________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
भीमो भीमसुतापतावपि हरिश्चन्द्रेऽपि रौद्राशयः,
शक्रेऽपि श्रितवक्रिमा हतविधिर्यस्तस्य केऽन्ये पुनः ? ॥ १ ॥
અભાગિયો ભાગ્ય કેવો ખતરનાક છે કે જે સીતાના પતિ રામચંદ્ર વિષે પણ દુષ્ટ હૃદયવાળો થયો. અર્જુનને વિષે પણ અનર્થને આપનારો થયો, જીમૂત રાજાને વિષે પણ પોતાની મરજી પ્રમાણેના વ્યવહા૨વાળો થયો. કર્ણને વિષે પણ કર્ણેજપ=ચાડિયો થયો, ભીમ રાજાની પુત્રી દમયંતિના પતિ નળ રાજા વિષે પણ ભયંકર થયો, હરિશ્ચંદ્રને વિષે પણ રૌદ્ર આશયવાળો થયો, શક્ર વિષે પણ વક્રતાનો આશ્રય લેનારો થયો. તો તેને બીજા તો શું વિસાતમાં છે ?
તે અવસરે સારી રીતે ધર્મતત્ત્વનો વિચાર કરવામાં ચતુર એવો રાજા... धर्मपराणां पुंसां, जीवितमरणे सदैव कल्याणे ।
રૂન્દુ નીવતાં વિવેઃ, સાતિયમનું મૃતાનાં ચ ॥
૧૦૧
॥
ધર્મમાં તત્પર પુરુષોને જીવવું અને મરવું એ બંને હંમેશા જ કલ્યાણકારી છે. જીવતાને અહીં વિવેક છે અને મરેલાને સદ્ગતિગમન છે.
धीरेण वि मरियव्वं, कायरेण वि अवस्स मरिअव्वं । दुहं पि हु मरिअव्वे, वरं खु धीरतणे मरिउं ॥ २ ॥
ધીરે પણ મરવાનું છે અને કાયરે પણ અવશ્ય મરવાનું છે. જો બંનેને મરવાનું જ છે તો પછી ધીરતાથી મરવું એ જ શ્રેષ્ઠ છે.
ઇત્યાદિ સુભાષિતના અર્થના અનુસ્મરણથી ધીરમનવાળા રાજાએ અનશન આદિ વિધિથી આરાધના કરીને દેવલોકના સુખના આસ્વાદને પ્રાપ્ત કર્યો. મહાશૂલ આદિની ઉત્પત્તિ પ્રાયઃ મૃત્યુનાટકની નાંદી (=નાટકના આરંભમાં મંગલ માટે કરાતી સ્તુતિ) છે. કહ્યું છે કે—
सूलविसअहिविसूइअपाणिअसत्थग्गिसंभमेहिं च । વેદંતરસંમાં, રેફ નીવો મુક્કુત્તેળ ॥ ↑ ॥
શૂલરોગથી, વિષભક્ષણથી, સર્પદંશથી, વિભૂચિકાથી, પાણીમાં ડૂબવાથી, શસ્રના ઘાથી, અગ્નિમાં બળવાથી અને ગભરાટથી જીવ મુહૂર્ત માત્રમાં એક દેહમાંથી બીજા
દેહમાં સંક્રમણ કરે છે.