________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૦૩
किं राज्येन धनेन धान्यनिचयै-देहस्य सद्भूषणैः, पाण्डित्येन भुजाबलेन महता वाचां पटुत्वेन च । जात्याऽप्युत्तमया कुलेन शुचिना शुभैर्गुणानां गणै
रात्मा चेन्न विमोचितोऽतिगहनात् संसारकारागृहात् ॥१॥
જો અતિગહન એવા સંસાર રૂપી કારાગારમાંથી આત્માને છોડાવ્યો નથી તો રાજયથી શું ? ધનથી શું ? ધાન્યના સમૂહથી શું ? શરીરના સદ્ આભૂષણોથી શું ? પંડિતાઇથી શું? મહાન ભુજાના બળથી શું? અને વાણીની ચતુરાઇથી શું? ઉત્તમ જાતિથી પણ શું ? પવિત્ર એવા કુલથી શું ? ઉજ્જવલ એવા ગુણોના સમૂહથી શું ? અર્થાત્ આ બધાનું કોઈ જ પ્રયોજન નથી.
વરખેજા વત્તા રણા, ચાડ જિયતે મવઃ |
વહીfમપિ લિંક તામ:, વેનકૂ યાસુ વર્તતે . ૨ |
જે કલા સંસારને હલકો કરે એવી સુંદર એક કલા સારી, પણ જે કલાઓથી કલંક વધે એવી ઘણી કળાઓથી શું ?
તો પણ (દીક્ષા ન લેવા માટે) અતિ ઘણો અટકાવવાનો આગ્રહ કરનારા પણ રાજાને કોઇ પણ રીતે જણાવીને અર્થાત્ રાજાની અનુજ્ઞા લઇને ચારેય જણાએ પણ દીક્ષા લઇને દુઃખે કરી તપી શકાય એવા ઘણા તપો કરીને સિદ્ધિવધૂના અખંડિત આલિંગન સુખને ઘણું અનુભવ્યું.
આ બાજુ કોંકણ દેશમાં નિધનજનનો સંહાર કરનારા મહારાક્ષસ જેવો મહાન દુકાળ થયો. જે દુકાળમાં ધનવાનો પણ નિર્ધન જેવું આચરણ કરે છે, રાજાઓ પણ રંક જેવું આચરણ કરે છે, સાહસિકો પણ કાયર જેવું આચરણ કરે છે, સજ્જનોમાં અગ્રેસર પણ ચોર જેવું આચરણ કરે છે, મોટી ઈચ્છાવાળાઓ પણ તુચ્છ જેવું આચરણ કરે છે, દાન આપવામાં શૂરવીરો પણ થોડું પકાવનાર જેવું આચરણ કરે છે, સાધમિકો પણ નિર્ધાર્મિક જેવું આચરણ કરે છે, સારું કામ કરનારાઓ પણ ખરાબ કામ કરનાર જેવું આચરણ કરે છે, સ્વભાવથી લજ્જાળુ માણસો નિર્લજ્જ જેવું આચરણ કરે છે, વિવેકીઓ પણ નિર્વિવેકી જેવું આચરણ કરે છે, દાક્ષિણ્યવાળાઓ પણ નિર્દાક્ષિણ્ય જેવું આચરણ કરે છે, દયાવાળા પણ નિર્દય જેવું આચરણ કરે છે, સ્નેહવાળા પણ નિઃસ્નેહી જેવું આચરણ કરે છે, કરુણાવાળા પણ નિષ્કરૂણ જેવું આચરણ કરે છે, કોમળ માણસો પણ કઠોર માણસો જેવું આચરણ કરે છે, સુસંતોષીઓ પણ અસંતોષી જેવું આચરણ કરે છે, સુપ્રતિષ્ઠિત માણસો પણ નિષ્પતિષ્ઠિત જેવું આચરણ કરે છે, સબુદ્ધિવાળાઓ પણ