________________
આચારપ્રદીપ
રાજાનું મરણ થવાથી ‘હતું સૈન્યમનાય’ નાયક વિનાનું સૈન્ય હણાયું એ પ્રમાણે કદર્થનાના ભયથી મંત્રી વગેરેએ નગરના દ્વારો ઉઘાડીને નગરના લોકોની સાથે સામે જઇને ઘણા આદરપૂર્વક જ જાણે ભેટણું ધરતા હોય તેમ જિતશત્રુ રાજાને નગરી અર્પણ કરી. ખુશ થયેલા તેણે પણ સ્વયં રાજ્ય ઉપર અધિષ્ઠિત થઇને સર્વે પણ મંત્રી વગેરેને સન્માન આપવાપૂર્વક યથાયોગ્ય પોતપોતાના વ્યાપારમાં જોડ્યા. તે ચારેય પણ પુરુષરત્નોની રાજાએ પરીક્ષા કરી. કરાતી એવી પરીક્ષામાં અંગમર્દન કરનારાએ પોતાની હસ્ત કળાથી રાજાના અંગનું મર્દન કરતા ઘણા તેલથી ત્યાં સુધી મર્દન કર્યું કે રાજાની એક જ જંઘામાં સોળ માસા પ્રમાણે એક કર્ષ એવા પાંચ કર્ષ તેલ પ્રવેશ કરાવ્યું. ત્યાર પછી ફરી ઉર્તન આદિ પ્રયોગથી રાજાના સમગ્ર શરીરમાંથી પણ તે સંપૂર્ણ તેલ બહાર કાઢ્યું. પરંતુ રાજાની રજા લઇને એક જંઘાનું તેલ બહાર ન કાઢ્યું અને ‘બીજો જે કોઇ પણ પોતાને કળાવાળો માનતો માની હોય તે આ જંઘામાંથી તેલને બહાર કાઢે' એ પ્રમાણે રાજાની સભામાં મોટેથી કહ્યું. તેના વચનને સાંભળવા રૂપ કાનને મરડવાથી પીડાયેલા, અભિમાન એ જ છે ધન જેનું એવા અનેક સંવાહક (મર્દન) કલાના પંડિતોએ તે તેલને બહાર કાઢવા માટે અનેક પ્રકારે ઉદ્યમ કર્યો. પરંતુ એક પણ પંડિતે શરીરમાંથી અસાધ્ય વ્યાધિની જેમ જંઘામાંથી તે તેલ ન કાઢ્યું. અંગમર્દકરત્ન પણ તે તેલ તે જ દિવસે કાઢવા માટે સમર્થ છે પણ બીજા દિવસે કાઢવા માટે સમર્થ નથી. તેથી કૂવા ઉ૫૨ કૂવાની છાયાની જેમ તે અંગમર્દકરત્ન ત્યાં જ રહેલો છે. તે તેલના વિકારથી રાજાની જંઘા કંઇક જાડી અને અત્યંત કાળી થઇ ગઇ. ત્યારથી માંડીને તે રાજાનું નામ કાકર્જથ એ પ્રમાણે લોકોએ યથાર્થ પ્રસિદ્ધ કર્યું. એવો કયો મહાન માણસ પણ સમુદ્રની વેલાની જેમ જન ઉક્તિને સ્ખલના પમાડવા માટે સમર્થ છે ? કારણ કે લોક રૂપ બકરાના મુખને બંધન હોતું નથી એ સર્વવિદિત જ છે.
૧૦૨
न तथा सुनाम लोके यथाऽपनाम प्रसिद्धिमायाति । माषतुषकूरगडुकसावद्याचार्यरावणादिकवत् ॥ १ ॥
માષતુ, ફૂગડુક, સાવઘાચાર્ય, રાવણ આદિની જેમ લોકમાં અપનામ જેવી પ્રસિદ્ધિમાં આવે છે તેવી પ્રસિદ્ધિમાં સુનામ આવતું નથી.
તેથી પરીક્ષાના કષપટ્ટમાંથી સાંગોપાંગ પસાર થયેલા કલાકારોમાં શ્રેષ્ઠ એવા તે ચારેયનું સન્માન ક૨વામાં ચતુર એવા કાકજંઘ રાજાએ ઘણું સન્માન કર્યું. પરંતુ તેઓ તો . પોતાના સ્વામીના તેવા પ્રકારના મરણને જોવાથી નિર્વેદને પામ્યા. કારણ કે–