________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
રાજાની સાથે સંગ કરવાની ઇચ્છાવાળો હોવા છતાં પણ કલિંગ રાજાનો આદેશ ન હોવાથી સંગ નહીં કરી શકતો, દુર્જનતા બતાવનારા શત્રુની જેમ પત્ની સહિત અત્યંત ગુપ્ત સ્થાને રહેલા મારું શત્રુરાજાની આગળ સ્થાન કહેવું આદિ અત્યંત અનુચિત આવું આચરણ આણે કેમ કર્યું ? એ પ્રમાણે વૈમનસ્ય પામતા પોતાના સ્વામીને સંભાવનાથી જાણીને, અર્થાત્ મારા સ્વામીએ આવો વિચાર કર્યો હશે અને એને કારણે વૈમનસ્ય થયું હશે એમ સંભાવનાથી જાણીને વિદ્વાનોમાં શિરોમણિ એવા કોકાશે પોતાના સ્વામીનું વૈમનસ્ય દૂર કરવા માટે કોઇ પણ વિશ્વાસુના હાથે જાણે સાક્ષાત્ પોતાનો અભિપ્રાય ન હોય એમ એક શ્લોક મોકલ્યો. અને તે શ્લોક આ પ્રમાણે છે–
कर्क कर्मणि भिषजा विहिते मा मन्द ! दुर्मनायिष्ठाः । सपदि गुणायैव तवैतद्भविता निश्चिनुष्वेति ॥ १॥
૧૩૩
વૈદ્ય વડે કર્કશ કર્મ કરાયે છતે હે મૂર્ખ ! તું દૌર્મનસ્ય ન કર, તરત જ આ કર્કશ કર્મ તને ગુણ માટે જ થશે એમ તું નિશ્ચય કર.
આ પ્રમાણેની 'અન્ય ઉક્તિને જેણે પૂર્વે વાંચી છે એવા સુવ્યક્ત બુદ્ધિવાળા કાકજંઘ રાજાએ નિશ્ચય કર્યો કે નક્કી પ્રકૃતિથી સુજન એવા આણે કલિંગ રાજાના આદેશથી પોતાને થયેલા બંધનના ક્લેશ પછી બહાર રહેલા મને પણ વધ આદિ અનર્થ થશે એવી શંકા કરીને સારી બુદ્ધિથી મારા હિત માટે જ આ રીતે નગરની અંદર લાવવાનું કર્યું છે, અને જેવી રીતે નજીકમાં રહેલો બુધ રાહુના ગ્રાસથી ચંદ્રને છોડાવે છે એ રીતે આ પણ મને આ દુષ્લેશ રૂપ ક્રૂરતાથી (=હિંસાથી) કોઇપણ રીતે નક્કી છોડાવશે, એમ નિશ્ચિતપણે સમય પસાર કર્યો.
અને આ બાજુ પોતાના સ્વામીને છોડાવવાના ઉપાયને અને ભવિષ્યના હિતને જેણે પૂર્વે વિચારી રાખ્યા છે એવો કોકાશ કલિંગ રાજાએ નિર્દેશ કરેલા શ્રેષ્ઠ રચનાતીત સમૃદ્ધિથી સુખનું ધામ, જાણે ચક્રવર્તીનો આવાસ ન હોય એવો અતિવિશિષ્ટ આવાસ જેટલામાં જલદી બનાવે છે તેટલામાં પુરુષરત્નનો ફોગટ વિનાશ ન થાઓ એ કારણથી પ્રકૃતિથી સત્પુરુષ એવા કોઇક મશાલધારી પુરુષે કલિંગ રાજાનો ગૂઢ મંત્ર=ગૂઢ અભિપ્રાય કોકાશને જણાવ્યો. જેમ કે, હે વૈજ્ઞાનિક સ્વામિ ! પોતાને ઇચ્છિત મહેલના નિર્માણ સુધી તારા વૈમનસ્યના કારણે કોઇ વિઘ્ન ન થાઓ એ પ્રમાણેના અભિપ્રાયથી કલિંગ રાજાએ
૧. અન્ય ઉક્તિ− બીજાને કહેલી હોય છતાં પોતાને લાગુ પડે તેવી ઉક્તિ. અહીં રોગીને ઉદ્દેશીને કહેલી હોવા છતાં પોતાને લાગુ પડે છે.
૨. જો કાકજંઘ રાજાને મારી નાંખવામાં આવે તો કોકાશને વૈમનસ્ય (=મનમાં વિપરીત પરિણામ) થાય તો મહેલ બનાવવામાં વિઘ્ન આવે.