________________
૧૮૨
આચારપ્રદીપ
તેને કહ્યું કે વરદાન માગ. પરોપકારમાં જ એક રસવાળા તેણે પણ આ પ્રમાણે કહ્યું કે, બંધાયેલા આ ખેચરને મૂક અને માનસરોવરની જેમ આ ખેચર ઉપર અતિશય પ્રસન્ન મનને કર. અર્થાતુ આ ખેચર ઉપર અતિશય પ્રસન્ન થા. ત્યાર પછી લક્ષ્મી દેવીએ કહ્યું કે, હે મહાનુભાગ! ચિંતામણિની જેમ સમસ્ત મનોવાંછિત કાર્યને સાધવામાં સમર્થ એવી હું તુષ્ટ થઈ છું તો પછી તે આ શું માગ્યું? આ પ્રમાણે બીજી જગ્યાએ પણ સર્ષની જેમ અનર્થને કરનારા દુર્નતિ એ જ છે ધન જેનું એવા આ વિદ્યાધરને છોડાવવાથી શું? તું પોતાના ઈચ્છિત કાર્યને કહે કે જેથી તત્ક્ષણ દુષ્માધ્ય એવા પણ તે કાર્યને હું સાધુ. દક્ષ એવો કયો પુરુષ અક્ષયનિધાનની જેમ પ્રાપ્ત થયેલા દેવતાના વરદાનને ફોગટ જ ગુમાવે? ત્યાર પછી વિવેકરૂપી રાજહંસ એવા શ્રેષ્ઠ કુમારે કહ્યું કે, હે દેવી ! સામાન્યજનને અનુરૂપ એવું આ તેં શું કહ્યું? ઉત્તમ પુરુષોને તો પરકાર્ય એ જ સ્વકાર્ય છે. કહ્યું છે કે,
हुंति परकज्जनिरया, निअकज्जपरम्मुहा सया सुअणा ।
चंदो धवलेइ महि, न कलंकं अत्तणो फुसइ ॥१॥ સજ્જનો હંમેશા પરકાર્ય કરવામાં નિરત હોય છે અને પોતાના કાર્યથી પરમુખ હોય છે. ચંદ્ર પૃથ્વીને ઉજ્જવળ કરે છે પણ પોતાના કલંકને સાફ કરતો નથી.
તેથી વિશેષથી તુષ્ટ થયેલી લક્ષ્મીદેવીએ ન માગ્યું હોવા છતાં પણ રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે હજાર વિદ્યા જાણે પોતાના હૃદયના રહસ્યને આપતી ન હોય તેમ તેને આપી. બંધાયેલા વિદ્યાધરને પણ મૂક્યો. અને તે વિદ્યાધર છોડાવવાના ઉપકારથી ખરીદાયેલો હોવાથી નોકરની જેમ નિત્ય તેનો અનુચર=સેવક થયો. અહો ! પાંચ પાંડવની પ્રિય પત્નીના સહકારની જેમ પરોપકારનું તત્કાળ જ કંઈ પણ અતિવિપુલ ફળ છે. ત્યાર પછી સહચરી (=પત્ની)થી સહિત વિદ્યારે વિદ્યાશક્તિથી તે કુમારને તેલમર્દન, - સ્નાન આદિ કરાવવાપૂર્વક વિવિધ પ્રકારની ભોજન કરવા લાયક વસ્તુઓથી ભોજન કરાવ્યું અને પરિશ્રમથી રહિત કર્યો. ત્યાર પછી જેવી રીતે અર્થ અને કામથી ગૃહસ્થધર્મ સેવાય તેવી રીતે તે બંનેથી સેવાતો અમૃતરસની જેમ ઉદ્યાનની રમણીયતાનું નિરંતર આસ્વાદ કરતો જેટલામાં એક યોજનમાત્ર ક્ષેત્રમાં પહોંચ્યો તેટલામાં લક્ષ્મીદેવી વડે બનાવાયેલું, જાણે રોહણગિરિનું બીજું શિખર ન હોય એવું મણિમય શ્રી શાંતિનાથ તીર્થકરનું મંદિર જુએ છે. અને આનંદિત થયેલો તે તે મંદિરમાં પ્રવેશ્યો. અતિભક્તિથી ત્રણ ભુવન માટે સૂર્ય સમાન એવા જિનેશ્વરને પ્રણામ કરીને અને અતિપ્રશસ્ત મહાન અર્થવાળા સ્તવનથી સ્તવના કરીને અને મધ્યમંડપની મધ્યમાં સ્થાપન કરેલી સરસ્વતી દેવીને નમસ્કાર કરીને ત્યાં જ બેઠેલો તે આ પ્રમાણે વિચારવા લાગ્યો– .