________________
૧૨૫
બીજો પ્રકાશ-દર્શનાચાર થોડા જ સમયમાં નાશ પમાડે છે. જયારે મહાપુરુષોનો વ્રત આદિનો સ્વીકાર પાષાણમાં કરેલી રેખા જેવો છે. પાષાણમાં કરેલી રેખા લાંબાકાળે પણ નાશ પામતી નથી. તેમ મહાપુરુષોના વ્રત આદિ સ્વીકાર લાંબા કાળે પણ નાશ પામતા નથી. જેથી કહ્યું છે કેदिग्गजकूर्मकुलाचलफणिपतिविधृताऽपि चलति वसुधेयम् । प्रतिपन्नमचलमनसां न चलति पुंसां युगान्तेऽपि ॥ १ ॥
દિગ્ગજ, કાચબો, કુલાચલ, શેષનાગ એ બધાએ ધારણ કરેલી હોવા છતાં પણ આ પૃથ્વી ચલાયમાન થઈ જાય, પરંતુ સ્થિર મનવાળા પુરુષોએ વ્રત આદિ જે સ્વીકારેલું હોય તે યુગાન્ત પણ ચલાયમાન ન થાય.
આથી બીજા ઉપાયની ચિંતા છોડીને આ ગરુડને પાછું વાળવા માટે બદલાયેલી એવી પણ આ ચાવીનો જ પ્રયોગ કર. કદાચ ભાગ્યયોગે આ ચાવીથી પણ આ ગરુડ કેટલુંક ચાલે. અને રાજાનું કહેલું આ અદ્દભૂત વચન કાનનો વિષય કરીને ચિત્તમાં અત્યંત ચમત્કાર પામેલો, વિજ્ઞાનનો અતિશય એ જ છે ધન જેનું એવો કોકાશ વિચારે છે કે, રાજાને ધર્મમાં (ટર રિ) કેટલી કેટલી દઢતા છે, (વપુરે વપુર) રોમે રોમ નિરુપમ સાત્ત્વિકપણું છે, અને નિષ્કપટ વૃત્તિવાળા રાજાને પોતાના જીવન વિષે પણ (ટ
ટ) કેટલી કેટલી નિરપેક્ષતા છે. અહો ! અહો ! સ્વીકારેલા પોતાના વ્રતના પાલનમાં મહા ઉત્સાહ તો જુઓ ! આ પ્રમાણે હૃદયમાં પ્રશંસામાં તત્પર થયેલો તેવા પ્રકારના દઢધર્મવાળા રાજાના નિયમને અતિક્રમ કરનારા આગળ જવાના વિષયવાળા ઉપદેશના વશથી ઉત્પન્ન થયેલી લજ્જાના સંપર્કથી નીચા મુખવાળો થયેલો કોકાશ બીજી કોઈ વૃત્તિ ન રહેવાના કારણે અર્થાતુ બીજો કોઈ રસ્તો ન હોવાના કારણે ભાગ્યનું આલંબન લઈને પૂર્વે જોડેલી ગમન કરવાની ચાવીને બહાર કાઢીને કેટલામાં બદલાયેલી તે ચાવીનો ગરુડને પાછો વાળવા માટે પ્રયોગ કરે છે તેટલામાં ઈન્દ્રના વજથી છેદાયેલા બે શિખરવાળા પર્વતની જેમ એકાએક જ જેની બે પાંખો ભેગી થઈ ગઈ છે એવા આકાશમાંથી પડતા ગરુડની સાથે જ દુર્ભાગ્યના વિલાસના કારણે રાજા વગેરે ત્રણે ય પણ હાહાકાર કરતા જાણે મરી ગયા ન હોય તેમ નીચે પડ્યા. પરંતુ પૂર્વના કોઇ શુભકર્મના યોગથી સરોવરના જલ ઉપર પડવાથી અખંડિત અને અપીડિત સમગ્ર અંગોપાંગવાળા તેઓ તરવામાં હોશિયાર હોવાના કારણે અદનવૃત્તિથી જ અર્થાત્ દીનતા કર્યા વિના જ જલચરની જેમ તરતા તરતા કિનારે આવ્યા. કારણ કેवने रणे शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा। सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुरा कृतानि ॥१॥[ नीतिशतक-९९]