________________
બીજો પ્રકાશ - દર્શનાચાર
. હવે દર્શનાચારનું વ્યાખ્યાન કરાય છે. તેમાં દર્શન એટલે સમ્યકત્વ. તેનું વિસ્તારપૂર્વકનું સ્વરૂપ અમારી રચેલી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાંથી જાણી લેવું.
નવા જિનમંદિર બનાવવા, જિનેશ્વરની પ્રતિમા ઘડાવવી, જીર્ણોદ્ધાર કરાવવા વગેરેથી અરિહંત ભગવંતની ભક્તિનું પોષણ કરવાથી અને સાધુની સેવાથી થયેલી જિનમતમાં નિપુણતાથી દર્શનાચારની આરાધના થાય છે. જે પ્રમાણે કોકાશ અને કાકજંઘ રાજાએ પૂર્વભવમાં દર્શનાચારની આરાધના કરી તે પ્રમાણે દર્શનાચારની આરાધના કરવી જોઈએ. કોકાશની જેમ જિનમતમાં નિપુણતા કેળવવી જોઈએ અને સ્વીકારેલા દિવ્રતમાં કાકજંઘ રાજાને જે પ્રમાણે દઢતા થઈ તે પ્રમાણે દર્શનશુદ્ધિમાં સ્વીકારેલા શ્રાવકધર્મના નિયમોમાં પ્રાણાંતે પણ દૃઢતા જ કરવી જોઈએ, પણ શિથિલતા ન કરવી જોઈએ. કોકાશ અને કાકજંઘ રાજાનો વૃત્તાંત આ પ્રમાણે છે–
કોકાશ અને કાકજંઘરાજાની કથા * ભારતભૂમિ રૂપ ભામિનીના આભૂષણોમાં માણેકના કંકણ જેવું આચરણ કરતા શ્રીમાન કોંકણ નામના દેશને શણગારનાર = શોભાવનાર સોપારક નામનું નગર છે, કે જ્યાં
જીવિતસ્વામી શ્રી યુગાદીશ (આદિનાથ)ની મૂર્તિની સેવા કરવા માટે વિશેષથી વનસ્પતિની " સંપૂર્ણ જાતિ ઉતરી આવી છે. અથવા તો તેવા પ્રકારના તીર્થનો સારી રીતે કોણ આશ્રય ન કરે? ત્યાં સર્વત્ર વિખ્યાત અને મહાપરાક્રમ એ જ છે ધન જેનું એવો વિક્રમધન નામનો રાજા છે. તેની તલવારની ધાર ઉપર જેવું અમૃત છે એવું અમૃત પાતાલલોકમાં અને સમુદ્રમાં પણ નથી. કે જે અમૃતનું પાન કરીને શત્રુઓ તરત જ દેવતાઈ લક્ષ્મીને પામે છે. અર્થાત મૃત્યુ પામે છે. અને તે નગરમાં રાજાનો પરમ કૃપાપાત્ર, ત્રણેય જગતમાં અદ્વિતીય કલાકલાપમાં કુશલ, રથકારમાં (= સુથારમાં) અગ્રેસર એવો સોમિલ નામનો રથકાર રહેતો હતો. તેને પ્રશંસા કરવા યોગ્ય ગુણની નિર્મળતાથી ચંદ્રને પણ જીતી લીધો છે એવી સોમા નામની પત્ની હતી. '
તેઓને દેવિલ નામનો પુત્ર હતો. તે જ રથકારની દાસીનો બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલો કોકાશ નામનો પુત્ર હતો. તે રથકાર પોતાના પુત્રને દરરોજ ઘણી ધાકધમકીપૂર્વક પોતાની કલા ગ્રહણ કરાવે છે. કારણ કે –