________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
લવણ સમાન રસ નથી, વિજ્ઞાન સમાન બાંધવ નથી, ધર્મ સમાન નિધિ નથી અને કોપ સમાન વૈરી નથી.
૧૦૭
બીજે દિવસે કૌતુક રસથી આક્રાંત થયેલા રાજાએ લાકડાના બનાવેલા સુંદર ગરુડ ઉપ૨ લક્ષ્મીથી સહિત જાણે સાક્ષાત્ વિષ્ણુ ન હોય તેમ પટ્ટરાણીથી સહિત આરૂઢ થઇને આકાશમાં ગમન કરવાનું કારણ એવી ખીલી (ચાવી)ના વિન્યાસને જેણે જાણ્યું છે એવા કોકાશની સાથે પૃથ્વીવલયને જોવા માટે આકાશ માર્ગે પ્રયાણ કર્યું. ક્રમે કરી અનેક કૌતુકોને પોતાની ચક્ષુનો વિષય બનાવતો, અર્થાત્ અનેક કૌતુકોને જોતો. વિવિધ પ્રકારના વન, નદી, નગર, ગામ, સીમા આદિને જાણે એક સાથે ઓળંગતા ન હોય તેમ રાજા જેટલામાં ભરુચ નગરની ઉપર ગયો, તેટલામાં વિસ્મયપૂર્વક પટ્ટરાણીએ રાજાને પૂછ્યું: હે દેવ ! પોતાની શ્રેષ્ઠ સમૃદ્ધિથી ઇન્દ્રની રાજધાની અમરાવતીને પણ જીતતું આ નગરનું નામ શું છે ? અને ગંગા નદીની જેમ નિર્મળ પાણીના પૂરથી શોભતી આ નદીનું નામ શું છે ? ત્યાર પછી તેના નામ વગેરે સ્વરૂપને સારી રીતે નહીં જાણતો રાજા જેટલામાં કંઇ જવાબ નથી આપતો, તેટલામાં નામ આદિને પૂર્વે જાણ્યું છે જેણે એવા, વિજ્ઞાનના ધુરંધરોમાં પણ ધુરંધર એવા, શ્રેષ્ઠ કોકાશ રથકારે કહ્યું કે,
ભરુચનગરનું વર્ણન
હે સ્વામિન્ ! વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના ચરણ કમળથી પવિત્ર થયેલો છે અંદરનો ભાગ જેનો એવું આ ભરુચ નામનું નગર છે. અને આ નગરના લોકોને સર્વ રીતે સુખ આપનારી, કોઇ પણ જાતની લજ્જા વિના ક્રીડા કરતા અમાપ પ્રીતિવાળા હંસ, ચક્રવાક આદિ અનેક રીતે આનંદ કરતા પંખીઓના જોડલાની વિવિધ ક્રીડાના કૌતુકથી આકાશમાં વિચરતા વિદ્યાધર, કિન્નર વગેરેના જોડલાઓને પણ આનંદ આપતી નર્મદા નામની નદી છે.
અને આ નગરમાં પૂર્વે સુર-અસુરથી સેવા કરવા યોગ્ય એવા, ઉત્પન્ન થયું છે દિવ્ય કેવળજ્ઞાન જેમને એવા શ્રી મુનિસુવ્રત સ્વામી દક્ષિણ દિશાના ભૂષણ એવા પ્રતિષ્ઠાનપુર નગરમાંથી એક જ રાત્રિમાં સાઇઠ યોજનનો વિહાર કરીને આવ્યા. યાગમાં હોમવા ઇચ્છેલા, સર્વાંગ સદ્ભક્ષણથી શોભતા, પૂર્વભવના પોતાના મિત્ર, પૂર્વભવ કહેવા આદિ દ્વારા જેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન કરાવ્યું છે એવા પ્રતિબોધ કરીને કરાવેલો છે સર્વસચિત્ત વસ્તુનો ત્યાગ જેને એવા, સ્થિર કરાવ્યો છે દૃઢ ધર્મનો અનુરાગ જેને એવા શ્રેષ્ઠ ઘોડાને સૌધર્મ દેવલોકમાં સૌધર્મેન્દ્ર સમાન ઋદ્ધિ જેવી દેવલોકની ઋદ્ધિને પ્રાપ્ત કરાવી અને કૃતજ્ઞમાં અત્યંત શ્રેષ્ઠ તે દેવે ત્યારે જ ત્યાં આવીને શ્રેષ્ઠ એવા સ્વામીના