________________
૧૦૪
આચારપ્રદીપ
નિબુદ્ધિવાળા જેવું આચરણ કરે છે. ઘણું કહેવાથી શું ? જે દુકાળમાં ભૂખ રૂપી મહારાક્ષસીથી પરવશ કરાયેલા ચિત્તવાળા પિતા વગેરે પણ પ્રાણથી પણ પ્રિય એવા પોતાના પુત્ર વગેરેને ત્યાગ કરવા યોગ્ય નોકરની જેમ વેચવાનું, મરેલાની જેમ ત્યાગ કરવાનું અને કેટલાક તો અત્યંત નિર્દયતાથી પુત્ર આદિના માંસનું ભક્ષણ વગેરે પણ અયોગ્ય કાર્ય આચરે છે. કહ્યું છે કે
मानं मुञ्चति गौरवं परिहरत्यायाति दीनात्मतां, लज्जामुत्सृजति श्रयत्यदयतां नीचत्वमालम्बते । भार्याबन्धुसुहृत्सुतेष्वपकृती नाविधाश्चेष्टते, किं किं यन्न करोति निन्दितमपि प्राणी क्षुधा पीडितः ? ॥१॥
માનને મૂકે છે, ગૌરવનો ત્યાગ કરે છે, દીનતાને પામે છે, લજ્જાને છોડે છે, '' નિર્દયતાનો આશ્રય કરે છે, નીચપણાનું આલંબન કરે છે, પત્ની, ભાઈ, મિત્ર, પુત્ર વિષે પણ વિવિધ પ્રકારની અપકારની ચેષ્ટા કરે છે. સુધાથી પીડાયેલો જીવ એવું કયું કર્યું. નિતિ કાર્ય છે કે જેને ન કરે ? અર્થાત્ નિંદિત બધા જ કામો કરે.
અને જે દુકાળ છે તે બધાય ઉપદ્રવ કરતા પણ અતિ ભયંકર છે. परचक्रागमवह्नया-धुपद्रवे किमपि तिष्ठति क्वापि । विश्वोत्पातसदृक्षं, दुर्भिक्षं त्वखिलसंहारि ॥ १ ॥
પરચક્રનું આગમન થાય અર્થાત્ શત્રુનું આક્રમણ થાય, આગ લાગે ઇત્યાદિ ઉપદ્રવોમાં તો ક્યાંક કંઈક પણ બચી જાય અર્થાત્ સંપૂર્ણ નાશ ન પામે. પરંતુ વિશ્વના ઉત્પાત સમાન દુકાળ તો સર્વનો સંહાર કરનાર છે.
આવા પ્રકારનો મહાન દુકાળ પ્રવર્તે છતે પોતાના મોટા કુટુંબનો નિર્વાહ કરવા માટે અસમર્થ એવો કોકાશ પોતાના સઘળાય કુટુંબને સાથે લઈને ક્રમે કરી દુકાળ વગેરે ઉપદ્રવોએ જ્યાં પ્રવેશ કર્યો નથી એવા માલવદેશમાં પોતાની વિશેષ પ્રકારની સમૃદ્ધિથી સંપૂર્ણ નગરીઓને જીતતી ઉજજયની નગરીમાં ગયો. પરંતુ ત્યાં કોઈ પરિચિત નથી અથવા તો કોઈ ઓળખીતો નથી કે જેને આગળ કરીને રાજાને મળે અને પોતાની કલાની કુશળતા બતાવે. વળી શ્રેષ્ઠ હાથીનું જેમ રાજા સિવાય બીજો કોઈ નિર્વાહ સ્થાન નથી તેમ તેવા પ્રકારના કલાપાત્રને રાજા સિવાય બીજો કોઈ નિર્વાહ સ્થાન નથી. કારણ કે
अवीनादौ कृत्वा भवति तुरगो यावदवधिः, पशुर्धन्यस्तावत् प्रतिवसति यो जीवति सुखम् ।