________________
આચારપ્રદીપ
રહેલી સ્ત્રીના હાથમાં રહેલા મણિના થાંભલામાં પ્રતિબિંબિત થયેલા ખીલેલા વિવિધ પ્રકારના શ્રેષ્ઠ કમલ, ઉત્પલ, પુષ્પમાલા આદિને ગ્રહણ કરવાના અભિપ્રાયથી ક્યાંક ઓરડાની અંદર રહેલા ધન, કનક, મણિ, મોતી, શંખ, શિલ, પ્રવાલ, આદિ વિશે, વિવિધ પ્રકારના ખાદ્ય ભોજન આદિ વિશે, અન્ય પણ વિવિધ વસ્તુ વિશે મણિની ભીંતમાં સંક્રાંત થવાના કારણે બહાર રહેલા છે એવું જણાયે છતે ગ્રહણ કરવાના અભિપ્રાયથી હું પહેલી હું પહેલી એ પ્રમાણે દોડતી... ક્યાંક સ્ફટિકરત્નથી બાંધેલી ભૂમિ ઉપર પ્રતિબિંબિત થયેલા લીલાપૂર્વક નાચતી નટ્ટીઓના ફરફર થતાં લાંબા કાળા વાળના ચોટલાના દંડમાં દર્પવાળા સર્પના ભ્રમથી ભયના સંભ્રમથી દૂર ભાગતી... ક્યાંક નિર્મલ સ્ફટિકરત્નથી બનાવેલી ભીંત અને થાંભલાઓમાં અવકાશના પ્રતિભાષથી એકાએક ગમન કરતી અફળાતી, અન્ય સ્ત્રીઓથી હસાતી, લજ્જા પામતી, ત્યાર પછી આકાશમાં પણ અવકાશના અભાવની શંકા કરતી અલ્પબળવાળીચક્ષુવાળાની જેમ અર્થાત્ આંધળાની જેમ અહીં તહીં પોતાના હાથને પ્રસારતી... ક્યાંક ઊંચા દરવાજાવાળા ઘરમાં પણ અફડાવાના ભયથી નીચે સંકોચાતી... અર્થાત્ વળી વળીને પ્રવેશ કરતી... ક્યાંક બીજી જગ્યાએ પાથરેલા અને બીજી જગ્યાએ પ્રતિબિંબિત થયેલા આસનો ઉપર બેસતી સઘળીય જગ્યાએ નિષ્ફળ આરંભવાળી મુગ્ધ હોવાના કારણે સંરંભને કરતી કયા નાગરિકને મશ્કરીનું કારણ નથી થતી ? અર્થાત્ આવું આચરણ કરતી ગામડાની ભોળી સ્ત્રીઓ સઘળાય નાગરિકને ઉપહાસનું કારણ બને છે. આવા પ્રકારના ઋદ્ધિ અને સમૃદ્ધિવાળા, સર્વ લોકમાં પ્રસિદ્ધ એવા તે નગરમાં ન્યાયરેખાને પામેલો અર્થાત્ ન્યાયીઓમાં અગ્રેસર, ક્યાંય પણ પરાભવને નહીં પામેલો, ચારેબાજુથી પણ વિસ્તાર પામતા અપરિમિત તેજથી દીપતી છે દિવ્ય મણિની માલા જેની એવો મણિશેખર નામનો રાજા હતો.
૧૭૪
દુઃખે કરી દમી શકાય એવા પણ દર્પવાળા શત્રુ રૂપી સાપના સમૂહને ગારુડિકની જેમ જે વશ કરે છે અને જે પોતાના દેશમાં શત્રુ અને સર્પ એ બંનેના નામને પણ સહન કરતો નથી. જે શ્રેષ્ઠ રાજ્યઋદ્ધિની સંપદાથી ઇન્દ્રની જેમ શોભે છે. જે પિતાની જેમ નિરંતર પ્રજાનું પાલન કરે છે. જેને શ્રેષ્ઠ વરની જેમ રાજાના ગુણ અને સમૃદ્ધિ રૂપ ૨મણીઓ વરે છે. જે રોહણગિરિની જેમ માગનારા લોકોને મણિઓનું પણ વિતરણ કરે છે. આ પ્રમાણે જે સઘળા ય પ્રકારોથી લોકોને આનંદ કરનારો છે. પ્રશંસનીય વિશાલ વક્ષસ્થલને શોભાવવા માટે દિવ્ય મણિમાલા જેવી, રૂપ આદિ સર્વ ગુણોમાં પ્રધાન જાણે બીજી કુળદેવી ન હોય એવી મણિમાલા નામની તેની પટ્ટરાણી હતી. જે કલારૂપ કામક્રીડા વલ્લભ હોવાના કારણે અને અતિશય રૂપવાળી હોવાના કારણે પ્રત્યક્ષરૂપવાળી જાણે રતિ હતી. પરંતુ - ક્યારે પણ અપ્રતિહતપ્રસરમાં રાગવાળી ન હતી. જે સદ્ અનુષ્ઠાન પ્રવર્તાવનારી અને