________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૯૯
સમ્યક્ત્વ આદિ શ્રાવકના ગુણો જેણે એવા, સદ્ગુરુની સેવાથી ઉત્પન્ન થઈ છે જિનમતમાં નિપુણતા જેને એવા કોકાશે રાજાની મહાન કૃપાને પાત્ર હોવાથી સુખેથી સમયને પસાર કર્યો.
અને આ બાજુ– ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થના ત્રિવેણી સંગમથી પવિત્ર થયેલું પાટલિપુત્ર નામનું નગર હતું. જેવી રીતે અગ્નિથી ઠંડી નાશ પામે છે તેવી રીતે દુઃખે કરી દમી શકાય એવા દુર્મદ રૂપ અગ્નિથી ધનવાનોનો વિવેક નાશ પામે છે. આ સત્ય ઉક્તિને પણ લક્ષ્મી અને વિવેકવાળા લોકોએ જે નગરમાં ખોટી પાડી, તે નગરમાં આશ્ચર્યકારી પોતાના પ્રચંડ પ્રતાપ માત્રથી પણ ત્રાસ પમાડ્યા છે સંપૂર્ણ શત્રુઓને જેણે એવો જિતશત્રુ નામનો રાજા હતો. દિગ્વિજય કરનારા જેની સેનામાંથી ઊડેલી ધૂળ ચારે બાજુ ફેલાઈ અને એથી શત્રુઓના મોઢા મલિનતાને પામ્યા અને શત્ર સ્ત્રીઓની આંખો ગળવા લાગી, અને તે જિતશત્રુ રાજાને સૌભાગ્યનો અતિશય આદિ ગુણોથી જાણે સાક્ષાત્ દેવી ન હોય એવી વિસ્તરેલા અસાધારણ રાજાના માનવાળી અર્થાત્ રાજાની માનીતી યશીદેવી નામની પહેલી પટ્ટરાણી હતી. બીજ તિથિની જેમ રાજાના અભ્યદયનું કારણ, અસાધારણ રૂપ આદિથી સ્ત્રીસમૂહમાં જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એવી વિજય નામની બીજી પટ્ટરાણી હતી. અને તે સમયે જાણે કે બીજો સ્વર્ગસન્નિવેશ ન હોય એવા માલવ દેશમાં પોતાની અસાધારણ સમૃદ્ધિથી અલકાપુરીનો પણ પરાભવ કરનારી શ્રીમતી અવંતિ નામની નગરીમાં પરમ શ્રાવક હોવાના કારણે સમ્યક્તત્ત્વનો વિચાર કરવામાં ચતુર એવો વિચારધવલ નામનો રાજા હતો. તેને ત્રણ જગતના ચિત્તને ચમત્કાર કરનારા ચાર પુરુષ રત્નો હતાં. ૧. સૂપકાર (=રસોઇયો), ૨. શવ્યાપાલક, ૩. અંગમર્દક, ૪. ભાંડાગારિક (=ભંડારી). તેમાં રસોઈયો યથાઇચ્છિત કોઈપણ એવી રસોઈ બનાવે છે કે જે રસોઈને ખાધા પછી તે જ ક્ષણે, ક્ષણ પછી, એક પહોરે, બે પહોરે, ત્રણ પહોરે, ચાર પહોરે યાવતુ બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે અથવા તો પંદર દિવસે, મહિને ઇત્યાદિ જે સમયે ઇચ્છા કરી હોય તે સમયે જ ભૂખ લાગે છે. તેના પહેલા ભૂખ લાગતી નથી કે તેના પછી પણ ભૂખ લાગતી નથી. અર્થાત્ જે સમયે ઇચ્છી હોય તે સમયે જ ભૂખ લાગે પણ આગળ-પાછળ ભૂખ ન લાગે.
શયાપાલ તેવા પ્રકારની કોઈક શય્યા પાથરે છે કે જેના ઉપર સૂતેલો માણસ પરમ સુખને અનુભવતો ઘડી, પહોર, રાત, દિવસ આદિ સ્વરૂપ ઇચ્છિત કાળે જ જાગે છે.
અંગમર્દક અંગમર્દન કરવા દ્વારા એક શેર, બે શેર, ત્રણ શેર, ચાર શેર, પાંચ શેર, છ શેર, સાત શેર, આઠ શેર ઇત્યાદિ પ્રમાણવાળું કે તેનાથી ઘણું અધિક પ્રમાણવાળું