________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
અર્થાત્ મૃત્યુ પામે છતે તેનો પુત્ર કલાથી રહિત હોવાથી રાજાના આદેશથી કોકાશે જ રથકા૨ના પદને અલંકૃત કર્યું. ખરેખર ! પુરુષને વિદ્યા કામધેનુની જેમ માપ વગરનું પણ કામિત શું નથી આપતી ? અર્થાત્ બધું જ આપે છે. કહ્યું છે કે,
विद्या नाम नरस्य रूपमधिकं, प्रच्छन्नगुप्तं धनं,
विद्या भोगकरी यशः सुखकरी, विद्या गुरूणां गुरुः ।
विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं,
विद्या राजसु पूज्यते न हि धनं, विद्याविहीनः पशुः ॥ १ ॥ [ नीतिशतक - १६ ]
"
૯૭
નરનું અધિક રૂપ પણ વિદ્યા જ છે, છૂપાવી રાખેલું ગુપ્ત ધન પણ વિદ્યા જ છે, ભોગને કરનારી, યશ અને સુખને કરનારી વિદ્યા જ છે, ગુરુની પણ ગુરુ વિદ્યા છે. પરદેશગમનમાં બંધુજન વિદ્યા જ છે, પરમ ભાગ્ય પણ વિદ્યા જ છે. રાજાઓમાં વિદ્યા પૂજાય છે. પણ ધન પૂજાતું નથી. આથી વિદ્યા વિનાનો પુરુષ પશુ જ છે.
हर्तुर्याति न गोचरं किमपि शं, पुष्णाति सर्वात्मना, ऽप्यर्थिभ्यः प्रतिपाद्यमानमनिशं वृद्धिं परां गच्छति । कल्पान्तेष्वपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धनं,
યેષાં તાન્ પ્રતિ માનમુન્નત નના: તે: સજ્જ સ્પતું ર[ નીતિશત-૨૨]
વિદ્યા નામનું અંતર્ધન જરા પણ ચોરનો વિષય બનતું નથી, સર્વ રીતે સુખને પોષે છે, દ૨૨ોજ અર્થીઓને અપાયેલું શ્રેષ્ઠ વૃદ્ધિને પામે છે અને કલ્પાંતકાળમાં પણ નાશ પામતું નથી. હે લોકો ! જેઓ પાસે આવું વિદ્યા નામનું અંતર્ધન છે, તેઓ પ્રતિ માનને છોડો. કારણ કે તેઓ સાથે કોણ સ્પર્ધા કરી શકે ? અથવા તો...
दासेरोऽपि गृहस्वाम्यमुच्चैः काम्यमवाप्तवान् ।
गृहस्वाम्यपि दासेरत्यहो प्राच्यशुभाशुभे ॥ १ ॥
દાસીપુત્ર એવો પણ કોકાશ મનોવાંચ્છિત એવા ઘરના સ્વામિપણાને પામ્યો. અને ઘરનો સ્વામી એવો પણ રથકારનો પુત્ર દાસ જેવું આચરણ કરે છે. અહો ! પૂર્વજન્મનું શુભાશુભ કર્મ કેવું આશ્ચર્યકારી છે.
અને તે કોકાશ કોઇક દિવસ (દેશના સાંભળે છે કે–)
तं रूवं जत्थ गुणा, तं मित्तं जं निरंतरं वसणे । सो अत्थो जो हत्थे, तं विन्नाणं जहिं धम्मो ॥ १ ॥