગ્યું દાન આપવું વગેરે મહામહોત્સવ સર્વ આડંબરથી કરે છે. આ પ્રમાણે જિનશાસનની મહાપ્રભાવના કરનારી, મિથ્યાદૃષ્ટિઓને પણ બોધિબીજ અર્જન કરવામાં નિમિત્તભૂત થયેલી રથયાત્રા કરાયે છતે અરુણદેવ નામનો રાજા જિનેશ્વર ભવંતનો રથ નજીકમાં આવ્યો છે એ પ્રમાણે જાણીને જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરવા માટે પ્રશસ્ત વધામણી વગેરે સમગ્ર સામગ્રીપૂર્વક સન્મુખ આવ્યો.
વધામણી કરવી (અક્ષતથી વધાવવું) વગેરે વિધિથી જેટલામાં જિનબિંબને તેણે નમસ્કાર કર્યા તેટલામાં ગણાધિપશ્રી શ્રીપ્રભસૂરિની નજીકમાં ઊભેલા જરાથી અતિ જર્જરિત શરીરવાળા એક શ્રેષ્ઠ મુનિને જોતો તે રાજા જાણે ઓચિંતો મહાભૂતના ગ્રહથી આક્રાંત કરાયેલો ન હોય તેમ ઘણી મૂચ્છથી ખેદ પમાડાયેલો ધસ કરતો પૃથ્વીતલ ઉપર પડ્યો. ત્યારે હાહાકાર કરતા વાચાળ મુખવાળા મંત્રીશ્વર વગેરેએ ગોષીષચંદનરસથી સિંચન કરવું, વિવિધ વિંઝણાઓથી વિંઝવું ઇત્યાદિ ઉપચારોથી રાજાનો ઉપચાર કર્યો. ત્યાર પછી તે જ ક્ષણે જેણે ચૈતન્યને પ્રાપ્ત કર્યું છે એવો અને જેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે એવો તે રાજા જાણે સૂઈને ઉક્યો ન હોય તેમ સર્વલોકના આનંદના પ્રકર્ષની સાથે તરત જ ઊભો થયો. પછી અત્યંત વૃદ્ધ એવા તે મુનીશ્વરને તે પરમ ભક્તિપૂર્વક પહેલા પ્રણામ કરીને પછી ગચ્છાધિપને પ્રણામ કર્યા. ત્યારે સાધુઓએ આક્ષેપપૂર્વક કહ્યું કે, હે ભૂપાલ ! કલિયુગની જેમ તારી આ વિપરીત સ્થિતિ કેમ થઈ ? તેણે પણ વિનયપૂર્વક ઉત્તર આપ્યો કે, હે ભગવન્! આ શ્રેષ્ઠ મુનિ ભગવંતે મને આ સર્વ પણ ઋદ્ધિ આપી છે. આ ધર્માચાર્ય મારા પરમ ઉપકારી છે, તેથી પહેલા તેમને પ્રણામ કર્યા. કારણ કે,
दुष्प्रतिकारौ मातापितरौ, स्वामी गुरुश्च लोकेऽस्मिन् ।
तत्र गुरुरिहामुत्र च सुदुष्करतरप्रतीकारः ॥१॥[प्रशमरति-गाथा-७१]
આ લોકમાં માતાપિતા દુષ્પતિકાર છે, અર્થાત્ માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. સ્વામી અને ગુરુ દુષ્પતિકાર છે, અર્થાત્ સ્વામી અને ગુરુના ઉપકારનો બદલો વાળવો (પણ) અશક્ય છે. તેમાં પણ ગુરુ આ લોકમાં અને પરલોકમાં પણ અતિશય દુષ્કર પ્રતિકાર છે. અર્થાત્ ગુરુના ઉપકારનો બદલો વાળવો તો મહાકષ્ટથી પણ અશક્ય છે.
ત્યાર પછી વિસ્મયપૂર્વક આ શું? એમ ગુરુ ભગવંત પૂછે છતે તેણે સર્વ પણ પોતાના પૂર્વભવના વ્યતિકરને વિસ્તારપૂર્વક કહ્યું. તેથી સમગ્ર પણ સંઘ અતિશય વિસ્મય