________________
૯૮
આચારપ્રદીપ
તે જ સાચું રૂપ છે કે જેમાં ગુણો હોય, તે જ સાચો મિત્ર છે કે જે દુઃખમાં પણ નિરંતર સાથે રહે. તે જે સાચુ ધન છે કે જે હાથમાં હોય અને તે જ સાચું વિજ્ઞાન છે કે જેમાં ધર્મ હોય.
અને તે શ્રીમાન ધર્મ દયાથી એક પ્રકારે છે, જ્ઞાન અને ક્રિયાથી બે પ્રકારે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ત્રણ પ્રકારનો છે. દાન, શીલ, તપ અને ભાવથી ચાર પ્રકારનો છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહથી પાંચ પ્રકારનો છે. પૃથ્વીકાય, 'અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના રક્ષણથી છ પ્રકારનો છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નેયોથી સાત પ્રકારનો છે. ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિખેવણા સમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનોગુમિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ એમ આઠ પ્રવચનમાતાથી આઠ પ્રકારનો છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વોથી નવ પ્રકારનો છે. તથા ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય અને અકિંચનતા રૂપ દશ યતિના ગુણોથી દશ પ્રકારનો છે. સમ્યક્ત્વ સ્વરૂપ મૂળ સારી રીતે દઢ થાય તો જ શ્રીમાનું ધર્મ રૂપ કલ્પવૃક્ષ અસીમ સુખને આપનારું થાય છે અને તે સમ્યક્ત્વ દેવાદિ તત્ત્વ એટલે કે દેવ-ગુરુ-ધર્મ તત્ત્વની શ્રદ્ધા કરવા સ્વરૂપ છે. અર્થાત્ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કરવી એ સમ્યકત્વનું લક્ષણ છે. તે સમ્યકત્વ સડસઠ ગુણ સ્વરૂપ છે. એમ ચતુર પુરુષો તેનો વિસ્તાર કરે છે.
જેથી ઋષિ વચન છે કેचउसद्दहण ४ तिलिंगं ३, दसविणय १० तिसुद्धि ३ पंचगयदोस ५ । अट्ठपभावण ८ भूसण ५, लक्खण५, पंचविहसंजुत्तं ॥५॥[सम्यक्त्वसप्तति-५] ६ छव्विहजयणागारं ६, छब्भावण भावियं ६ च छट्ठाणं ६ । इय सत्तसट्ठि ६७ लक्खण-भेयविसुद्धं च संमत्तं ॥६॥ [सम्यक्त्वसप्तति-६]
શ્રદ્ધા-૪, લિંગ-૩, વિનય-૧૦, શુદ્ધિ-૩, દોષ-૫, પ્રભાવક-૮, ભૂષણ-૫, લક્ષણ-૫, યતના-૬, આગાર-૬, ભાવના-૬, સ્થાન-૬ એમ ૬૭ લક્ષણ ભેદથી વિશુદ્ધ સમ્યકત્વ છે.
આ બંને ગાથાની વ્યાખ્યા દર્શનસપ્તતિકા પ્રકરણથી જાણી લેવી. ઇત્યાદિ સ્વરૂપે સાધુએ કહેલી સુભાષિતમય દેશનાથી પ્રતિબોધ પામેલા મનવાળા, સ્વીકારેલા છે દઢ ૧. પૂનતમુત્રાત્ = પૃથ્વી-જલ પ્રમુખની રક્ષાથી.