________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૦૫
अमीषां निर्माणं किमपि तदभूदग्धकरिणां,
वनं वा क्षोणीभृद्भवनमथवा येन शरणम् ॥१॥ ઘેટાઓને આગળ કરીને અર્થાતુ ઘેટાઓથી માંડીને ઘોડા સુધીના પશુ છે તે ધન્ય છે કે જે જ્યાં ત્યાં વસે છે અને સુખેથી જીવે છે. જયારે આ બળેલા હાથીઓનું તેવા પ્રકારનું કંઈ પણ નિર્માણ થયું છે કે જેથી કાં તો વન શરણ છે અથવા તો રાજાનું ભવન શરણ છે.
ક્ષીણકલાવાળાને કોઈ ન જુએ તેની જેમ તેવા પ્રકારની અવસ્થાવાળા કલાવાળા એવા પણ તેને કોઈ બે આંખથી પ્રયત્નપૂર્વક જોતો પણ નથી. તો પછી સ્થાન આપવું આદિ સન્માનની કથા તો દૂર રહી. તેથી તે સર્વે મુસાફરોને સાધારણ એવા મુસાફરખાનામાં વિષાદ કરતો રહ્યો. કહ્યું પણ છે કે
दोःस्थ्यं नाम पराभूतेः, स्थानमाद्यं न संशयः ।
રીના જપતેઃ પાન, ક્ષા: સંવતે યતઃ ૨ દાયિ પરાભવનું પહેલું સ્થાન છે એમાં કોઈ સંશય નથી. કારણ કે દરિદ્ર થયેલો રાજા પણ ગોવાળીયાના પગની સેવા કરે છે.
તેથી વિજ્ઞાનમાં નિપુણતા જ સર્વઇચ્છિત કાર્યને સાધવામાં અનુકૂળ છે એ પ્રમાણે વિચારીને પ્રત્યુત્પન્ન બુદ્ધિવાળો તે લાકડાના સેંકડો મોટા કબૂતરો બનાવીને તેવા પ્રકારની ખીલી (ચાવી) આદિના પ્રયોગથી રાજાના ભંડારોમાં મોકલે છે. તે લાકડાના કબૂતરો પણ જાણે જીવતા કબૂતરો ન હોય તેમ તે જ ક્ષણે ત્યાં જઈને દાણાને ગ્રહણ કરવામાં ચતુર એવી પોતાની ચાંચોથી શાલિચોખાથી પેટને કોઠારની જેમ ભરીને પાછા આવે છે. તે દાણાઓથી તેણે પોતાના કુટુંબનો નિર્વાહ કર્યો. કોઈક એક દિવસ શાલિને ચોરનારની સારી રીતે શોધ કરતા એવા શાલિરક્ષકોએ રાજાના ધાન્યભંડારોમાંથી જલદીથી નીકળતા શાલિકણોથી પૂર્ણ ભરેલા જાણે વહાણો ન હોય તેવા લાકડાના કબૂતરોને જોયા. અને મનમાં આશ્ચર્ય પામેલા, લાકડાના કબૂતરોની પાછળ ચાલતા કોકાશના ઘરે આવ્યા. અને તે કણોના સમૂહને ગ્રહણ કરતા કોકાશને જોયો. અને ત્યાર પછી “ચોર પકડાયો” એ પ્રમાણે આનંદિત થયેલા તેઓ ઘણા દિવસથી ચિંતવેલું રાજાનું દર્શન આજે થશે અને કલાકૌશલ પ્રગટ કરવાથી મારું બહુમાન થશે એ પ્રમાણે ઉત્પન્ન થયેલી આશાવાળા ૧. પ્રત્યુત્પન્નમતિ=જે સમયે જે કાર્ય કરવા યોગ્ય હોય તે જ સમયે તે કાર્ય સૂઝાડનારી બુદ્ધિ. ૨. અહીં સિ.હે.શ. સૂત્ર-પ-૪-૭૧થી રૂવ અર્થમાં કર્મકારક પછી ખમ્ પ્રત્યય આવ્યો છે. નવરાળિ - કોઇપૂરના પૂર્વ પેટને કોઠારની જેમ પૂરીને=ભરીને.