________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
એ જ પ્રમાણે એક દિવસ પશ્ચિમ દિશામાં ગરુડ ગયે છતે તે જ પ્રમાણે (રાણીએ પ્રશ્ન કર્યો. રાજા મૌન રહે છતે) શ્રેષ્ઠ રથકાર કોકાશે જવાબ આપ્યો. સાંભળવા માત્રથી પણ સકલ પાપનો નાશ કરનારા, વિસ્મયને કરનારા, વિસ્તારપૂર્વક રચનાવાળા શ્રી શત્રુંજય, શ્રી રૈવત (ગિરનાર) મહાતીર્થના માહાત્મ્યને કહેનારા પ્રબંધને કહ્યો. ત્યાર પછી વિસ્મયથી આનંદિત મનવાળા તે ત્રણેયે પણ દેવોને વારંવાર વાંઘા. આ પ્રમાણે ઉત્તર દિશામાં જેનું બીજું નામ કૈલાશ છે એવા, વિવિધ આશ્ચર્યના નિધાન, વિશિષ્ટ સ્ફટિકની શિલાથી બનેલા, આઠ યોજન ઊંચા, શ્રી ભરત ચક્રવર્તીએ કરાવેલા સિંહનિષદ્યા સ્વરૂપ અનુપમ પોતપોતાના વર્ણ અને પ્રમાણથી યુક્ત ચળકાટ મારતા નવા રત્નોથી બનાવેલી શ્રી ઋષભદેવ વગેરે ચોવીસે જિનેશ્વરોની પ્રતિમાથી યુક્ત, સુવર્ણના દિવ્ય મંદિરોથી શોભતા, ઊંચા શિખરવાળા શ્રી અષ્ટાપદ પર્વતરાજ તીર્થના પ્રબંધને કહ્યો. શ્રીમદ્ અજિત આદિ વીસ તીર્થંકરના નિર્વાણસ્થાને દેવતાઇ રત્નથી બનાવેલા મહાસ્તૂપથી શોભતા સમ્મેતશિખર તીર્થના પ્રબંધને કહ્યો. વળી આગળ જતા– શાશ્વત સિદ્ધાયતન આદિ અનેક અદ્વૈત આશ્ચર્યથી યુક્ત વૈતાઢ્ય ગિરિરાજનું દર્શન થયે છતે શ્રી ઋષભદેવની સેવાથી સંતુષ્ટ થયેલા શ્રી ધરણેન્દ્રે અડતાલીસ હજાર વિદ્યાઓ આપી, દક્ષિણ દિશાની શ્રેણિમાં પચાસ અને ઉત્તર દિશાની શ્રેણિમાં સાઇઠ મહાનગરની સ્થાપના કરી રાજ્ય કરતા નમિ-વિનમિનો પ્રબંધ સારી બુદ્ધિવાળા કોકાશે જ કહ્યો.
૧૧૧
વળી બીજા દિવસે પૂર્વ દિશામાં શ્રી યુગાદિદેવ આદિ પાંચ તીર્થંકરના જન્મ આદિ અનુપમ કલ્યાણકના મહોત્સવથી પ્રાપ્ત કરેલા મહિમાથી સમૃદ્ધ થયેલી, વિશ્વમાં પ્રસિદ્ધ થયેલી શ્રીમતી અયોધ્યા આદિ તીર્થંકરના જન્મ આદિની ભૂમિનું તે જ પ્રમાણે કોકાશ વર્ણન કરે છતે શાંતિ આદિ ત્રણ જિન, સનકુમાર આદિ પાંચ ચક્રવર્તી, ચરમ શરીરી પાંચ પાંડવો આદિ અનેક ઉત્તમ પુરુષોની ઉત્પત્તિ સ્થાન, શ્રી ઋષભદેવનું વાર્ષિક તપનું પારણું કરાવનાર શ્રેયાંસકુમારથી પ્રારંભ થયેલું દાન, શ્રી શાંતિજિન, શ્રી કુંથુજિન, શ્રી અરજિનના નિર્વાણ કલ્યાણકને છોડીને બાકીના ચાર કલ્યાણકોનું થવું, શ્રી શાંતિ-કુંથુઅર-મલ્લિ જિનનું સમવસરણ થવું, વિષ્ણુકુમાર મહર્ષિનું લાખયોજન રૂપ વિકુર્વવું, સાધુના દ્વેષી નમુચિને શિક્ષા કરવી, પરિવ્રાજકને પીરસવાના રાજાના અભિયોગથી સૌધર્મેન્દ્રના જીવ કાર્તિક શ્રેષ્ઠિને વૈરાગ્ય ઉત્પન્ન થવું, એક હજાર આઠ વાણિયાઓથી પરિવરેલા તે કાર્તિક શેઠે મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લેવી. ઇત્યાદિ અનેક હજારો ઐતિહાસિક પ્રસંગોના નિધાન એવા શ્રી હસ્તિનાપુર નામના પ્રધાન તીર્થના વર્ણનના પ્રસંગે શ્રી શાંતિ-શ્રી કુંથુ-શ્રી અ૨- એ ત્રણેય જિન ચક્રવર્તી થઇને તીર્થંકર થયા એ પ્રમાણે વ્યતિકર સાંભળવાથી વિસ્મિત મનવાળા રાજાએ શ્રેષ્ઠ રથકાર કોકાશને પ્રશ્ન કર્યો કે, ચક્રવર્તીની તે સમૃદ્ધિ કેવી હોય છે ?