________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૦૯ ઉક્તિમાં પ્રસિદ્ધ, મર્યાદા વિનાની લક્ષ્મીના વિલાસથી સમૃદ્ધ, મોટા રાષ્ટ્રની વિભૂષા કરનારું મહારાષ્ટ્ર નામનું નગર છે. પૂર્વે પદ્માસન આકારે વસાવેલું આ નગરનું નામ પદ્મપુર હતું. વિજય પામતા શ્રી ચંદ્રપ્રભ સ્વામીના વચનથી સૌધર્મેન્દ્ર પાસેથી પ્રાપ્ત કરેલી ચંદ્રકાંતરત્નની બનેલી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા આગળ આરંભેલા મહાયાગની સિદ્ધિથી ખુશ થયેલા ચિત્તવાળા રાજાએ આ નગરમાં શ્રી ચંદ્રપ્રભવિહાર કરાવ્યો. ક્રમે કરીને અહીં જ પિતાના વચનની આરાધના માટે રામ વનવાસ કરે છતે બાર વર્ષથી વંશજાલીની અંદર અધોમુખ રહીને ધૂમ્રપાન કરતા પોતાના પુત્રને ચંદ્રહાસ તલવારની સિદ્ધિ થશે એવી ભાવનાથી રાવણની બહેન સુપર્ણનખા ત્યાં આવી. પૂર્વે ત્યાં આવેલા લક્ષ્મણના હાથે ચડેલી, તે જ સમયે ઉપસ્થિત થયેલી ચંદ્રહાસ તલવારથી છેદેલી વંશજાલીની અંદર કપાયેલા પોતાના પુત્રના મસ્તકને જોવાથી અતિ ક્રોધે ભરાયેલી (લક્ષ્મણના) પગલાને અનુસરતી જ પાછળ આવી. ત્યાં રહેલા રામને જોઈને મોહ પામેલી તેણે પ્રાર્થના કરી. રામે નિષેધ કર્યો એટલે લક્ષ્મણ પાસે આવી. તેણે પણ (પહેલા રામની પ્રાર્થના કરી હોવાના કારણે) તું ભાઈની પત્ની છે એ પ્રમાણે નિષેધ કર્યો એટલે ક્રોધનો ધમધમાટ બતાવ્યો. તેથી લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. ત્યારે આ નગર નાસિક્યપુર તરીકે પ્રસિદ્ધ થયું. અને રાવણને હણીને સીતાને પાછી લાવીને પાછા ફરતા એવા રામે શ્રી ચંદ્રપ્રભ સ્વામીના વિહારનો ઉદ્ધાર કરાવ્યો. ક્રમે કરીને શ્રી જિનધર્મની આરાધનામાં એકાગ્ર મહિમા(મન)વાળી પાંડુ રાજાની પટ્ટરાણી કુંતીએ શ્રી યુધિષ્ઠિર પુત્રનો જન્મ થયે છતે આ ચૈત્યનો ઉદ્ધાર કર્યો. ત્યારે આ ચૈત્ય “કુંતીવિહાર' તરીકે પ્રસિદ્ધિને પામ્યું. આ પ્રમાણે અહીં અનેક ઉદ્ધારો થયા. અને આ આશ્રય કરેલા સઘળાય જનને આનંદ કરનારી ગોદાવરી નામની નદી છે.
લંકાનગરીનું વર્ણન ફરી આ પ્રમાણે આગળ જતાં સમુદ્રની મધ્યમાં સુવર્ણથી બનાવેલા સંપૂર્ણ નગરને જોતા રાણીએ તે જ પ્રમાણે રાજાને પ્રશ્ન કર્યો. અને રાજા મૌનનું પોષણ કરે છતે, અર્થાત્ મૌન રહે છતે કોકાશે જ કહ્યું કે, હે દેવ! દિવ્ય ઋદ્ધિના વિલાસથી અલકાપુરીને પણ સંતાપ કરેલો છે એવી, અતિ મોટા પર્વતના શિખર, ત્રણ શિખરવાળો પર્વત, દુર્ગ, મહાસાગરની અંદર આવેલી ખાઈ આદિ વિશેષોથી સઘળા ય શત્રુઓનો પરાજય કરનારી લંકા નામની નગરી છે. અને આ નગરીમાં સ્વભાવથી પણ ઘણામદના ઉત્કર્ષથી સાક્ષાત્ જાણે ઐરાવણ ન હોય એવો, જેને હજારો વિદ્યાઓ સિદ્ધ થઈ છે એવો, લાખો વિદ્યાધરોએ જેની સેવા કરી છે એવો રાવણ નામનો પ્રતિવાસુદેવ પૂર્વે રાજ્યનું પાલન કરતો હતો. અને અતિ ફેલાતા દર્પથી ધમધમાટ કરતો એવો તે ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર વગેરે દેવોના નામને ધારણ કરનારા વિદ્યાધરો